________________
પાછળનું
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૪ - ૨૪૫ સાથે બહુ વાતો રહેવા દેજે. (નહીંતર) ત્યાં ભ્રમણામાં પડી જઈશ. તને ત્યાં રાગમાં રોકશેઆનું કેમ ને આનું કેમ ને આનું કેમ? હવે ભાઈ ! “આનું કેમ” મરવા દે ને. દેહ છૂટી જશે.
રાજકોટના એક ભાઈ મ્યુનિસિપાલટીમાં ઉપરી. જાનમાં ગયેલા. મૈસૂબ વગેરે ખૂબ ખાધું હશે તો એકદમ ડબલ ન્યુમોનિયા, છેલ્લી સ્થિતિ. ત્યાં એક પોલીસ આવ્યો, એમને રાવસાહેબનો ઈલકાબ મળ્યો તે... અહીં મરે છે. હું ઊભો હતો ત્યાં. આહીં બાયડી માથે બેઠી ખૂણે જઈ પૂછયા કરે અમારે શું કરવાનું આ દીકરીનું ને ફલાણું ને...? (ભાઈની) આંખમાંથી આંસુની ધારા (વહે). આહા. હા! કીધું: અરે ! તમે અત્યારે રહેવા દ્યો ને, ભાઈ ! તમે શું કરો છો ? દેહુ છૂટવાના કાળ આવ્યા છે ને...! તમે આ પૂછો (છો) તમારા સ્વાર્થ માટે. થવાનું હશે તે થાશે. પણ મા” બા મૂકે નહીં. ઠેઠ સુધી એ બાયડી પછેછોકરીનું-છોકરાઓનઆનું કેમ કરવું? મારે શું કરવું? આહા... હા ! એ મરી ગયા.
આવે છે ને...? એ બધી લૂટારાની–ધુતારાની ટોળી છે! (ભાઈ) અનુકૂળ હોય ત્યાં સુધી અમારા... અમારા કરે. પ્રતિકૂળ હોય-બહુ તણાણું. છ છ મહિનાથી રાતે ઉજાગરા... દેહ છૂટતો નથી. (ઓલા) બહુ દુઃખી થાય છે. પણ વાત છે કે અમારે ઉજાગરા કરવા પડે છે એ વાત એ ન મૂકે.
એક ભાઈ અહીં આવીને એમ કહે કે મહારાજ! (દાદા) બહુ દુઃખી થાય છે.... બહુ દુઃખી. (કહ્યું) તમારે ઉજાગરા કરવા પડે એટલે તમે દુઃખી ને? કોઈ પૂછે કે ક્યારે મરી ગયા. કેમ મરી ગયા? તમે સૂતા હતા? એટલું ય ધ્યાન ન રાખ્યું? એટલે વારાફરતી ઉજાગરા કરવા પડે એના ખાતર ને...? પણ બોલે એમ કેઃ ઓલા દુઃખી છે... (દેહ) છૂટતો નથી, અર.. ૨. ર! પંદર દી હવે ખેંચે એમાં એને ગમે નહીં; કેમકે ઉજાગરા કરવા પડશે. આહા... હા!
અરે પ્રભુ! તું કોણ છો, ભાઈ ! ક્યાં તું આવી ચડયો છે? બેને (“બહેનશ્રીનાં વચનામૃત” /૪૦૧માં) લખ્યું ને...! “આ વિભાવભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે
ક્યાં આવી ચડ્યાં?” ભગવાન આનંદસ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ પોતાનું નિજ વતન; એને છોડીને શુભરાગમાં આવે તો એ પરદેશમાં આવ્યો, એ એનો દેશ નથી. એ (વિભાવભાવ) એના વતન નહીં. આહા.... હા! આવી વાતો છે! આ રાગ અને પુણ્યના વિકલ્પમાં આવતાં, એ દુઃખના દેશમાં આવ્યો. આનંદનો દેશ ભગવાનઆત્માનો, એને તો છોડી દીધો! આહા... હા! તો પછી આ બહાર બાયડી, છોકરી ને કુટુંબ ને મકાનને માટે હેરાન હેરાન (એ તો અતિ અતિ દુઃખના દેશમાં આવવા જેવું છે). આહા.. હા! સમજાણું કાંઈ ?
અહીંયાં કહે છે: “શમરૂપી સમુદ્રના જળબિંદુઓના” એટલે આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપી આત્મામાં ઠરે છે ત્યારે તેને સમતારૂપી વીતરાગીજળ પ્રગટે છે. શુભ-અશુભભાવ એ તો રાગનો (ભાવ) વિષમભાવ (છે). શુભ-અશુભભાવ છે એ અસમતા-વિષમભાવ છે; એનાથી છૂટીને
અંદરમાં એકાગ્ર થાય છે ત્યારે શમરૂપી–સમતારૂપી સમુદ્રનાં જળબિંદુઓ નીકળ્યાં. આત... હા! વિતરાગરૂપી સમુદ્રમાંથી વીતરાગરૂપી સમુદ્રના જળબિંદુઓના સમૂહથી પવિત્ર થાય છે.”
આહા.. હા! વીતરાગસ્વરૂપી ભગવાન આત્મા તો શાંતિ શાંતિ.. શાંતિ..શાંતિ, તદ્દન અકષાયસ્વભાવનો પિંડ પ્રભુ (છે); એમાં એકાગ્ર થતાં શાંતિના સમુદ્રનાં જળ બહાર પ્રગટે છે, સમુદ્રમાંથી શાંતિનાં જળ બહાર આવે છે, એનાથી પવિત્ર થાય છે. એટલે તો એમ કહ્યું કે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com