________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ કહેવામાં શું આવ્યું? કેઃ “આ આત્મા'! તો એ (શિષ્ય) ની દષ્ટિ પણ આત્મા ઉપર જવી જોઈએ. ભેદથી સમજાવ્યું કે દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા. પણ એ ભેદ ઉપર લક્ષ ન કરવું જોઈએ. આહા.... હા ! આપણે તો અહીં એ લેવું છે કે: આત્મા જે સાંભળવાને આવ્યો, તે સાંભળવાની જેને ધગશ છે એને સમજાવ્યો. એ પાંચમી ગાથામાં લીધું છે. સમજાવ્યો તો ભેદથી. કેમકે ભેદથી સમજાવ્યા સિવાય તો કોઈ (સમજાવવા માટેનો) ઉપાય નથી. માટે ત્યાં કહ્યું કે: વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે. (પણ તે અનુસરવાયોગ્ય નથી). સવારમાં આવ્યું હતું ને...! કે કોઈ પણ વિકલ્પથી ધર્મ થાય છે, એ સ્થાપવા યોગ્ય નથી. એટલે કે વ્યવહારથી લાભ છે એવી વાત નથી. “એનાથી લાભ છે' એ પ્રશ્ન નથી. વ્યવહારનું અનુસરણ કરીને નિશ્ચય થાય છે એમ નથી. પણ વ્યવહારનય (ભેદ) વિના સમજાવવાની લાયકાત કોઈની નથી. (એ અપેક્ષાએ અહીં કહ્યું કે, “વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે.' સમજાણું કાંઈ ? શિષ્ય પણ અંદર એમ સમજે છે (માને છે) કે: ગુરુએ જે આત્મા કહ્યો કે જે દર્શનજ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય. તે આત્મા કોણ? કે તે અભેદઆત્મા ઉપર દષ્ટિ જતાં સમ્યગ્દર્શન થયું તો આનંદની ધારા વહી. આહા.. હા! આ આત્મા !! જેમ ફુવારામાંથી પાણી ફૂટે (ઊડ) છે એમ અંદર ત્રિકાળી-જ્ઞાયક-ચૈતન્યવિલાસ ભગવાન; એને હું ભાવું છું, એની હું એકાગ્રતા કરું છું, તો પર્યાયમાં આનંદની ધારા વહે છે. આહા.. હું! સમજાય છે કાંઈ ?
આનંદ ભગવાન (આત્મા) માં છે. આનંદ (બીજે) ક્યાંય નથી. આનંદ શરીરમાં નથી. આનંદ પૈસામાં નથી. આનંદ દયા-દાનના પરિણામમાં નથી. આનંદ હિંસા-જૂઠના ભાવમાં નથી. ભોગની વાસનામાં આનંદ નથી. વ્યવહારરત્નત્રયના વિકલ્પમાં આનંદ નથી. આનંદ તો અંદર ભગવાનમાં છે. એવો ચૈતન્યવિલાસી આનંદસ્વરૂપી ભગવાન; એને હું ભાવું છું. એમ કહે છે.
ત્યાં (સમયસાર') આઠમી ગાથામાં પણ એ લીધું. એને એકદમથી ક્યાં કહ્યું- “આ આત્મા '! વ્યવહાર-વિકલ્પને પ્રાપ્ત કરે ને વિકલ્પ ઉત્પન્ન કરે એ આત્મા, એ વાત નહીં. વ્યવહારથી કહ્યું તો એટલું કહ્યું: સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય (એ આત્મા.) એ ભેદથી કથન કરીને “અભેદ' સમજાવ્યું. પણ ભેદ ઉપર લક્ષ કરવું નહીં. એ અહીંયાં આવે છે ને...? અને ત્યાં (આઠમી ગાથાની ટીકામાં) છેલ્લે એ છે: “વચનાચેવદારનો નાનુંસર્તવ્ય.” કહેવાવાળાને અને સાંભળવાવાળાને વ્યવહારનય અનુસરણ કરવા લાયક નથી. ભેદથી સમજાવ્યા વગર રહેવાતું નથી છતાંય ભેદનું અનુસરણ કરવું નહીં.
આહા... હા! આવી વાતો છે. લોકોને (અઘરું) લાગે, પણ શું થાય? (લોકોને મૂળમાર્ગની ખબર નથી તેથી કહે) કે આમણે (સોનગઢ) નવો ધર્મ કાઢયો. અમારે જે ( ક્રિયાકાંડરૂપ ધર્મ) પરંપરાએ ચાલ્યો આવતો હતો (તેનાથી જુદો), એમ કેટલાક માણસો કહે છે. પણ આ નવો (ધર્મ) નથી, ભગવાન! અનંત તીર્થકરોએ કહેલો તે (જ) આ માર્ગ છે!
એ અહીંયાં કહે છે: “હું દેવપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” મારી ભાવના ભગવાન આત્મા ઉપર છે. ભગવાનનો ભાવ ત્રિકાળી; એ ભાવની “ભાવના' એ પર્યાય છે. “ભાવું છું' એમ કહ્યું ને...! હું નિર્મળ-વીતરાગીપર્યાયથી ત્રિકાળી વીતરાગીસ્વરૂપ ચૈતન્યવિલાસને ભાવું છું. આહા. હા! “આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.” (પત્રાંકઃ ૪૭૪) એ શ્રીમદ્દે કહ્યું છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com