________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪ – પ્રવચન નવનીત ભાગ-૨ પડે. માર્ગ તો વીતરાગનો આ છે, બાપા !
સુધી એ આત્મા નિરપરાધી ન થાય ત્યાં સુધી એને સ્વરૂપ તરફનો પ્રયત્ન કરવો પડશે. એ પ્રયત્નથી થશે. ત્યારે, ક્રમબદ્ધ થશે ને ? પણ ક્રમબદ્ધનો નિર્ણય પ્રયત્નથી થશે. આહા.... હા! જે કાળે થવાનું હશે તે થશે. “પણ જે કાળે થવાનું હશે તે થશે” એ નિર્ણય પ્રયત્નથી કરે છે. સમજાણું કાંઈ ?
જે સાપરાધ આત્મા છે “તે તો નિયમથી પોતાને અશુદ્ધ સેવતો થકો (સાપરાધ છે.)” જોયું! તે તો નિશ્ચયથી (પોતાને) અશુદ્ધ સેવતો થકો (સાપરાધ છે). એ શુભ અને અશુભભાવ બધા અશદ્ધ છે. અજ્ઞાની અશદ્ધને સેવતો અપરાધી થઈ અનંત નવાં કર્મને બાંધે છે. સાપરાધી જીવ-આ આત્મા એ તો નિશ્ચયથી પોતાને અશુદ્ધ સેવતો થકો અર્થાત્ એ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ મારાં છે અને (એ) મને લાભ કરશે એમ અજ્ઞાની-સાપરાધી નિશ્ચયે અશુદ્ધને જ સેવે છે. આહા... હા! એક એક ગાથા અને એક એક કડીમાં (તત્ત્વ) આખું-બેહદ ભર્યું છે!
“નિરપરાધ આત્મા તો ભલી રીતે શુદ્ધ આત્માનો સેવનાર હોય છે.” “ભલી રીતે કેમ કહ્યું? “મવતિ નિરપરાધ: સાધુ”- “સાધુ” છે ને.! (“શુદ્ધાત્મસેવા”). ભલી રીતે શુદ્ધ આત્માનો સેવનાર સાધુ-સાધુ એટલે ભલી રીતે. -એટલે શું? કે એણે ધારી રાખ્યું છે કે આત્મા શુદ્ધ છે અને અશુદ્ધ (છે) –એમ નહીં. (પણ) જેવો ભગવાન શુદ્ધસ્વરૂપ પવિત્ર છે, તેને તે રીત-ભલી રીતે-તેની સેવના, એકાગ્ર ( એકાગ્રતા) કરે છે. આહા... હા ! ધારણામાં ધારી રાખ્યું હોય કેઃ “આત્મા શુદ્ધાત્મા છે, અશુદ્ધનું સેવન કરવું એ આમ (દોષ) છે' તોય પણ (સેવના ન કરે તો) ત્યાં સુધી તે અપરાધી જ છે. સમજાણું કાંઈ ?
નિરપરાધ આત્મા તો”- “આત્મા તો કેમ કહ્યું? કે ઓલો (-સાપરાધ આત્મા) અશુદ્ધ સેવતો થકો-કહ્યું ને...! એટલે આ (નિરપરાધ આત્મા) તો ભલી રીતે શુદ્ધાત્મસેવી-શુદ્ધ આત્માનો સેવનાર-આત્માનો સેવનાર (હોય છે). આહા.... હા! ભગવાનની સેવા કરવી કે ભક્તિ કરવી (એ નહીં). આ તો આત્માનો અસેવનાર છે. આહા... હા ! જ્ઞાયક પરિપૂર્ણ પરમાત્મા; એના સંમુખની દષ્ટિ, જ્ઞાન અને રમણતા તે એની (આત્માની) સેવના છે. એ સેવના એ મોક્ષમાર્ગ છે.
અરે! અનંતકાળ ચાલ્યાં ગયાં, થાક્યો નહીં માળો ! અશુભમાંથી શુભમાં આવ્યો અને શુભમાંથી અશુભમાં આવ્યો, ત્યાં ને ત્યાં એણે રમતું માંડી !
નિરપરાધી ભગવાન આત્મા એ (તો) અશુભને ન સેવતો, પુણ્ય અને પાપના મલિન ભાવને ન સેવતો, નિર્મળાનંદનો નાથ પ્રભુ એની સેવા કરતો (થકો) એ સેવનાર હોય છે. આહા... હા! બહુ ટૂંકામાં પણ ઘણું ભર્યું! અહોહો! સંતોના સિંહનાદ તો આ છે. બકરાના ટોળામાં સિંહ ગરી ગયો હોય એને (પોતે) બકરું... બકરું કેવું લાગે. પણ જ્યાં એને બીજો સિંહ ભાળે અને આ તેની ત્રાડ સાંભળે ત્યાં એને ત્રાસ ન થાય. આ તો મારા જેવો જ સિંહ છે અને હું એના જેવો છું. જ્યાં સિંહુ ત્રાડ મારે ત્યાં આ બીવે નહીં. બકરા ભાગે (પણ) આ ન ભાગે. એમ ભગવાને દિવ્યધ્વનિ દ્વારા આમ ત્રાડ નાખી-ત્રણલોકનો નાથ પરમાત્મા તું છો ને..! આ રાગમાં ક્યાં સલવાઈ ગયો? બકરાના ટોળામાં આ તું સિંહ કેમ પેઠો?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com