________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ છે; જેમ સમુદ્રમાં ભરતી કાંઠે આવે છે એમ જેની પર્યાયમાં સંયમ અને જ્ઞાનની ભરતી આવી ગઈ છે તે અમારા ગુરુ છે. એમ કહે છે. આહા.. હા! “સંયમ અને જ્ઞાનની મૂર્તિ”—એ તો જાણે “જ્ઞાનની મૂર્તિ'. પર્યાયમાં હોં! “કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર” વિષયવાસના-કામ, એ રૂપી જે હાથી, એના કુંભસ્થળ (લમણાના ભાગ) ને ભેદવાવાળા (છે) ! આહા.... હા ! સમજાણું કાંઈ?
એ “સમ્યજ્ઞાન દીપિકા' માં આવ્યું છે ને ! પણ લોકો એની (સમજ્યા વિના) ટીકા કરે છે ને...! “ જેમ કે જેને માથે ધણી-પતિ છે, એનો કોઈ દોષ (વિવશપણે) થઈ જાય તો (તે) બહાર આવતો નથી. તેમ જેને માથે આત્મા ધણી છે એ કોઈ રાગાદિમાં આવી જાય તો તે બહાર પડતા નથી.” તેમણે (ક્ષુલ્લકજીએ ) વિષય સ્થાપિત કર્યો નથી. પણ એમ ત્યાં લઈ લે છે કે જુઓ: વ્યભિચાર (ને પણ દોષ ગણ્યો નથી). અર... ૨! પ્રભુ! “રાગ’ વ્યભિચાર છે, પ્રભુ ! એને છોડવો છે, તો પરસ્ત્રીનો ત્યાગ-જ્યાં ધર્મીન-સમકિતીને અંદર સ્થિરતા થાય તો સ્વસ્ત્રીનો પણ ત્યાગ હોય છે. તો પરસ્ત્રીના ત્યાગની- (એ) વાત જ શું કરવી? એ તો ત્યાગ, ત્યાગ ને ત્યાગ જ હોય છે. સમજાણું કાંઈ ?
અહીંયાં કહ્યું: “કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર” છે. એવી ચીજ (જ્ઞાનદશા) છે! અહીં તો જ્યાં જરી શુભરાગનો પણ ત્યાગ છે ત્યાં પરસ્ત્રીનો વ્યભિચાર....! એ વાત. અરે, પ્રભુ! શું કરે છે તું આ?! અને એનો અર્થ એવો છે કાંઈ ?! (ખરો અર્થ તો) એનો બતાવ્યો હતો; તો ય એમ કરીને વાંધો ઉઠાવી, ગ્રંથ) ફેંકી દીધા! આહા....હા! આ જગતની એવી ચીજ છે !!
કાલે કહ્યું હતું ને.. “પદ્મનંદિપંચવિંશતિકા' માંથી. ર૬મા અધિકાર (બ્રહ્મચર્યાષ્ટક) માં નવ ગાથા છે. ભગવંત! તારું બ્રહ્મચર્ય તો એવું છે કે તારામાં શુભભાવ પણ ન થવો જોઈએ. પરસ્ત્રીનો ત્યાગ હોય જ છે. સ્વસ્ત્રીનો પણ ત્યાગ (હોય). પણ ભોગ, એ તો મહાપાપનું કારણ છે, દીર્ઘ સંસારની વૃદ્ધિનું કારણ છે.
પ્રશ્નઃ નિર્જરા અધિકાર (“સમયસાર')માં આવે છે ને?-“જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ.
સમાધાન: બાપુ! એ ભોગ નિર્જરાનો હેતુ નથી. ત્યાં (સમ્યગ્દષ્ટિને) દષ્ટિનું અંદર જોર વર્તે છે. “શુદ્ધ ચૈતન્યઘન, આનંદકંદ પ્રભુ (છું)' એવી દષ્ટિના જોરની પ્રશંસા કરવા માટે જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. પણ “ભોગ” ક્યારે કોઈને નિર્જરાનો હેતુ હોય છે? એ તો પાપ છે!
ત્યાં (“પદ્મનંદિપંચવિંશતિકા' ની) ઘણી ગાથામાં બ્રહ્મચર્યનું વર્ણન કર્યું છે. પરસ્ત્રીના ત્યાગની તો વાત (જ) શું કરવી? એ તો સજ્જનને હોય જ. સાધારણ સજ્જનને પણ એ હોય છે. એ તો નૈતિકજીવનમાં ત્યાગ હોય છે. પણ સ્ત્રીનો ભોગ પણ ત્યાગ કરવા લાયક છે, કારણ કે એ ભોગ પણ પાપ છે. ત્યાં એ “બ્રહ્મચર્ય” નું વર્ણન કરતાં કરતાં ઘણું કહ્યું છે. શરીરથી વિષય લેવો એ તો પાપ છે જ. પણ શરીરથી બ્રહ્મચર્ય પાળવું એ પણ પુણ્ય છે. એ પાપ અને પુણ્યથી રહિત, ભગવાન આત્મા આનંદસ્વરૂપ પ્રભુ; એનો ભેટો કરીને આનંદની સાથે લીન થવું, એ બ્રહ્મચર્ય છે. આહા.... હા! એ બ્રહ્મચર્ય! પછી કહ્યું; બ્રહ્મચર્યની વ્યાખ્યા તો હું આમ કહું છું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com