________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૪ – ૨૨૩ (શ્રોતા ) તીર્થકર થયા ઈ બધા અપરાધ કરીને થયા? (ઉત્તર) અપરાધ કર્યો ત્યારે તીર્થંકરપ્રકૃતિ બંધાણી. એનાથી કલ્યાણ નથી. એ અપરાધનો ભાવ છેદીને કેવળ થશે ત્યારે પ્રકૃતિના ઉદયનો સંયોગ થશે; એમાં એને શું? આવી વાતો !! બહુ આકરી, બાપા! લોકોને વાત બેસતી નથી ને... એટલે વિરોધ કરે છે. સમજાણું કાંઈ ?
અહીં તો પરમાત્મા એમ કહે છે કે તારા પરમાત્મામાંથી ખસીને, અમે આ ભગવાન છીએ (તો) પરમાત્મા પરમાત્મા પરમાત્મા... પરમાત્મા (એમ) નામસ્મરણ, (તેમજ અમારા પ્રત્યેનો) ભક્તિનો ભાવ, યાત્રાનો ભાવ, પૂજાનો ભાવ, એ બધો અપરાધ છે, પ્રભુ! આવી વાતો છે !!
એ (આત્મા) તો જ્ઞાન અને આનંદસ્વરૂપ છે ને.. પ્રભુ! એમાંથી જેટલી (બાહ્ય) વૃત્તિ ઊઠે (તે) ચાહે તો પંચમહાવ્રતની, ભગવાનની ભક્તિની (હોય) તે અપરાધ છે. અને ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ; એના સંમુખની જે પરિણતિ થાય છે તે વીતરાગપરિણતિ એ નિરપરાધ છે.
અરે.. રે! (લોકો) એમ કે: શરીર કંઈક ઠીક હોય, આબરૂ ઠીક હોય, બહારમાં જરા ઓલું (ઉઘાડજ્ઞાન) હોય, (તો) થઈ રહ્યું ! (ભલે ને પોતે) મૂંઝાઈને પડ્યા (હોય). વ્રત ને તપની કંઈક ક્રિયા કરતા હોય એટલે સંતોષાઈ ગયો જાણે આપણે-અહોહો ! શું કર્યું? બાયડીછોકરા છોડ્યાં, પાંચદશ લાખની પેદાશ હોય એવી દુકાન છોડી (બસ! થઈ રહ્યું). અરે, પ્રભુ! (નિવૃત્તિ લઈને) કરવાનું બાપું આ છે અત્યારે !
જિજ્ઞાસા: વાંચન કરવું એ અપરાધ છે ને..?
સમાધાન: વાંચન કરવું પણ એમાં લક્ષ રાખવું ને.. કે: આત્માનો નિર્ણય કરવો ને....! આત્માના ભેદજ્ઞાનને લક્ષે વાંચન કરતાં તેને ભેદજ્ઞાનનું લક્ષ થાય કે, આ (આત્મા) રાગથી ભિન્ન છે એટલું. પછી કરવું તો એને છે.
અહીંયાં કહે છેઃ નિરપરાધ આત્મા બંધનને કદાપિ (સ્પર્શતો નથી જ). “વંશનું નેવ ગીત” “નાતુ' છે ને..! “ ઇવ નાતુ' – “નીતુ' એટલે કદાપિ-કોઈ પણ કાળે “ ઇવ'. આહા. હા! આ તો અંતરની વાતો છે, ભાઈ ! લાખ તપ કરે ને અપવાસ કરે ને ક્રોડોનાં દાન કરે ને અભિગ્રહ ધારણ કરે ને રસત્યાગ કરે ને; પણ એને જ્યાં સુધી આત્માનો રસ ન પ્રગટે ત્યાં સુધી એ અપરાધી છે.
જિજ્ઞાસાઃ હમણાં નિવૃત્તિ લીધી એનાં વખાણ કર્યા અને હવે એને (કહો છો કે અપરાધી છે) !
સમાધાન: આ તો નિવૃત્તિ લે એને કરવાનું આ છે, એમ કહ્યું. નિવૃત્તિ લઈને પછી કરવાનું તો આ છે કે નહીં? અંતનિવૃત્તિ કરવાની છે ને...! પ્રવૃત્તિવાળાને તો વખતેય મળે નહીં. એ દુકાને બેઠો હોય ને માણસ-નોકર ને આમ હોહા. હોહા ! અને એ બધી સાવધાની. અહીં જુઓ તો અંદરમાં ન મળે- અંદર કોણ છે અને શું છે? કાંઈ ગતાગમ ) નહીં.
આહા.... હા ! “નિરપરાધી આત્મા બંધનને કદાપિ ”- “કદાપિ' કોનો અર્થ કર્યો: ‘નાતુ' નો. “સ્પર્શતો નથી જ. ‘નેવ= ‘ન+Uવ' નો અર્થ કર્યો ન જ, (નથી જ).
જે સાપરાધ આત્મા છે”. જે પ્રાણી શુભરાગને પણ કરે છે, જે પ્રાણી કાંઈ દયા, દાન, વ્રત, ભક્તિના શુભરાગને પણ કરે છે તે અપરાધી છે. આહા. હા આવું સાંભળવું કઠણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com