________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
છે” નિમિત્તાધીન- વશ થઈને અથવા સ્વતંત્ર ષટ્કારક પરિણમનથી મારી પર્યાયમાં પ્રગટ થાય છે. વિકાર, પર્યાયમાં પ્રગટ થાય છે; એ વસ્તુમાં અને વસ્તુના સ્વભાવમાં નહીં. “તે (વિકાર ) હું નથી.” પ્રગટ થાય છે, તે હું નથી. સ્વના આશ્રયમાં હૈય- ઉપાદેય બંનેનું જ્ઞાન પણ વ્યવહાર છે. (અર્થાત્ ) હેય-ઉપાદેય બેઉનું જ્ઞાન, એ વ્યવહાર જ્ઞાન કહેવાય. અને એકલું ચૈતન્યનું જ્ઞાન, તેને નિશ્ચયજ્ઞાન કહેવાય છે. (હૈય–ઉપાદેયને) જાણવું એ વચમાં આવે છે. – ‘આ હું નહીં' એમ. સમજાવવું હોય તો શું સમજાવે ? ‘આ રાગ તે હું નથી' એમ કહેવા જાય તો પણ વિકલ્પ ઊઠે છે. પણ સમજાવવું હોય તો કેમ સમજાવે ? ‘હું તો (શુદ્ધ ચૈતન્યમય ) લક્ષણવાળું એક પરમજ્યોતિ ધામ સદાય છું' “અને આ જે ભિન્ન લક્ષણવાળા (વિવિધ ભાવો પ્રગટ થાય છે) તે હું નથી ” એમ એમાં નાસ્તિ (સાથે ) હોય છે. એની, સ્વભાવમાં નાસ્તિ છે. પણ એમાં (પોતામાં ) એ અસ્તિ છે. આહા.. હા! “તે હું નથી.” એટલું તો સિદ્ધ કર્યું કેઃ આ છે, તે (મારામાં) છે જ નહીં. (જો) બિલકુલ રાગાદિ હોય જ નહીં, (તો) તેને છોડો-ય છે કેવી રીતે ? વિકલ્પ આવે છે. તે છે. તે ભાવ છે. પણ તે ભગવાનઆત્માથી અન્ય લક્ષણવાળા, અજ્ઞાનભાવ અને વિપરીત ભાવવાળા છે, તે હું નથી! પેલામાં તો ‘હું આ (−શુદ્ધ ચૈતન્યમય ) જ્યોતિ સદાય છું' એમ કહ્યું હતું ને..! અહીં કહ્યું: આ (વિવિધ પ્રકારના ભાવો) પ્રગટ થાય છે તે હું નથી. “ કારણ કે તે બધાય મને ૫૨દ્રવ્ય છે.
,,
અહીં તો રાગાદિને જ પરદ્રવ્ય કહ્યા છે હોં! અને (‘નિયમસાર') ૫૦ મી ગાથામાં તો નિર્મળપર્યાયને પણ પરદ્રવ્ય કહી છે. આચાર્યે જરી વાતને (-આત્મા ઉપાદેય છે, એને ) સિદ્ધ કરવા થોડી આ વાત લીધી. અહીંયાં તો ફક્ત રાગાદિ વિકલ્પ વ્યવહા૨ત્નત્રય, એ પદ્રવ્ય (છે, એમ કહ્યું ). ૫૦ મી ગાથામાં તો રાગને જાણવાવાળી, પોતાની પર્યાયમાં, સ્વ-૫૨ પ્રકાશકની પર્યાય જે એક સમયનો ભાવ; એને પણ ત્રિકાળી ભાવની અપેક્ષાએ પરદ્રવ્ય કહ્યું. આહા.. હા ! સમજાણું કાંઈ ?
અહીંયાં તો ( કહે છે:) “તે બધાય મને પરદ્રવ્ય છે.” ( કોણ ? કે: ) ( જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો) એ બધાં અસંખ્ય પ્રકારના વિકલ્પ મને તો પરદ્રવ્ય છે. એ મારી ચીજમાં નથી અને એમાં હું નથી. આહા.. હા! આ પુરુષાર્થ! કાંઈ ઓછો છે? પુરુષાર્થ ક્યાંય બાહ્યમાં સ્ફુરે છે?
(લોકો) ગજરથ કાઢે છે ને મોટી રથયાત્રા કાઢે ને રથ ઉપર ચડીને ભગવાનને ચામર આમ.. આમ ઢાળે ને.. કેવો દેખાવ લાગે કે આ તે શું કરે છે! પણ એ આત્મામાં ક્યાં છે? વિકલ્પ ઊઠયો છે એ પરદ્રવ્ય છે. એ તો ક્રિયા પરદ્રવ્યથી થાય છે. રથ ઉપર ભગવાનને પધરાવવા છે. કોણ પધરાવે? બોલી બોલેઃ હજાર... પંદરસો... બે હજાર... પાંચ હજાર... દશ હજાર બોલે એમાં જાણે..! એ હોય. પણ એ શુભભાવ છે, એ પરદ્રવ્ય છે. એવા બધાય (ભાવ) મને ૫રદ્રવ્ય છે. આહા.. હા ! તે અનેક પ્રકારના, વિવિધ પ્રકારના ભાવો “તે બધાય મને પરદ્રવ્ય છે. ” આહા... હા! એક વચનમાં કેટલું ભરી દીધું છે! શ્રીમદ્દ તો (પત્રાંકઃ ૧૬૬ માં) કહે છે ને! કેઃ “ સત્પુરુષના (જ્ઞાનીના ) એકેક વાક્યમાં, (એકેક શબ્દમાં) અનંત આગમ રહ્યાં છે. ”
અહીં (એમાં કેટલું બધું ભર્યું છે!) કાઢવું હોય તો કેટલું ય કાઢી (શકાય તેમ છે. જેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com