________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૩ – ૨૦૯ એકને જ (નિરંતર અનુભવો.).
એ ત્રિકાળી ચીજ (આત્મા) નો અનુભવ થવો અને અનુભવમાં પ્રતીતિ થવી એ સમ્યગ્દર્શન છે. એ હજી ચોથું ગુણસ્થાન છે. અહીંયાં તો વિશેષ શબ્દ કહે છે. આ એકનો જ નિરંતર-દર્શન-જ્ઞાન-ચારિત્રનો-અનુભવ કરો.
ત્રણે: દર્શન એટલે ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદસ્વરૂપનું જ્ઞાન કરીને પ્રતીતિ કરવી, નિર્વિકલ્પ દષ્ટિ કરવી, એ સમ્યગ્દર્શન. અને આત્મા જ્ઞાનસ્વરૂપ છે એનો સ્પર્શ કરીને જ્ઞાનની વર્તમાન પર્યાયમાં સમ્યગ્વજ્ઞાનની દશા પ્રગટ કરવી, એ જ્ઞાન છે. અને એ સ્વરૂપમાં સ્થિરતા કરવી અર્થાત્ અતીન્દ્રિય આનંદ ભગવાન આત્મામાં સ્થિરતા, રમણતા, જામવું, આનંદનું ભોજન કરવું, એ ચારિત્ર. –એ એકનો અનુભવ કરો.
આહા.... હા ! આચાર્ય કહે છે કે વિશેષ શું કહીએ? ઘણું કહ્યું. પણ એ બધા વિકલ્પથી હવે બસ થાઓ. દેહના રજકણથી અંદર ભિન્ન ભગવાન, કર્મના પરમાણુથી ભિન્ન અંદર ભગવાન આત્મા, અને પુણ્ય-પાપના શુભાશુભભાવથી પણ ભિન્ન, એવા (પરમ અર્થને) એકને જ નિરંતર (અનુભવો). (એ) દ્રવ્યથી દષ્ટિ ક્યારે ય ખસે નહીં, હઠે નહીં એમ નિરંતર અનુભવો. એમ કહે છે. આવી વાત છે, પ્રભુ! સૂક્ષ્મ વિષય (છે). અનંતકાળથી ક્યારેય (આત્માનુભવ) ર્યો નથી.
(અહીં કહ્યું , “ એકને જ ”—એકાંત થઈ ગયું? (નહીં). એ સમ્યફ એકાંત છે! આહા... હા! શુદ્ધચૈતન્યઘન ભગવાન આત્માને એકને જ નિરંતર અનુભવો. “અનુભવ કરવો” એ પર્યાય છે, અવસ્થા છે. જેનો અનુભવ કરવો છે એ દ્રવ્ય છે. દ્રવ્ય અર્થાત્ વસ્તુ, જ્ઞાયકભાવ, ચિદાનંદભાવ, વિજ્ઞાનઘનભાવ, સ્વભાવભાવ, સામાન્યભાવ, એકરૂપભાવ, સદશભાવ, (ઍને) દષ્ટિમાં લઈને, એનું જ્ઞાન કરીને, એનો અનુભવ (અને એમાં) સ્થિરતા કરો.
કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ”_આહા.. હા! કેવો છે અંદર ભગવાન આત્મા? કે. ચૈતન્યજ્યોત, ચૈતન્યની ઝળહળ જ્યોત છે. અંદર અતીન્દ્રિય આનંદની જ્યોત છે. એ નિજરસના ફેલાવથી–નિજશક્તિ-નિજગુણ-નિજસ્વભાવના રસના ફેલાવથી–પૂર્ણ છે. આહા.... હા! અંતર નિજશક્તિના ફેલાવથી ભગવાન પૂર્ણ છે. આહા. હા ! સમજાણું કાંઈ ?
નવતત્ત્વમાં શરીર અને કર્મ, એ તો અજીવતત્ત્વ છે. હિંસા, જૂઠ, ચોરી, વિષય-ભોગવાસના (એ) પાપતત્ત્વ છે. અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિનાં પરિણામ એ પુણ્યતત્ત્વ છે. (તથા) એ પુણ્ય-પાપ બે થઈને આસ્રવતત્ત્વ છે. –એનાથી ભિન્ન, ભગવાન આત્મા જ્ઞાયકતત્ત્વ (-જીવતત્ત્વ) છે. આહા.... હા ! ઝીણી વાત છે, ભાઈ ! પ્રથમ સમ્યગ્દર્શન જ સૂક્ષ્મ વિષય છે.
“નિજરસના ફેલાવથી”-પોતાના ગુણ અને સ્વભાવના રસના ફેલાવથી પૂર્ણ “જે જ્ઞાન” અહીં જ્ઞાનની પ્રધાનતા કરી. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા-અંદર શક્તિ હોં! “તેના સ્કુરાયમાન થવામાત્ર”—એની પ્રગટતા અંદર શક્તિરૂપે થવામાત્ર; સ્કુરાયમાન એટલે બહાર પર્યાય નહીં. “જે સમયસાર (-પરમાત્મા) - જુઓ! ત્રિકાળી ચીજ જ અંદર સ્કુરાયમાન છે (એમ) કહે છે. આહા... હા! અંતર ભગવાન આત્મા અનંતગુણથી સ્કુરાયમાન પડયો છે, (એ) પ્રગટ તત્ત્વ, વ્યક્ત તત્ત્વ છે, એમ કહે છે. આહા... હા! સમજાણું કાંઈ ? આવો ઝીણો માર્ગ છે!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com