________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૬૫ નથી. સમજાય છે કાંઈ ?
ભગવાનનો માર્ગ ન્યાય-લોજિકથી છે. જેમ તેમ નથી. ન્યાયથી છે. “પ્રવચનસાર ગાથા-૨૩૪ની ટીકામાં કહ્યું છે ને.! ભગવાનની વાણી અર્થાત્ આગમમાં જે પદાર્થ-વસ્તુનું સ્વરૂપ કહ્યું તે સ્પષ્ટ તર્કથી સિદ્ધ થાય છે. એમ ને એમ માની લેવું એમ નહીં, પણ તર્કન્યાયથી સિદ્ધ થાય છે. આ જ ચીજ છે. બીજી (અન્યથા) કોઈ ચીજ નથી. આહા. હા! કાંઈ બધું યાદ ન રહે બહુ, પણ ભાવ ખ્યાલમાં હોય.
(અહીં કહ્યું કે- જે વિભાવગુણપર્યાયો છે તેઓ હય છે. “શા કારણથી ? કારણકે તેઓ પરસ્વભાવો છે, અને, તેથી જ પરદ્રવ્ય છે.” એટલું કહીને હવે સ્વદ્રવ્ય (વિષે) કહે છે. એટલું તો-ત્યાં સુધી (ક્ષાયિકભાવને) પરદ્રવ્ય કહી દીધું. હુંય છે, પરસ્વભાવ છે, પરદ્રવ્ય છે!
એક ભાઈએ કહ્યું કે તમે સમયસાર” નાં બહુ વખાણ કરો છો, “મેં તો પંદર દિવસમાં વાંચી લીધું.” મેં કીધું, “બાપુ! (એવી રીતે વાંચી જવું) એમાં કાંઈ નથી. આહા... હા! એના એક એક શબ્દમાં, ભાઈ ! (ઘણી ગંભીરતા છે). બાપા! એક કડી, એના એક શબ્દના ભાવ, એના સ્પષ્ટીકરણનો પાર નથી, એવી મહાપ્રભુ મોટી ચીજ છે !!'
અહીં હવે કહે છે કેઃ “સર્વવિભાવગુણપર્યાયોથી રહિત (શુદ્ધ) અંત:તત્ત્વ (સ્વરૂપ)” -કોણ છે? તેઓ ( વિભાવગુણપર્યાયો) હેય છે, એમ કહીને, કહ્યું કે પરસ્વભાવો છે અને તેથી જ પરદ્રવ્ય છે; ત્યારે સ્વદ્રવ્ય કોણ છે? સ્વદ્રવ્ય શું છે? તે કહે છે. ખરેખર
સર્વવિભાવગુણપર્યાયોથી રહિત, શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ” છે તે “સ્વદ્રવ્ય” છે, તે “ઉપાદેય છે.” શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય છે તે ઉપાદેય છે. આહા... હા! સમ્યગ્દષ્ટિને-ધર્મીને, એક ત્રિકાળી શુદ્ધઅંતઃતત્ત્વ છે તે ઉપાદેય છે.
..... વિશેષ કહેશે.
* * *
પ્રવચન: તા. ૭-૨-૧૯૭૮ “નિયમસાર.' કુંદકુંદઆચાર્ય કહે છે કે આ શાસ્ત્ર, મેં તો મારી ભાવના માટે બનાવ્યું છે. આહા... હા ! (ગાથા-૧૮૭માં) છેલ્લો શબ્દ છે ને...! “મણ વં” એવો શબ્દ ક્યાંય (“સમયસાર”, “પ્રવચનસાર' આદિમાં) નથી. અહીં આ શબ્દ પડ્યો છે. મેં નિજભાવનાનિમિત્તે “નિયમસાર' નામનું શાસ્ત્ર કર્યું છે. “મેં કર્યું છે' એમ લખ્યું છે, તો
એમાંથી કોઈ એમ કહે કે, જુઓ! શબ્દને એ કરે છે કે નહીં? –એમ નથી. એ તો એમ કહે છે કે “કર્યું છે” , એ તો ભાષાનો ભાવ છે. મેં મારી ભાવના-અંદર આનંદસ્વરૂપ ભગવાન; એની વારંવારની એકાગ્રતા માટે આ (શાસ્ત્ર) બનાવ્યું છે. આહા.. હા ! છે ને છેલ્લેઃ “મણ છવું.” ભાવના માટે મેં કર્યું, એમ શબ્દ છે.
આહા. હા! આ ૫૦મી ગાથા તો અલૌકિક છે. પહેલાં આવી ગયું ને..! જે કોઈ પણ વિભાવગુણપર્યાયો છે, તે વ્યવહારનયથી જાણવાલાયક છે, એમ કહ્યું હતું. “પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે તેઓ હેય છે.” જાણવાલાયક તો છે, પણ હેય છે. વ્યવહાર આવે છે, પર્યાય છે, તે બધું જાણવાલાયક તો છે પણ હેય છે. સમજાણું કાંઈ? જો પર્યાયને ન જાણે તો તો યથાર્થ દ્રવ્યના આશ્રયની જ ખબર નથી! એકાંત થઈ જશે! પર્યાય છે, વ્યવહાર છે, તે જાણવા લાયક છે!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com