________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
એમાં આ (વિષય-ભોગ તો ) ઝેરના પ્યાલા, પ્રભુ! અંતર અમૃતના આનંદના ઘૂંટ પી! આહા.... હા! શરીરથી બ્રહ્મચર્ય પાળવું એ પણ બ્રહ્મચર્ય નથી! એવાં શરીરથી તો બ્રહ્મચર્ય અનંતવાર પાળ્યાં છે, બાલબ્રહ્મચારી અનંતવાર થયો છે; એ બધું તો શુભરાગ છે. એ કોઈ ચીજ નથી ! સમજાણું કાંઈ ? આહા... હા! બ્રહ્મચર્યની વ્યાખ્યા એટલી કરીઃ મુનિ વીતરાગી સંત છે ! “ આનંદસ્વરૂપની રમણતા એ બ્રહ્મચર્ય છે.” હું યુવાનો! એવી વાત તમને ન રુચે અને અણગમો હોય તો માફ કરશો. હું તો મુનિ છું. બીજું શું કહું? આહા... હા ! વીતરાગી મુનિરાજ કહે છે!! મારી પાસે જે આ ચીજ છે તે અમે કહીએ છીએ; તમને ઠીક ન પડે તો માફ કરજો. ભાઈ ! વીતરાગી સંતની આ ‘એકત્વસસતિ’ બીજાને ઠીક લાગે ન લાગે એની સાથે તુલના ન કરે. પણ તમને દુઃખ લાગે (તો માફ કરશો, એમ નિષ્કારણ કરુણા અને અલૌકિક સજ્જનતાવશ કહે!!) અમે તો બ્રહ્મચર્ય એને કહીએઃ આનંદઘન, બ્રહ્મનો ઘન, આનંદનો બ્રહ્મ, તું પરમાત્મા છો, એમાં રમણ ( કર ).
(બીજે ઠેકાણે પણ ) આવે છેઃ અંદર એકસ્વરૂપ પરમાત્મા, એમાં ૨મવું એ બ્રહ્મચર્ય. બ્રહ્મ=આનંદ+ચર્ય=રમવું; બ્રહ્મ=આનંદ ભગવાન પ્રભુ+એમાં ચર્ય=ચરવું, રમવું, જમી જવું; જેમ પશુ ઘાસ ચરે છે એમ અમે બ્રહ્મમાં ચરીએ છીએ. એ બ્રહ્મચર્ય છે. વાત તો આવી છે, પ્રભુ! ઠીક પડે કે ન પડે. આહા... હા! જેમ પશુ ચરે છે એમ અમે બ્રહ્મભગવાન આનંદસ્વરૂપમાં ચરીએ છીએ, આનંદનું ભોજન કરીએ છીએ. આહા... હા! અતીન્દ્રિય આનંદમાં ચરવું-ભોજન કરવું એને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ. તને ઠીક ન પડે તો માફ કરજે. આહા... હા ! ગજબ કરે છે! અ૨૨! આ વીતરાગી સંતો તો જુઓ (કેવા કરુણામૂર્તિ છે!!)
(‘સમયસાર ') પાંચમી ગાથામાં કુંદકુંદાચાર્ય (ફરમાવે છે ને...!) “છાં ન ઘેતવં પ્રભુ ! હું અનુભવની વાત કરું છું. એમાંથી કોઈ ભાષા મારાથી આવી જાય, તને ઠીક ન પડે; મારું વજન સંસ્કૃત ને ભાષા ઉપર નથી, મારું વજન તો અંતર આનંદના અનુભવ ઉ૫૨ છે, એ વાત કરવામાં મારી ભાષામાં કંઈ ફેર પડી જાય; તો “છાં ન ઘેતવં.” તમે એના (વ્યાકરણના ) જાણનાર હો અને તમારા જાણવામાં આવી જાય કે આ ઠેકાણે ભૂલ છે તો શબ્દોનું ધ્યાન રાખતા નહીં! અમે તો અંતર આત્માનુભવની વાત કરીએ છીએ. તે તરફ તારું લક્ષ જવું જોઈએ!
અહીંયાં કહે છે: જુઓ શ્લોકાર્થ-“ આત્માનો નિશ્ચય તે દર્શન છે.” નવ તત્ત્વની શ્રદ્ધા (વગેરે ) ની વાત કાઢી નાખી. એ અહીં પરમાત્મા કહે છે ને...! નિશ્ચયનયાત્મક ૫૨મસ્વભાવસ્વરૂપ પરમાત્મા-એ આત્મા; એ આત્માનો નિશ્ચય (એ સમ્યગ્દર્શન ). આહા... હા! આત્માની પર્યાયનો નિશ્ચય કે ગુણભેદનો નિશ્ચય, એમ ન લીધું, (પરંતુ ) અખંડ, અભેદ, એકરૂપસ્વરૂપ-એવો આત્મા, ભગવાનઆત્મા; એનો નિશ્ચય, એનો નિર્ણય, એ સમ્યગ્દર્શન છે! વ્યવહા૨સમ્યગ્દર્શન એ તો આરોપિત કથન છે, એ તો રાગ છે. વ્યવહારસમ્યગ્દર્શન ( એ ) કંઈ દર્શન( શ્રદ્ધા ) ની પર્યાય નથી. તે તો રાગની પર્યાય છે. (એવી ) રાગની પર્યાયમાં નિશ્ચયસમ્યગ્દર્શનનો આરોપ કરીને વ્યવહાર કહેવામાં આવ્યો છે. આહા... હા ! સમજાય છે કાંઈ ? ‘મોક્ષમાર્ગપ્રકાશક’ સાતમા અધ્યાયમાં કહ્યું છે: એ નિશ્ચયની સાથે એવું નિમિત્ત-રાગ છે એને ઉપચારથી વ્યવહારસમતિ કહેવામાં આવ્યું છે. એ સમક્તિની પર્યાય નથી. આ નિશ્ચયદર્શન એ સમ્યગ્દર્શનની પર્યાય છે. આહા... હા ! આવું છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com