________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૩ – ૨૦૩ વૈરાગ્યરૂપી અમૃતનો સાગર તેને (ઉછાળવા માટે) અર્થાત તેમાં ભરતી લાવવા માટે જે પૂર્ણ ચંદ્ર સમાન છે. એવો જે ધર્માત્મા-ચારિત્રવંત, એને મુનિ કહીએ અને ચારિત્રવંત કહીએ. આહા... હા !
“અપ્રશસ્ત વચનરચનાથી પરિમુક્ત”—અશુભભાવની રચનાથી તો પરિમુક્ત, એટલે કે અશુભભાવ તો છોડી દીધો છે. (એમ) કહે છે. પરિમુક્ત= “પરિ' એટલે સમસ્ત પ્રકારે (મુક્ત” એટલે) છોડવું. “(-સર્વ તરફથી છૂટેલો) હોવા છતાં પ્રતિક્રમણ સૂત્રની વિષમ (વિવિધ) વચનરચનાને (પણ) છોડીને ” આ વ્યવહારપ્રતિક્રમણ જે બોલે છે ને... એનો વિકલ્પ ઊઠે છે, એવી જે વિષમ વચનરચના-શાસ્ત્રની રચનામાં “મિચ્છા નિ ફુક્કડું' આ મારી ભૂલ થઈ (તે) “મિચ્છા નિ' (એમ આવે), એ વચનરચના વિષમ છે (એમ) કહે છે; અને એનો ભાવ પણ વિષમ-અસમતા છે. જે વ્યવહારપ્રતિક્રમણ છે તે વિષમભાવ છે, એ સમતાભાવ નથી કેમકે એ વિકલ્પ ને રાગ છે.
આવી દશા પંચમ આરાના સંતોની પણ હોય તો તેને મુનિ કહેવાય, નહીંતર મુનિ કહેવાય નહીં; એમ કહે છે. પોતે મુનિ છે. પોતાની વાત કરે છે. પદ્મપ્રભમલધારિદેવ પોતે આચાર્ય નથી, મુનિ છે.
પ્રતિક્રમણ સૂત્રની “વિષમ” (વચનરચના) નો અર્થ “વિવિધ ' કર્યો વિવિધ પ્રકારના શબ્દો હોય ને..! આમાં વિકલ્પ પણ વિવિધ પ્રકારના આવે ને..! (“સમયસાર) મોક્ષઅધિકાર” માં જેને વ્યવહારપ્રતિક્રમણના ભાવને-વિષકુંભ-ઝેરનો ઘડો કહ્યો છે. અને એનાથી રહિત એટલે કે ભગવાન રાગથી ભિન્ન પડીને (પોતામાં) ઠરી જાય એ અમૃતનો કુંભ છે. અહીંયાં “અમૃતનો સાગર' કીધું ને..વૈરાગ્યરૂપી અમૃતના સાગરને (ઉછાળવા માટે અર્થાત તેમાં) ભરતી લાવવા માટે જે તૈયાર છે. આહા... હા! આવી આકરી વાતું!
હુજી (લોકોને) બહારથી નિવૃત્તિ લેવાનો પ્રસંગ (અવકાશ) નહીં! અહીંયાં તો “(મુનિ) અશુભથી તો છૂટયો છે; શુભથી છૂટે ત્યારે તેને સારું પ્રતિક્રમણ થાય” આ એની વસ્તુની સ્થિતિ છે; એ રીતે પણ હજી જેને શ્રદ્ધાનાં ઠેકાણાં નથી તે તો ડામાડોળ-રાગમાં એકાકાર થઈને પડ્યા છે; તેને તો વ્યવહારપ્રતિક્રમણ નથી અને નિશ્ચયે ય નથી. આ નિશ્ચય (પ્રતિક્રમણ) હોય તો તેને આવો વિકલ્પ-વ્યવહારપ્રતિક્રમણ હોય. એ પણ ઝેર છે (એમ) કહે છે.
વ્યવહારપ્રતિક્રમણમાં જે શુભરાગ ઊઠે છે ને...! એ અનેક પ્રકારના વિકલ્પો છે અને વચનરચના પણ અનેક પ્રકારની હોય (છે) –એમ એને વિવિધ પ્રકારનો કહીને, એમ કહે છે કે ( એને પણ) છોડીને “સંસારલતાનાં મૂળ-કંદભૂત”-સંસારરૂપી વેલડી, સંસારના ઝાડની વેલડી જે અનાદિથી ફાટી (ફાલી) છે, અર્થાત; એકેંદ્રિય, હિંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય (આદિનાં) ભવ, એવી સંસારરૂપી વેલડી (નાં મૂળ) –કંદભૂત “સમસ્ત મોહરાગદ્વેષ ભાવ” એ મોહરાગદ્વેષ કેવા છે? કે: સંસારરૂપી વેલડીનાં મૂળ-કંદભૂત છે; મૂળ છે, એમાંથી બધો સંસાર-ભાવ ફાટે છે.
આહા... હા! અહીં તો પુણ્ય-વ્યવહારનું પ્રતિક્રમણ છે. એ (પુણ્યને) પણ સંસારની લતામાં નાખી દેવું છે! એને લોકો વ્યવહારસાધન કહે (ક) આ સાધન છે અને નિશ્ચય સાધ્ય છે. અરે ભાઈ ! (એમ નથી).
એક જૈનપત્રિકામાં આજે બહુ વિરોધનું લખાણ આવ્યું છે. એ લોકો (સોનગઢ) નિમિત્તને માનતા નથી. ઉપાદાનથી જ કામ થાય (એમ માને છે ). ઘણું બધું (લખાણ ) આવ્યું છે! (પણ).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com