________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૫૪ – ૨૯ વ્યક્ત-અવ્યક્ત બન્નેનું એકસાથે જ્ઞાન હોવા છતાં પણ એ પર્યાયને સ્પર્શે છે, સામાન્યને સ્પર્શતો નથી. જેને અહીં “સાર” કહ્યું. આહા.... હા! ત્યાં કહે કે એને-સારને પર્યાય સ્પર્શતી નથી. વાતો ઝીણી બહુ, બાપુ! અંદર આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, ઈશ્વરતા આદિની પર્યાય જે વ્યક્ત છે તે જ વેદનમાં આવે છે. વેદનમાં ધ્રુવ આવતું નથી. તેથી ત્યાં એમ કહ્યું કે: ધ્રુવને આત્મા સ્પર્શતો નથી; એ આત્મા પર્યાયરૂપ છે.
સમજાય છે કાંઈ? કઈ અપેક્ષાએ કથન છે એ સમજ્યા વિના, એકાંત તાણે-એ ન ચાલે, ભાઈ !
આ તો મહા પરમાત્મા ત્રિલોકનાથ સર્વજ્ઞસ્વરૂપી જ પ્રભુ આત્મા છે! આહા... હા! દરેકનો આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ જ છે. દરેક ભગવાનસ્વરૂપ છે.
એ પણ અહીં વ્યાખ્યાનમાં આગળ આવી ગયું. (શ્રી જયસેનાચાર્યકૃત “તાત્પર્યવૃત્તિ” ટીકા બંધ અધિકાર ‘સમયસાર' ગાથા-૩/૬ થી ૩૦૮. આત્મ-ભાવના.) સર્વ જીવ સર્વકાળ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાનસ્વરૂપી છે. એવી ભાવના ધર્મીએ ભાવવી જોઈએ. હમણાં બહુ ઝીણાં, ૧૦૫ લગભગ, વ્યાખ્યાન (થઈ ગયાં છે) બધાં ઝીણાં છે, સૂક્ષ્મ છે. ૪૭ શક્તિથી શરૂ કર્યા હતાં તે અહીં સુધી આવ્યું છે. અહીંથી એમાં ૫૦ લેવાનાં છે.
ત્યાં “અલિંગગ્રહણ” માં એમ કહ્યું: આત્મા સામાન્ય દ્રવ્ય છે. અહીંયાં કહ્યું: એક સાર (છે), તે પર્યાયને સ્પર્શતું નથી. આત્મા જે સામાન્ય, છે તે સામાન્ય, પર્યાયને સ્પર્શતું નથી. પર્યાયનું વદન પર્યાયમાં છે. વેદન તો એને પરિણતિનું છે. ત્રિકાળી પરિણામિક જ્ઞાયકભાવરૂપ જે સમ્યગ્દર્શનનો વિષય છે. એ કાંઈ વેદનમાં આવતો નથી. વેદનમાં તો સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિ આદિ પર્યાય આવે છે. આત્મા સામાન્યને સ્પર્શ કરતો નથી, એવો પર્યાયરૂપ શુદ્ધાત્મા છે-એમ આ વાત કહી છે. આહા... હા ! સમજાય છે કાંઈ ? એ અહીં કહ્યું.
ત્યાં પણ બે વાત સિદ્ધ કરી–પર્યાય પણ છે અને સામાન્ય પણ છે. આત્મા ( અર્થાત પર્યાય ) સામાન્યને સ્પર્શતો નથી. કેમ કે વેદનરૂપ પર્યાય એ આત્મા. અમારે તો અતીન્દ્રિય આનંદ જે વેદનમાં આવ્યો, પર્યાયમાં આવ્યો તે હું !
આહા.. હા! અહીં કહે છે: “સર્વ તત્ત્વોમાં' સર્વ તત્ત્વો તો સિદ્ધ કર્યા. પણ એક સાર” -ત્રિકાળી વસ્તુ એક સાર છે કે, જ્યાં દષ્ટિ પડવાથી આખા આત્માની પ્રતીતિ અનુભવમાં થાય
છે.
આહા... હા! આ તો હજી પહેલાં સમ્યગ્દર્શનની વાત છે. આટલી મોંઘી, આવડી મોટી ચીજ મૌજૂદ છે! છે તો સ. તો સત છે (તે) સરળ, સુંદર, સર્વત્ર જ્યાં હોય ત્યાં સર્વત્ર (છે). (તો) ધ્રુવ તો સર્વત્ર મૌજૂદ છે ને...? (છે), પણ એ તરફ લક્ષનો ઝુકાવ અનંતકાળમાં કર્યો નથી! મુનિવ્રત ધારણ કર્યા, પંચ મહાવ્રત લીધાં, ૨૮ મૂળ ગુણ પાળ્યાં, નગ્ન દિગંબર (મુનિ થઈ ) જંગલમાં રહ્યો પણ આત્મા શું ચીજ છે એનું જ્ઞાન (આત્માજ્ઞાન) ન કર્યું એ વિના, બધાં વ્રત ને તપ નિરર્થક ગયાં. નિરર્થક એટલે ફળ તો છે પણ સંસાર; ભવના અભાવનું ફળ ન આવ્યું.
(અહીં) સર્વ તત્ત્વ સિદ્ધ કર્યા. સર્વ તત્ત્વો નથી, એમ નથી. શૂન્ય છે, એમ નથી. વેદાંતની પેઠે પર્યાય શૂન્ય છે એટલે કે પર્યાય છે જ નહીં, એમ નથી. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com