________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૫૧ કરવી ? સમજાય છે કાંઈ? (પહેલાં જે ક્ષાયિક આદિને) ઉપાદેય કહ્યું હતું તે શુદ્ધનિશ્ચયનયના બળથી હેય છે. આપ ક્યા કારણથી (તેને) હેય કહો છો? એની કોઈ દલીલ કે જાય છે કે નહીં? તે વિશેષ કહેવામાં આવશે....
પ્રવચન: તા. ૫-૨-૧૯૭૮ નિયમસાર' ગાથા-૫૦. ટીકા. ફરીને થોડું લઈએ. “આ હેય-ઉપાદેય અથવા ત્યાગગ્રહણના સ્વરૂપનું કથન છે. જેને પર્યાયનું જ્ઞાન જ નથી કે “પર્યાય છે જ નહીં” એને તો દ્રવ્યનું પણ જ્ઞાન યથાર્થ થતું (જ) નથી. (અહીં) હેય-ઉપાદેય બેનો ભેદ બતાવ્યો ને..? “છે” અને “હેય” પણ ચીજ છે ને...! આત્માની પર્યાયમાં ક્ષાયિકભાવ, ક્ષયોપશમભાવ, કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ બધી પર્યાયો છે” , તે વ્યવહારનયથી છે! આહા.... હા! સૂક્ષ્મ વાત છે, ભગવાન! વ્યવહારનયથી એટલે પર્યાયદષ્ટિથી એ (પર્યાયો) છે અને પર્યાયમાં વિકાર પણ છે. એટલું જ્ઞાન જેને નથી તેને ત્રિકાળી જ્ઞાયકભાવનું જ્ઞાન સાચું હોતું નથી ! “છે” એટલે આશ્રય કરવા લાયક છે, એમ નથી. સમજાણું કાંઈ ? તેથી બે શબ્દ વાપર્યા છે ને...! હેય-ઉપાદેય. અહીં પર્યાયભાવ હેય છે. એ આશ્રય કરવા લાયક નથી. આહા. હા! ઉદય, ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક-એ ચાર ભાવ છે, એ વ્યવહારનયનો વિષય છે. (એ) જ્ઞાન જેને નથી તેને તો દ્રવ્યનું પણ જ્ઞાન યથાર્થ નથી, અર્થાત્ (ત્યાં) નિશ્ચયાભાસ થઈ જાય છે. વેદાંત છે ને.! તે પર્યાયને માનતા જ નથી. તે કારણે અહીં હેય-ઉપાદેય-એ બે વાત લીધી છે. “પર્યાય” હેય કરવા લાયક છે. પર્યાયમાં વિકાર પણ છે અને નિર્વિકારી પર્યાય પણ ઉત્પન્ન થાય છે. (જો) એ છે જ નહીં તો એને હેય કેવી રીતે ? હેય કોને કરવું? સમજાય છે કાંઈ ?
એ તો કાલે કહ્યું હતું ને કે-અગ્નિ ઉષ્ણ છે અને પાણી ઠંડું છે એવું પરપદાર્થનું જ્ઞાન પણ સાચું કોને થાય છે કે જેને સ્વરૂપગ્રાહી જ્ઞાન હોય તેને સ્વરૂપ અર્થાત્ ત્રિકાળી જ્ઞાયકભાવ; જેમાં ચાર ભાવ નથી.
આ “શુદ્ધભાવ' અધિકાર છે ને...! એ “શુદ્ધભાવ” ત્રિકાળીધુવને જ કહ્યો છે, આ શુદ્ધભાવ” પર્યાયની વાત નથી. એ “શુદ્ધભાવ” -પરમજ્ઞાયકભાવ, ભૂતાર્થભાવ, પરમપરિણામિકભાવ; જેમાં “પર્યાય” છે જ નહીં! “પર્યાય' પર્યાયમાં છે! (પરંતુ) એવી જો પર્યાય” પર્યાયમાં છે જ નહીં, વિકૃત અવસ્થા છે જ નહીં અને નિર્મળ અવસ્થા છે જ નહીં, તો (એ નિર્ણય કર્યો કોણે?) એ નિર્ણય કરવાવાળી તો પર્યાય છે. સમજાણું કાંઈ?
આહા... હા! અંતર ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ ધ્રુવ; એમાં તો ક્ષાયિકપર્યાય પણ નથી. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય-અનંત ચતુષ્ટય, એ પણ વસ્તુમાં નથી. એ તો પરમપરિણામિકભાવ, જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, ભૂતાર્થભાવ-એ સમ્યગ્દર્શનનો વિષય- એનો આશ્રય કરવાથી શુદ્ધિ ઉત્પન્ન થાય છે, એના આશ્રયથી શુદ્ધિ ટકે છે, એના આશ્રયથી શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને એના (જ) આશ્રયથી શુદ્ધિની પૂર્ણતા થાય છે. –આ એક જ સિદ્ધાંત! (પછી) ભલે મોક્ષમાર્ગથી મોક્ષ થયો એમ કહ્યું; પણ એ “મોક્ષમાર્ગથી મોક્ષ થયો’ એ તો વ્યવહાર થયો. ખરેખર તો ત્રિકાળી પરમસ્વભાવભાવની દષ્ટિ અને અનુભવ થાય, આશ્રય થાય તો સમકિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com