________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭ર – પ્રવચન નવનીતઃ ભાગ-૨ છે” શું કહે છે? –પાંચ ઇન્દ્રિયોના બાહ્ય આકર્ષક વિષયોમાં દગ્ધ છે, બળી ગયો છે. આહા.... હા ! જે જ્ઞાનની વર્તમાન દશા બાહ્યપદાર્થની વિસ્મયતા દેખીને ખેંચાઈ જાય છે-શરીર સંદર. વાણી સુંદર, હાડકાં સારા, અંદર લોહી સારું, એવા બાહ્યમાં જે ચિત્ત આકર્ષાઈ જાય છે- (તે) વારંવાર કામબાણના અગ્નિથી દગ્ધ છે, એને બાહ્યની ચીજો અનુકૂળ લાગતાં ત્યાં રોકાઈ જાય છે. –એ જ્ઞાન દગ્ધ છે, કામબાણના અગ્નિથી બળી ગયું છે; કહે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફનું ખેંચાણ-આકર્ષણ (થતાં) તે ચિત્ત-જ્ઞાન કામબાણના અગ્નિથી (દગ્ધ છે). કહે છે. એ (ખેંચાણ) તો અગ્નિ છે. આહા. હા! શરીર સફેદ–ધોળું હોય, હાડકાં-માંસ (સુઘડ) હોય, એના ઉપર પછી જરી અત્તર ચોપડીને (શરીર) આમ ચકચકાટ (કરતું) હોય એને જોઈને, (અહીં) કહે છેઃ એ કામબાણના અગ્નિથી બળી ગયું છે. સમજાણું? અનુકૂળ શબ્દ પ્રશંસાના સાંભળવા, એ કામબાણ-રાગ છે, એમાં રોકાઈ ગયો (તો) તે કામબાળથી દગ્ધ થઈ ગયો છે. ઓહો ! તમે તો ઘણું કામ કર્યું.... તમે તો આમ કામ કર્યા ને આમ કામ કર્યા. તમે તો બહુ સેવાઓ કરી છે-ગામની સેવા કરી, ન્યાતની સેવા કરી, ઢોરની સેવા કરી.! ( એવા) પ્રશંસાના શબ્દો સાંભળે, એ બધો રાગમાં રોકાઈ જાય છે; (તો અહીં) કહે છે. એનું ચિત્ત બની ગયું છે, અંદર એને કામનાં બાણ વાગ્યાં છે, ચિત્ત બની ગયું છે. સમજાણું કાંઈ ?
કામબાણના અગ્નિ ”—ભાષા જુઓઃ કષાય અગ્નિ છે. પરતરફના વલણમાં જે ખેંચાઈ જાય છે, એ કામબાણની અગ્નિ છે, એનાથી એનું ચિત્ત બની ગયું છે, અરર.... ! દઝાઈ ગયું છે. આહા... હા ! જેમ ચામડી ઉતરડીને કોઈ ઊનાં પાણી છાંટે તો અગ્નિનાં બાણ (જેવાં
એના રાગમાં. પરના પ્રેમમાં દગ્ધ-બળી ગયો છે. અંતરની શાંતિને દઝાડી દીધી છે.
–એવા કષાયકલેશથી રંગાયેલા ચિત્તને ” કષાયનો કલેશ છે (એનાથી) રંગાયેલા ચિત્તને “તું અત્યંત છોડ.” –એ રંગ લાગ્યા તેને છોડ, પ્રભુ! અને અંતર આનંદના નાથમાં રંગ લગાડ; એમ કહે છે. પડિકમણ છે ને...? પાછા ફરવાનું. આવું પડિકમણ છે. પડિકમણના બધા ઘડિયા તો (જીવે) બહુ કર્યા (પણ હવે) ચિત્તને તું અત્યંત છોડ.
“જે વિધિવશાત્ (–કર્મવશપણાને લીધે) અપ્રાપ્ય છે” શું(કે) આત્મા. આહા... હા! રાગને તાબે થયેલાને આત્મા અપ્રાપ્ય છે. શુભાશુભના રાગમાં તાબે થયેલાને પ્રભુ-આત્મા અપ્રાપ્ય છે.
એવા નિર્મળ સ્વભાવનિયત”-સ્વભાવમાં નિશ્ચિત રહેલો, સ્વભાવમાં નિયમથી રહેલો “સુખને તું પ્રબળ સંસારની ભીતિથી ડરીને ભજ.” આહા... હા! આનંદસ્વરૂપ ભગવાન અતીન્દ્રિય આનંદ છે. “સ્વભાવનિયત’–સ્વભાવમાં નિશ્ચિત રહેલ છે. સ્વભાવમાં નિયમથી અતીન્દ્રિય આનંદ રહેલ છે. “એવા નિર્મળ સ્વભાવનિયત સુખને”—એ અતીન્દ્રિય આનંદને તું પ્રબળ સંસારની ભીતિથી ડરીને (અર્થાત્ ) ચાર ગતિના ભવના ભયથી ડરીને ભજ. એ આનંદનું ધામ ભગવાન તેને ભજ. આહા... હા! આવી વ્યાખ્યા છે! તેને પ્રતિક્રમણ કહેવાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com