________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૬ - ૨૫૫ બધાંને પરખ્યાં, પણ એ “પોતે કોણ છે” એની પરીક્ષા નહીં! સમજાણું કાંઈ ?
અહીંયાં કહે છે કે મહાપુરુષોએ-વિશિષ્ટ અર્થાત્ ખાસ આદરવાળા પુરાણપુરુષો. આદર શેમાં? જેને શુદ્ધસ્વરૂપમાં આદર હતો, પ્રયત્ન હતો, સાવધાની હતી. એ (પુરુષોએ) સેવન કરેલું-સેવેલું “ઉત્સર્ગ અને અપવાદ.”
-શું કહે છે? આ તો અધ્યાત્મભાષા છે. આ પ્રવચનસાર' નો (શ્લોક) છે. “ઉત્સર્ગ' નો અર્થ શું? કેઃ મુનિ થઈને (જે) પોતાના અતીન્દ્રિય આનંદમાં લીન રહે છે તે એનો નિશ્ચયઉત્સર્ગ અર્થાત્ મુખ્ય માર્ગ છે. પણ એમાં (સ્થિર) ન રહી શકે, એટલે કે–ભાન છે “હું શુદ્ધ જ્ઞાન છું, આનંદ છું” (અને) એવું વેદન છે; પણ એમાં લીન ન થઈ શકે ત્યારે શુભભાવ આવે છે. અહિંસાઅદત્ત આદિ પચમીવ્રત એ શુભભાવને અહીં અપવાદમાગે કર્યું છે. અને અતરમાં લીન થવું એને નિશ્ચય-ઉત્સર્ગ માર્ગ કહે છે. આહા.... હા ! ભાષા બીજી. ભાવ બીજા. આ તો લોકોત્તર વાત છે, ભાઈ !
પુરુષોએ સેવેલું, ઉત્સર્ગ અને અપવાદ દ્વારા ઘણી પૃથક્ પૃથક ભૂમિકાઓમાં વ્યાપતું જે ચરણ (-ચારિત્ર)” –આ ચારિત્ર હોં ! સ્વરૂપ-આનંદમાં ચરવું, રમવું, જામવું.
દૂધ હોય છે એની નીચે અગ્નિ મૂકે તો દૂધમાં ઊભરો આવે છે. તો ) દૂધ વધે છે? (નહીં. એ તો) પોલાણ છે. (પણ) એવું આત્મામાં નથી, એમ કહે છે. આત્મામાં ધ્યાનાગ્નિ લગાવવાથી એની વર્તમાન દશામાં આનંદની ભરચક ભરતી આવે છે, અતીન્દ્રિય આનંદની ભરચક ભરતી આવે છે, ગાઢ ભરતી આવે છે. એ દૂધના પોલાણની જેમ નથી. દૂધના ઊભરામાં દૂધ એક ટીપું ય વધ્યું નથી. એમ આ બહારમાં પૈસા વધી ગયા ને બાયડી-છોકરાં ને બહારનાં જ્ઞાન-એ ઊભરો છે, એ પોલો ઊભરો છે. સમજાણું કાંઈ ?
આ આત્મા...! જ્યાં નિધાન ચૈતન્યરત્નાકર ભર્યા છે, પ્રભુ! ત્યાં આગળ દષ્ટિ કરીને લીન થવું એ ચારિત્ર. એ ચારિત્ર વિના બધું ફોગટ છે. અથવા એવી દષ્ટિ નથી અને ગમે તેટલા ક્રિયાકાંડ કરે તે બધાં વ્યર્થ (છે), ચાર ગતિમાં રખડાવવાવાળા છે. સમજાણું કાંઈ?
મોક્ષનો અર્થ શું? અનંત દુઃખથી આત્યંતિક મુક્ત થવું. મોક્ષ એટલે મુકાવું છે ને...! રાગાદિ દુઃખ છે એનાથી મુક્ત થવું અને એના સ્થાને પૂર્ણ અતીન્દ્રિય આનંદનું ઉત્પન્ન થવું એનું નામ મોક્ષ છે. સમજાણું કાંઈ ? –શું કહ્યું? આત્મામાં અતીન્દ્રિય આનંદ જે શક્તિરૂપે છે (તે પર્યાયમાં પ્રગટે છે). જેમ લીંડીપીપર હોય છે એને વૈદ ઘૂંટે છે, તો ચોસઠપહોરી તીખાશ પ્રગટ થાય છે. એ ચોસઠપહોરી એટલે સોળ આના એટલે રૂપિયો એટલે પૂર્ણ તીખાશ અંદરમાં ભરી છે અને લીલો રંગ અંદર પૂર્ણ ભર્યો છે તો ઘૂંટવાથી, છે તે પ્રગટ થાય છે, એમાં છે તે પ્રાપ્ત થાય છે. જો ઘૂંટવાથી આવે તો કોલસા ને લાકડી ન ઘૂટે? છે ક્યાં અંદર, તે આવે? એમાં લીંડીપીપરમાં ચોસઠપહોરી તીખાશ ભરી છે અને લીલો રંગ પૂર્ણ ભરેલો છે (તો તે બહાર આવે છે). તેમ આ ભગવાન આત્મામાં સોળ આના એટલે ચોસઠ પૈસા અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન પૂરું ભરેલું છે; જેમ એને (લીંડીપીપરને) ઘૂંટે છે તેમ અહીંયાં એકાગ્ર થાય છે એનું નામ ઘુંટવું-એમાં એકાગ્ર થવાથી જે અંદર શક્તિરૂપે પૂરું-પૂર્ણ જ્ઞાન છે તે એની દશામાં પ્રગટ થાય છે. આહા... હા! આ ધર્મ ! વાતે વાતે ફેર. આવી આવી વાતો. લોકો કહે કે દેરાસર બનાવો, ભક્તિ કરો, પૂજા કરો,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com