________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ પરમભાવ (છે). ક્ષાયોપથમિક, ક્ષાયિક આદિ (એ) પરમભાવ નથી, એ પર્યાયભાવ છે. અને આ તો ત્રિકાળ પરમભાવ વસ્તુ... વસ્તુ... વસ્તુ.. વસ્તુ! એને ધ્યેય બનાવી, અને જે ભાવના અર્થાત એકાગ્રતા કરી છે, એ મોક્ષનું કારણ છે.
પ્રશ્ન: પંચમ આરામાં શુક્લધ્યાન તો અત્યારે નથી. છતાંય એ કેમ કહ્યું?
સમાધાન: વાત તો બધી કરે કે નહીં ? અત્યારે ભલે સ્વાશ્રિત ધર્મધ્યાન (છે) અને જરી રાગ બાકી હોય. પણ એને પછી પરમપરિણામિકભાવની પૂર્ણ ભાવનામાં જાવું છે ને? (તો) એ વાત પહેલેથી કરે છે. એની ભાવનારૂપે પરિણમ્યો છે. ભાષા જોઈ ! “પરમપારિણામિક ત્રિકાળસ્વભાવ છે” એવો વિકલ્પ કરીને ધારણામાં પડયો નથી. પણ પરમપરિણામિકભાવની ભાવનાએ પરિણમ્યો છે. એ વીતરાગી પરિણતિએ પરિણમ્યો છે. કેમકે પરમપરિણામિકભાવ પરમવીતરાગસ્વરૂપ છે; અને તેની ભાવનાએ પરિણમ્યો એ પણ વીતરાગભાવ છે.
એવો જે જીવ “તે નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.” –એ ખરું પ્રતિક્રમણ. રાગના વિકલ્પથી પણ હુઠી, આત્માના આનંદમાં લીન થઈ ગયો છે; એ પ્રતિક્રમણસ્વરૂપ છે. (શ્રોતા ) બારમાં ગુણસ્થાન સુધી લઈ લેવું? (ઉત્તર) અહીં તો હેઠેથી–સાતમથી વાત છે. એ પછી શુક્લધ્યાન આઠમે થાય. આઠમથી શુક્લધ્યાન લીધું છે. તે ( રૂપે) પરિણમું છું ને-આવો વિકલ્પ, ત્યાં ક્યાં છે? અહીં તો એનું સ્વરૂપ બતાવે છે.
આહા... હા! પરમસ્વભાવનો ઢગલો પ્રભુ, અતીન્દ્રિય આનંદ સ્વરૂપે-સ્વભાવે ત્રિકાળ ભરેલો ભગવાન, એ પરમભાવ, પારિણામિકભાવઃ એની એકાગ્રતામાં જે અતી પરિણમ્યો છે, એ અતીંદ્રિય આનંદ એ એની ભાવના છે. સમજાણું કાંઈ? “વસ્તુ” એ પૂર્ણ સ્વરૂપ છે, ત્રિકાળ ભાવસ્વરૂપ છે; એની ભાવનાએ પરિણમ્યો તે “પર્યાય છે.
પહેલી તો વાત (વસ્તુસ્થિતિ) હજી ખ્યાલમાં આવવી (જોઈએ). આહા... હા! કહે છે કેઃ આખો પ્રભુ અહીં (અંતરમાં) બિરાજે છે ને..! જ્ઞાયકભાવથી ભરેલો પરમભાવ (છે).
પ્રશ્ન: જ્ઞાયક કેમ કહ્યો?
સમાધાનઃ જેમ પરિણામિકભાવ તો પરમાણુમાં ય છે, ચાર દ્રવ્યમાં પણ છે. પણ આમાં (જીવમાં) પારિણામિક ન કહેતાં શરૂઆતમાં જ જ્ઞાયક લીધો. “સમયસાર” ગાથા-છઠ્ઠી, અગિયારમી. “ભયસ્થમ” “ભૂતાર્થ” એ “જ્ઞાયક”. કારણ કે “જાણનારો” એનો ત્રિકાળીસ્વભાવ, એવો જે પરમપરિણામિકભાવ; એમ. જ્ઞાનનો જે વર્તમાન ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક છે એ તો પર્યાય છે, એ તો ભાવના છે. પણ ભાવના કોની? -ત્રિકાળ ચૈતન્યમૂર્તિ ભગવાન, એવો જે પરમભાવ અથવા પરમપરિણામિકભાવ; (એની ભાવના). આહા... હા! એ પરમભાવની અપેક્ષાએ ક્ષાયિકભાવ પણ અપરમભાવ છે. સમજાણું કાંઈ ?
આવી બધી વાતો છે! ધર્મનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! બાકી તો આખો દી' પાપ કરે છે. એ તો પહેલું આવી ગયું ને..! આખો દી” આર્તધ્યાન ને રૌદ્રધ્યાન. આ વ્યાપાર કર્યા ને, આ લીધા ને, આ દીધા ને, વ્યાજ ઉપજાવ્યાં ને, પૈસા ભેગા કર્યા ને, દીકરાને અમેરિકા મોકલ્યા ને ભણાવ્યા ને-એ બધાં ભૂંડાં ધ્યાન છે. ભગવાન અંદર અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો સાગર; એમાં ડૂબકી માર! એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com