________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૩ - ૨૦૫ કોણ કહે છે કે જ્ઞાનની વર્તમાન ધારા, ઉત્પાદ, અંદરનું સમ્યજ્ઞાન, ખંડજ્ઞાન એ કહે છે કે “હું અખંડ છું” , “ધ્રુવ તે હું છું.’ આહી... હા! આવી વાતો છે !!
અરેરે ! અનંતા ભવ ગયા, બાપા! ત્યાં કોઈની સિફારસ કામ આવતી નથી. આહા. હા ! બ્રહ્મદત્ત ચક્રવર્તી હીરાના ઢોલિયે સૂતેલા, હીરાનો પલંગ, સોળ હજાર દેવ સેવામાં, છન્ને હજાર રાણીઓ. એક રાણીની હજાર દેવ સેવા કરે, એ ભાઈ દેવોની હયાતીમાં પોતે મરીને સાતમી નરક ગયો. એને હજુ અત્યારે તો થોડો વખત થયો છે. એને ૩૩ સાગર (ત્યાં) કાઢવા છે, બાપા! ચક્રવર્તીની સંપદા-જેના ૩ર કોળિયાનો ખોરાક.. એ ખોરાકમાં તો બધી હીરાની જ ભસ્મો હોય. એનો એક કોળિયો ૯૬ કરોડ પાયદળ પચાવી ન શકે. એની રોટલીમાં હીરા ને માણેકની ભસ્મો હોય. શીરો બનાવે તો અંદર હીરાની ભસ્મ હોય. અરે! એ ખાનારા મરીને (નરકે ગયા)! એમાં-ધૂળમાં (-સંપદામાં) કાંઈ નથી, બાપુ! એ એમાં ને એમાં મરી ગયો!
અહીં તો કહે છે કેઃ સવાર-સાંજ કરવાનું વ્યવહાર પ્રતિક્રમણ-શાસ્ત્ર જે સંતોએ રચ્યું છે, એ વળી જે વિકલ્પ ઊઠે છે એ પણ દુ:ખરૂપ છે. એનાથી હઠી, અખંડ આનંદમય નિજ કારણપરમાત્માને “ધ્યાવે છે.”
એ પ્રશ્ન થયો હતો ને...? કે તમે આત્માને “કારણપરમાત્મા’ કહો અને કાર્ય ન આવે તો એને કારણપરમાત્મા’ શેનો કહેવાય? એને તમે “કારણપરમાત્મા’ શી રીતે કહો છો ? કારણ હોય તો કાર્ય આવવું જ જોઈએ ! (તો) કીધું: વાત સાચી. પણ કોને “કારણ પરમાત્મા છે? એમ માન્યું એને કે નથી માન્યું એને ? “અંદર કારણપરમાત્મા ભગવાન પૂર્ણાનંદનો નાથ બિરાજે છે” એ (એણે) માન્યો છે જ ક્યાં હુજી? એ (તો) રાગની મંદતામાં સંતોષાઈ ગયો કાં વર્તમાન પર્યાયમાં કંઈક ઉઘાડ થયો (તો) એમાં સંતોષાઈ ગયો. આહા.... હા ! જેની એક સમયની પર્યાયનું સામર્થ્ય લોકાલોકને જાણવાનું છે–અત્યારે પણ હો! એક સમયની પર્યાયમાં-છ દ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાય-લોકાલોકને જાણે, ત્યારે પર્યાયનું એટલું સામર્થ્ય પડયુ કહેવાય. આહા... હા! એવી જે દષ્ટિ પર્યાયની છે, એને ય ઉઠાવી દઈને; જે પર્યાયમાં લોકાલોક જાણે છે એવી પર્યાય ઉપરથી દષ્ટિ ઉઠાવી દઈને; (દ્રવ્યદૃષ્ટિ કરે, તો) એ પર્યાય સ્વય (કારણપરમાત્મા) ને જાણે છે. પણ જ્યાં દષ્ટિ રાગ ઉપર, અલ્પ ( શ પર્યાય) ઉપર (પડી હોય તો, તે સ્વય જણાવા છતાં જાણવામાં આવતો નથી). નહીંતર પર્યાયનો સ્વભાવ તો એનો (સ્વ-પર પ્રકાશક) છે (જ).
(“સમયસાર') ૧૭-૧૮ ગાથા. (ભલે ને) અજ્ઞાની (ના) જ્ઞાનની પર્યાય છે તોપણ એનો પર્યાયનો સ્વભાવ તો સ્વ-પર પ્રકાશક છે ને..! ભલે (પર્યાય) નાની છે, એક સમયની સ્થિતિવાળી છે પણ એનો સ્વભાવ તો સ્વ-પર પ્રકાશક છે. તો એ (પર્યાય) સ્વને પ્રકાશે જ છે. છતાં એની (અજ્ઞાનીની) દષ્ટિમાં (સ્વ) તરફનું વલણ નથી (માટે તેને એ સ્વ જણાતો નથી). એ (સ્વ છે તે ) “કારણપરમાત્મા” છે, તેને આ (સ્વ-પર પ્રકાશક પર્યાય ) જાણે છે, પણ ત્યાં એની (અજ્ઞાનીની) દષ્ટિ નથી. “કારણપરમાત્મા છે' એવો એને પર્યાયમાં સ્વીકાર નથી. તો એને કાર્ય શી રીતે આવે? જેને કારણ પરમાત્મા જ દષ્ટિમાં નથી, જાણવામાં નથી, માનવામાં નથી, હવે (તેને) એનું કાર્ય શી રીતે આવે? (પણ) જેને માનવામાં એમ છે કે આ કારણ પરમાત્મા, ભગવાન પૂર્ણ આનંદસ્વરૂપ એમાં અનંતગુણરત્નના ડાબલા ભર્યા છે; (જેના) એક ગુણની એક એક પર્યાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com