________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૨૧-૫૫ - ૧૦૫ અનંતગુણનો પિંડ (આત્મા) જે છે તે દૃષ્ટિમાં આવ્યો. તેમાં એક એવો ગુણ છે જે ભાવ નામનો છે, તેના કારણે નિર્મળપર્યાય થાય અર્થાત્ તેનું ભવન થવું... થવું.... થવું એવો તે ભાવ નામનો, એનો (આત્માનો) ગુણ છે અને એક “ક્રિયા” નામનો ગુણ છે. એ તો ગુણનું વર્ણન છે. ગુણમાં એક પછી એક (એટલે કે થવું... થવું થવું તેમ) નથી. ગુણ તો ત્યાં (આત્મામાં) એકસાથે અનંત છે. તેમાં એક ક્રિયા નામનો ગુણ છે કે જે વિકૃત અવસ્થા તે સમયે પોતાના કારણે પકારકથી પરિણમતી હતી, તેનાથી રહિત પરિણમન કરવું એવી આત્મામાં ક્રિયા નામની શક્તિ છે, ગુણ છે, સત્ત્વ છે, ભાવ છે, સ્વભાવ છે. આહા... હા! સમજાણું કાંઈ ?
વાતો ઝીણી બહુ, બાપુ! આ માર્ગ બાપા! સર્વજ્ઞથી અનુભવથી સિદ્ધ થયેલો છે! જેની જે પર્યાય જે સમયે ઉત્પન્ન થવાવાળી છે તેમાં એના ઉત્પાદમાં ધ્રૌવ્યનો પણ આશ્રય નથી. વ્યયનો આશ્રય વ્યયને. ઉત્પાદનો આશ્રય ઉત્પાદન અને ધ્રુવનો આશ્રય ધ્રુવને. આહા... હા ! આ વાત !! દ્રવ્યની-વસ્તુસ્વરૂપની મર્યાદા જ એવી છે!
એવો અનંતગુણનો પિંડ પ્રભુ, પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન (સ્વરૂપે છે), અને એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, તેથી દરેક ગુણ પણ પકારકનું રૂપ લઈને વિધમાન છે; એની દષ્ટિ થઈ તો એ પર્યાય પણ–ષકારકરૂપની પરિણતિની પર્યાય-પકારકથી પોતાનાથી છે. શું કહ્યું? પકારક જે છે તેની પરિણતિ-પર્યાય સ્વતંત્ર પોતાના પકારકની પરિણતિથી છે. [ એમ જ્ઞાનગુણમાં પણ છે]. પણ એ સમયે બીજા ગુણમાં જે પદ્યરકની પરિણતિ છે તે આ (જ્ઞાનગુણના પર્ફોરકના) કારણે નથી. અર્થાત્ ગુણમાં બીજો ગુણ નથી. ગુણના આશ્રયે ગુણ નથી. દ્રવ્યના આશ્રયે ગુણ છે. બીજો ગુણ એ સમયે જે પકારકરૂપે પરિણમે છે તે પકારકશક્તિ” નું પરિણમન છે એ કારણથી નહીં. આ એવી ઝીણી વાત છે!
આહા... હા ! વસ્તુસ્થિતિ જ એવી છે! સર્વજ્ઞ ભગવાને જોઈ એવી કહી અને એવી છે! હવે આ સમજ્યા વિના, લાખ-કરોડ બીજા ક્રિયાકાંડ કરીને મરી જાય ને.. (તોપણ તેનાથી ભવનો અંત થાય, તેમ નથી). સમજાણું કાંઈ ? દ્રવ્યનો સ્વભાવ જ એવો છે અને પર્યાયનો સ્વભાવ જ એવો છે. પરની અપેક્ષાથી પોતાનું ઊપજવું નથી. પર નામ (કહેતા) દ્રવ્ય-ગુણ. ( એ સિવાયના) પરની-નિમિત્તની તો વાત જ નથી. નિમિત્ત તો સ્પર્શતું પણ નથી.
સમયસાર” ત્રીજી ગાથામાં આવ્યું ને...! કોઈ પણ દ્રવ્ય પોતાના ધર્મને ચુંબે છે. પોતાના ધર્મ અર્થાત્ દ્રવ્ય, ગુણ અને પર્યાય. ત્રણે એને ચુંબે છે, પરને ચુંબતા નથી એટલે કે પદ્રવ્યને ક્યારે ય સ્પર્શતા નથી. આહા... હા! આ તો કંઈ વાત છે! અગ્નિને પાણી સ્પર્ફે જ નથી અને પાણી ગરમ થાય છે. આમ છે, ભગવાન! આ હોઠ છે, અને આ છે (જીભ તે બીજા) રજકણ છે, તો તે એને ક્યારે ય સ્પર્શતા જ નથી. અને રોટલીનો ટુકડો થાય છે તો દાંતના રજકણ (રોટલીના) ટુકડાને અડતા નથી. આવી વાત છે!
અહીંયાં કહે છે કેઃ પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. ત્યાં (ત્રીજી ગાથામાં) એમ નથી કહ્યું. ત્યાં કહ્યું કે પોતાના ધર્મ-દ્રવ્ય-ગુણ-પર્યાયને ચુંબે છે. એ તો પરથી ભિન્ન કરવા માટે બતાવ્યું. હવે પોતાનામાં પણ બે પ્રકાર થયા: ગુણ અને દ્રવ્ય એક છે, ગુણ પણ શાશ્વત છે અને દ્રવ્ય પણ શાશ્વત છે. ગુણના પ્રદેશ છે તે દ્રવ્યના પ્રદેશ છે. (પણ) પર્યાયના પ્રદેશ અમુક (અપેક્ષાએ) ભિન્ન છે. માટે કહે છે કે પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી અને દ્રવ્ય છે તે પર્યાયને સ્પર્શતું નથી,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com