________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનઃ તા. ૨૦-૨-૧૯૭૮ (.. શેષાંશ)
(નિયમસાર) ગાથા-૮૩, ટીકા. “દિને દિને મુમુક્ષુજનો વડે”- મોક્ષના અભિલાષી જીવ વડે હંમેશાં સવાર અને સાંજ “ઉચ્ચારવામાં આવતો જે વચનમય પ્રતિક્રમણ નામનો સમસ્ત પાપક્ષયના હેતુભૂત સૂત્રસમુદાય તેનો આ નિરાસ છે ( અર્થાત્ તેનું આમાં નિરાકરણખંડન કર્યું છે).” વચનમય પ્રતિક્રમણ એટલે “મિચ્છા મિ દુધઈ' ને. આ નહીં ને આ નહીં ને આ નહીં, એ વચનમય રચના; એ સમસ્ત પાપક્ષયના હેતુભૂત છે. અહીં એકલું પાપ લેવું, પુણ્ય ન લેવું. અશુભભાવના ક્ષયના હેતુભૂત સૂત્રસમુદાય એટલે કે ભગવાનની વાણી (અનુસાર) સંતોએ જે પડિક્કમણ રચ્યું અને જે વાણી દ્વારા, વિકલ્પ દ્વારા બોલે છે તેનો આ નિરાસ છે. એવું વ્યવહારપ્રતિક્રમણના વચન અને વિકલ્પ તેનો આ નિરાસ છે (એટલે કે) એ પણ ખંડન કરવા લાયક. છોડવા લાયક છે. સમજાણું કાંઈ ?
મુનિરાજોએ-દિગંબર સંતોએ જે પ્રતિક્રમણની રચના કરી એ વચનમય રચના અને ત્યાં બોલતાં જે વિકલ્પ ઊઠે, એ બેય વ્યવહાર (છે) તેનું અહીંયાં ખંડન કરે છે. (કેમકે) એ કાંઈ સાચું પ્રતિક્રમણ નથી. છે...! “સમસ્ત પાપક્ષયના હેતુભૂત સૂત્રસમુદાય તેનો આ નિરાસ છે (અર્થાત્ તેનું આમાં નિરાકરણ-ખંડન કર્યું છે.”
આહા.... હા ! વ્યવહારપ્રતિક્રમણની શાસ્ત્રરચના કરે, અશુભથી આ “મિચ્છા મિ દુહ' ને...! (અહીં) કહે છે કે એ સૂત્રસમુદાય અને તેમાં થતો વિકલ્પ બેઉ નાશ કરવા લાયક છે, એને રાખવા લાયક નથી; કારણ કે એ વચનવ્યવહાર છે, એ બંધનું કારણ છે. (માટે તેનું) નિરાકરણ-ખંડન કર્યું છે. આચાર્ય મહારાજ કુંદકુંદાચાર્યના આ શ્લોક (ગાથા) છે. અને કુંદકુંદ આચાર્ય એમ કહે છે કે “આ શાસ્ત્ર મેં મારી ભાવના માટે બનાવ્યું છે.” અને એની ટીકા કરતાં પદ્મપ્રભમલધારિદેવ એમ કહે છે કે આમાં શુભનો-પ્રતિક્રમણનો (જે) વિકલ્પ છે, એ ખરું આવશ્યક નથી; (માટે) તેનું પણ ખંડન કર્યું છે.
હવે પરમ તપસ્યા એટલે અંદર ચારિત્ર હોં ! ( એ વિષે કહે છે કે, “પરમ તપશ્ચરણના કારણભૂત સહજવૈરાગ્યસુધાસાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર એવો જે જીવ”આહા... હા ! જેમ પૂનમનો ચંદ્ર હોય ત્યારે સમુદ્રમાં ભરતી બહુ આવે, તેર-ચૌદશ આદિમાં ભરતી થોડી આવે, પણ પૂર્ણ ચંદ્ર જ્યારે ઊગે ત્યારે દરિયામાં ભરતી બહુ અ
. જેનો | સહજવૈરાગ્ય અમૃતના સાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર સમાન એવો જીવ “(-પરમ તપનું [ ચારિત્રનું] કારણ એવો જે સહજ વૈરાગ્યરૂપી અમૃતનો સાગર તેને ઉછાળવા માટે ) જેમ દરિયામાં પાણીની ભરતી આવે તેમ જેને અંતરમાં આનંદની-નિર્વિકલ્પ આનંદ અને વીતરાગતાની-ભરતી પર્યાયમાં આવે; એનું નામ નિશ્ચય-સત્ય-સાચું પ્રતિક્રમણ છે.
વૈરાગ્ય' કીધો છે ને...! (એટલે કે) રાગથી હુઠી જાય છે ને...! સહજ વૈરાગ્યરૂપી અમૃતનો સાગર તેને ઉછાળવા માટે “ અર્થાત્ તેમાં ભરતી લાવવા માટે જે પૂર્ણચંદ્ર સમાન છે એવો જે જીવ” –મુનિ છે. જેની રમતું આનંદસ્વભાવમાં જામી ગઈ છે. આત્મા અતીન્દ્રિય આનંદનું પૂર પ્રભુ છે, અતીન્દ્રિય આનંદનો સાગર છે; (એની) પર્યાયમાં જે પરથી હઠીને, સ્વાભાવિક વૈરાગ્યરૂપી અમૃતનો સાગર ઉછાળવા સમર્થ છે (તે) પૂર્ણ ચંદ્ર સમાન છે. (એને ) પરથી તો વૈરાગ્ય છે, પણ જે પુણ્યનો વિકલ્પ ઊઠે છે તેનાથી પણ વૈરાગ્ય છે; એમ કહે છે. એટલે (કહ્યું કે ) જે સહજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com