________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ સરળતાનાં પરિણામ છે. એ શુભભાવ કષાય-રાગ છે એનાથી નામકર્મનું પુણ્ય બંધાય; ધર્મ નહીં. એનાથી પણ્ય થાય અને (શુભ ) નામકર્મ બંધાય અને અહીં મનની સરળતાનાં પરિણામ થાય, એ રાગની મંદતાથી ધર્મ થાય? આ બધું ક્યાંથી આવ્યું? મનની સરળતાનો ભાવ (એ) પણ પયબંધનું કારણ છે. અને અહીં (સંપ્રદાયમાં )એ કહે કે : મનની સરળતાનો ભાવ, વ્રત ને તપ એ ધર્મ છે! ભાઈ ! (સત્ય) માર્ગ તો આ છે. વ્રત ને તપનો ભાવ છે એ તો કષાય મંદ કર્યો હોય તો એને એનાથી તો પુણ્ય બંધાય, ધર્મ નહીં. ભાઈ ! ખરો મારગ તો આ છે! મનાવી બેસે વ્રત ને તપમાં ધર્મ; એ બધું વીતરાગમાર્ગથી વિરુદ્ધ છે.
“જ્ઞાનસાગર' પુસ્તક જામનગરથી છપાયું હતું. ૬૮ની સાલમાં દીક્ષા પહેલાં પાલેજમાં વાંચેલું. એમાં થોકડા બધા છે ને..! એ પહેલાં શીખ્યા હતા. બધા મોઢે કરેલા. પણ (યથાર્થ દષ્ટિ વિના) બધી વાતની લખનાર અને વાંચનારને ય ખબર ન મળે કે જેટલી મનમાં ક્રિયા, રાગની મંદતા-દયા, દાન, અનુકંપા, વ્રત, તપ-ની ક્રિયા, એ બધી પુણ્યબંધનું કારણ છે; (એનાથી) ધર્મ નહીં.
જુઓ ! (અહીંયાં) આ છે: “મેવવિજ્ઞાનત: સિદ્ધા: –શું કહે છે? કેઃ વ્રત ને તપનો ભાવ તે મોક્ષનું કારણ છે, વ્યવહાર નિશ્ચયનું કારણ છે (એમ લોકો માને છે, પણ અહીં કહે છે કે વ્યવહારથી ભેદ (ભિન્ન) પડે તે નિશ્ચયનું કારણ છે. સમજાણું કાંઈ? વ્યવહાર-ક્રિયા કરે તો પછી નિશ્ચય થાય, વ્યવહાર સાધન છે અને નિશ્ચય સાધ્ય છે (એમ લોકો માને છે, પણ અહીં તો કહે છે કે વ્યવહારથી પણ ભેદ પાડે તો સાધન પ્રગટ થાય.
આહા.. હા! ભારે વાતું!! અનંતકાળ આમ ને આમ જિંદગી ગઈ. ધર્મને નામે ખોટા (માર્ગ) સેવ્યા, મિથ્યાત્વ સેવ્યા અને સંસાર એમ ને એમ વધ્યો. નરક ને નિગોદ (નાં અનંતા દુઃખ વેઠયાં). આંખો મીંચાઈ જાય-કાંઈ નહીં રહે હારે. સંબંધ ક્યાંય રહી જશે અને ક્યાંય (એ) ઊપડી જશે.
(અહીંયાં) કહે છે કે જે કોઈ અત્યાર સુધી સિદ્ધ થયા (તે) ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા. –લ્યો (આ) એક જ સિદ્ધાંત, એક જ યથાર્થ નિયમ!
આ (લોકો) કહે: વ્રત ને તપ કરીએ એનાથી સમ્યગ્દર્શન થાય અને એનાથી ધર્મ થાય. અહીં તો કહે છે કે: વ્રત ને તપના વિકલ્પથી ભેદ (ભિન્ન) પાડે તો તેની મુક્તિ થાય.
છે ને...! “ જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે.” આ ભાષા તો સાદી છે. બહુ ટૂંકા શબ્દો! આહા... હા... હા ! આમ રાગથી ભેદ પાડ્યો છે અને અભેદને અનુભવ્યો (છે), એમ કહે છે. અખંડાનંદ પ્રભુ ચૈતન્યપ્રકાશની મૂર્તિ અભેદને અનુભવતાં ભેદથી–રાગથી ભિન્ન પડે છે; એના-ભેદવિજ્ઞાનને કારણે સમ્યગ્દર્શન થયું છે, સમ્યજ્ઞાન થયું છે, સમ્યકક્યારિત્ર થયું છે અને તેનાથી મુક્તિ થઈ છે. આહા.... હા! સમજાણું કાંઈ ?
જે કોઈ બંધાયા છે તે તેના જ અભાવથી બંધાયા છે.” જુઓ! હવે સિદ્ધાંતઃ અનંતકાળમાં જે કોઈ મિથ્યાત્વ અને અજ્ઞાનથી બંધાણા છે તે તેના જ (-ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે. કર્મથી બંધાયા છે ને.. કર્મના ઉદયની તીવ્રતાને લઈને બંધાયા છે એમ નહીં. આહા... હા! છે ને સામે (પાઠ)! આ તો સાદી ભાષા ગુજરાતી છે. અનંતકાળમાં જે કોઈ રખડ્યા છે તે ભેદવિજ્ઞાનના અભાવને લઈને રખડ્યા છે. કર્મને લઈને રખડ્યા છે એમ નથી. આહા... હા! ચોર્યાશી લાખ યોનિમાં-એક એક યોનિમાં-અનંત અવતાર કર્યા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com