________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ – પ્રવચન નવનીત: ભાગ-૨
આહા... હા! આખો દરિયો ભર્યો પડયો છે! “સમયસાર”, “પ્રવચનસાર', નિયમસાર”, “પંચાસ્તિકાય”, “ગોમ્મદસાર” -કોઈ પણ શાસ્ત્ર લ્યો, અંદર ગંભીર ભાવ ભર્યા પડયા છે!
એમણે (અમૃતચંદ્રાચાર્ય) કહ્યું. શું કહ્યું? (કે-) અમને મિથ્યાત્વ નહીં થાય, એમ કહે છે કે બિલકુલ નહીં થાય. અમે ક્ષયોપશમમાંથી ક્ષાયિક લેશું, લેશું ને લેશું જ. અમારો અપ્રતિત ભાવ છે, એમ કહે છે. આહા.. હા. હા! (આ વાત) ઘણી ગાથાઓમાં આવે છે.
અહીંયાં તો કહે છે કે એ ક્ષયોપશમભાવ છે એ પણ હેય છે. ક્ષયોપશમમાં એવો નિર્ણય થયો છે કે, અમે પડવાવાળા નથી. (આ ક્ષેત્રે) અત્યારે તો ક્ષાયિક તો છે નહીં. ભગવાન પાસે જાય તો ક્ષાયિક થાય છે. (તે પણ ) અહીંના જીવને તો થતું નથી; ત્યાં (વિદેહક્ષેત્રના) જીવને થાય છે. કુંદકુંદઆચાર્ય (ભગવાન પાસે તો) ગયા પણ એમને (ક્ષાયિક) થયું નહીં. પણ આ ભાવ થયો હતો. અમને જે મુનિપણું આવ્યું, એ ચારિત્ર તો દેહના અંત સુધી રહેશે. સ્વર્ગમાં જશે ત્યાં ચારિત્ર રહે નહીં. પણ અમને જે સમ્યગ્દર્શન છે અને સમ્યજ્ઞાન છે તે તો અપ્રતિહત છે, એ તો ક્ષાયિક લઈને કેવળજ્ઞાન લઈને રહેશે ને રહેશે ! આહા. હા! આવી વસ્તુસ્થિતિ, બાપુ! સમજાય છે કાંઈ ? અહીંયાં તો એ ભાવને પણ હેય કહ્યા! આહા. હા! સંતો કેવળજ્ઞાનીના કેડાયતો છે, ( એવા) દિગંબર સંતોની વાણી તે તો અંતરમાંથી આવી છે. પણ એ વાણીનો મર્મ સમજવો ઘણો કઠણ, પ્રભુ! એ વાણી તો વાણી છે, જડ છે, એ (કંઈ) ચેતન નથી. એ હેય છે. પણ એ હેયનું જ્ઞાન પણ સ્વરૂપના અનુભવીને થાય છે.
હું શુદ્ધ ચૈતન્યધન આનંદકંદ પ્રભુ છું, એવું સ્વરૂપનું જ્ઞાન છે, ત્યાં (સાચું) જ્ઞાન છે. શુદ્ધો:૬, વૃદ્ધS૬. શુદ્ધ છું. બુદ્ધ છું. ઉદાસીન છું. હું ત્રિકાળ એવો છું અને સર્વ જીવ, સર્વ કાળ અંદરમાં એવા જ છે. એના ઉપર વ્યાખ્યાન થઈ ગયાં છે. (“સમયસાર) બંધ અધિકાર અને સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં છેલ્લે છે અને “પરમાત્મ પ્રકાશ” માં (પણ) છેલ્લે છે; એમ (આ વાત) ત્રણ ઠેકાણે છે. હું ઉદાસીન છું, જ્ઞાયક છું અને સર્વ જીવ એવા જ છે. વસ્તુતઃ સર્વ જીવ એવા જ છે. અભવ્ય જીવ પણ એવા છે. પર્યાયમાં ભલે એને પ્રગટ ન હોય; પણ અમે તો બધા જીવને ભગવાન સ્વરૂપ જાણીએ છીએ. સર્વ જીવ સર્વ કાળ ( એવા જ છે ). કેમકે અમારી પર્યાયદષ્ટિ છૂટી ગઈ અને દ્રવ્યદૃષ્ટિ થઈ તેથી અમે તો પરને પણ દ્રવ્યદૃષ્ટિથી જોઈએ કે, તે (બધા) ભગવાનસ્વરૂપે જ છે. પર્યાયમાં ભૂલ હોય તો ભલે હોય એની પાસે. સમજાણું કાંઈ ?
અહીંયાં તો બહુ કઠણ વાત છે–ચારે ભાવને ય કહ્યા ! ક્ષાયિક(જ્ઞાન), કેવળજ્ઞાનથી નીચે (વાળાને) નથી. પણ (ક્ષાયિક સમકિત તો નીચે(ના ગુણસ્થાનમાં પણ છે). ચોથે, પાંચમ, છઠ્ઠ ક્ષાયિકસમકિત છે અને ક્ષાયિકસમકિતી શ્રેણી ચઢે છે કોઈ ઉપશમ શ્રેણી પણ ચઢે છે. કોઈ ક્ષાયિકસમકિતી હોય અને શ્રેણી ઉપશમ ચઢે તો પાછા પડી જાય પણ સમકિતથી ન પડે અને ક્ષાયિકસમકિત હોય અને ક્ષપક શ્રેણી ચઢે તે તો કેવળજ્ઞાન લે પણ ક્ષાયિકસમકિત હોય અને ઉપશમ શ્રેણી ચઢે ત્યાં પુરુષાર્થની સ્થિરતાની મંદતા છે તેથી તે ઉપશમ શ્રેણી ચઢે તો પાછો પડશે, અને જે ઉપશમ શ્રેણીમાં મરી જશે તો સર્વાર્થસિદ્ધિમાં જશે. સમજાણું કાંઈ ?
(અહીં) તો કહે છે કે-ઉપશમ હોય કે ક્ષાયિક હોય, ( એ હેય છે.) આહા. હા! જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ તો ઉદયભાવ છે તે તો હેય જ છે. પંચમહાવ્રતાદિના વિકલ્પ આવે છે તે પણ છે તો હેય. જ્યારે ક્ષાયિક-ઉપશમભાવ હેય છે તો ઉદયભાવની વાત શું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com