________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન તા. ૧૦-૨-૧૯૭૮
‘નિયમસાર ’ ગાથાઃ ૫૧ થી ૫૫. (શુદ્ધભાવ અધિકારની) છેલ્લી ગાથાઓ છે. એની ટીકા: “ આ, રત્નત્રયના સ્વરૂપનું કથન છે.” એમાં નિશ્ચય અને વ્યવહાર બેય સમુચ્ચય લેવા છે. એમાંથી પહેલાં વ્યવહારરત્નત્રયની વાત કરે છે. પણ વ્યવહારરત્નત્રય હોય છે કોને? કે: જેને અંદર નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન આદિ હોય તેને જ વ્યવહાર હોય છે. ‘રત્નત્રય’ બે પ્રકારના છે તેથી કહ્યું: તાવવું એટલે પ્રથમ, વ્યવહા૨૨ત્નત્રયની વ્યાખ્યા કરે છે. પણ એ હોય છે કોને ? કેઃ જેને નિશ્ચય હોય છે તેને. છઠ્ઠા ગુણસ્થાન આદિમાં વ્યવહાર હોય છે. સાતમામાં વ્યવહા૨નો અભાવ થઈને નિશ્ચયચારિત્ર- સ્થિરતા થઈ જાય છે.
‘પ્રથમ, ભેદોપચાર-રત્નત્રય આ પ્રમાણે છે ”- પ્રથમ, જ્યાં અભેદ-અનુપચાર (એટલે નિશ્ચય ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે ત્યાં સ્થિરતા ઓછી છે તેથી તે (સાધક) ને (પોતાની ) અસ્થિરતા (વશ ) ત્યાં ભેદ-ઉપચાર ( એટલે ) વ્યવહારસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આવે છે. સમજાણું કાંઈ ? (વ્યવહા૨માં ) ભેદ–ઉપચાર (કહ્યું ) અને નિશ્ચયમાં અભેદ–અનુપચા કહેશે. એને (વ્યવહારને) ભેદોપચાર; અને તેને (નિશ્ચયને ) અભેદ-અનુપચાર. એવી વાત છે.
કેવો છે “ ભેદોપચાર-રત્નત્રય ”- આ પ્રમાણે છે :- “વિપરીત અભિનિવેશરહિત શ્રદ્ધાનરૂપ એવું જે સિદ્ધિના પરંપરાàતુભૂત” મુકિતના પરંપરાòતુભૂત-પહેલી શ્રદ્ધા કરે છે. એવી શ્રદ્ધા તે વ્યવહારશ્રદ્ધા છે. (એ પરંપરા કારણ છે.) અર્થાત્ નિશ્ચયસમ્યગ્દર્શન તે તો સાક્ષાત્ કારણ છે અને તેની સાથે જે વ્યવહારશ્રદ્ધા છે તે પરંપરા કારણ છે. કારણ કે એ (વ્યવહા૨ ) નો અભાવ કરીને પૂર્ણ થશે. એકલો વ્યવહાર એ પરંપરા કારણ નથી. (શ્રોતાઃ ) એકલો વ્યવહા૨ હોતો જ નથી, એમ આપ કહો છો ? (ઉત્તરઃ ) એ (એકલો ) હોતો જ નથી. તેમ છતાં એને ( પણ ) વ્યવહાર કહેવાય. ‘બંધ અધિકા૨’ માં એમ કહ્યું છે ને...! ‘અભવ્યને જિનપ્રણીત કરેલો વ્યવહા૨ છે' (−એવા વ્યવહારભાસને વ્યવહાર કહીએ. પણ તે ) નિશ્ચયથી ( ખરેખર ) વ્યવહાર છે જ નહીં. કારણ કે એવો (વ્યવહાર કરીને ) તો અનંતવા૨ નવમી ત્રૈવેયક ગયો. એવો વ્યવહાર તો અત્યારે (અહીં ) છે જ નહીં. વ્યવહારશ્રદ્ધા, વ્યવહારજ્ઞાન અને પાપ (ક્રિયાથી ) નિવૃત્તિરૂપ વ્યવહા૨ (ચારિત્ર) ને અંગીકા૨ કરી એ મિથ્યાદષ્ટિ નવમી ત્રૈવેયકે ગયો; છતાં સમ્યગ્દર્શન વગ૨ એનાથી કંઈપણ લાભ થયો નહીં. તેના (વ્યવહારના) કારણથી પરંપરાએ (સિદ્ધિ) મળી નથી. (કેમકે) તેવો (વ્યવહા૨ ) કંઈ પરંપરાèતુભૂત (થતો ) નથી. પરંપરાતુભૂત તો તેને કહે છે કેઃ જ્યાં પોતાના સ્વભાવનો અનુભવ હોય. એ અહીંયાં કહે છેઃ વિપરીત અભિનિવેશરહિત શ્રદ્ધાનરૂપ એવો જે (વ્યવહાર, તે) મુક્તિના પરંપરાતુભૂત (છે). (પરંતુ ) જેને એકલો વ્યવહાર છે તે (તો) મૂઢ છે.
એ (વાત ) ‘સમયસાર' ગાથા-૪૧૩ માં આવી છેઃ તેઓ અનાદિરૂઢ, વ્યવહારમાં મૂઢ, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચયપ૨ અનારૂઢ છે. કારણ કે જેને પોતાના આશ્રયે નિશ્ચયસમ્યગ્દર્શનઅનુભવ ન થયો હોય તે તો વ્યવહારમૂઢ છે; એને ભેદોપચાર (રત્નત્રય) લાગુ પડતું નથી. ભેદોપચાર ( રત્નત્રય ) તો તેને લાગુ પડે છે કે જેને અભેદ-અનુપચાર (-રત્નત્રયપરિણતિ ) અંશે પ્રગટ થઈ હોય. એટલે કેઃ ભગવાનઆત્મા અભેદ, શુદ્ધ ચૈતન્ય, અખંડ (છે; એની ) જેને અભેદ-અનુપચાર, કોઈ ઉપચાર નથી એવી (રત્નત્રયપરિણતિ અર્થાત્ અંતરમાં
નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અંશે સ્થિરતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com