________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ (શ્રોતા ) નિશ્ચય, વ્યવહારનો ખૂબ ખુલાસો કર્યો! ( ઉત્તરઃ) આ તો આ (વસ્તુસ્થિતિ) છે!! નિશ્ચય-વ્યવહારની સ્થિતિ તો આ છે. એ અહીં કહે છે:
ચૌદ માર્ગણાના કેટલા ભેદ આવ્યાઃ ગતિ, ઇંદ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંન્નિત્વ અને આહાર. –એ ચૌદ માર્ગણા છે. -એ (સઘળાય ભેદો મારામાં નથી). આહા.. હા..! સંજ્ઞી-અસંશીના ભેદો મારામાં નથી. જ્ઞાનની પર્યાય જાણે છે કે સંજ્ઞીપણું છે. પણ દષ્ટિનો વિષય જે આત્મા છે એમાં એ નથી.
આહા... હા! સમજાય એટલું સમજવું, બાપુ! આ તો ભગવાનનો માર્ગ !! ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે! આ.. હા ! જુઓ ને ચમત્કાર કેટલો! કે, એક તો કેવળજ્ઞાન પ્રગટે તો ય ધ્રુવદ્રવ્ય તો એટલું ને એટલું જ રહે છે! પાણીનો ઘડો ભર્યો હોય, તો થોડું બહાર નીકળે તો તેમાંથી ઓછું થઈ જાય. (એમ) ભગવાન આત્મા ચૈતન્ય-જળથી ભર્યો છે, તો કેવળજ્ઞાન આવ્યું તો થોડું તો બહાર નીકળ્યું, એટલું તો એમાં ઓછું થઈ ગયું કે નહીં? ના, બાપુ! એ જુદી ચીજ છે. એ ચૈતન્યનો કોઈ ચમત્કાર !! કે, સામાન્ય તો જેટલું છે એટલું જ રહ્યું છે. આ તે કંઈ વાત છે !! એવી અનંતી અનંતી કેવળજ્ઞાનપર્યાય પ્રગટ થાઓ, પણ વસ્તુ તો પરિપૂર્ણ જેવી છે તેવી ને તેવી જ છે, તેમાં વધઘટ થઈ નથી! આહા.... હા.... હા! આ ચમત્કાર નથી? અને આ પગ જમીનને અડયા વિના ચાલે છે, એ ચમત્કાર નથી ? દ્રવ્યનો સ્વભાવ (જ) એવો છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં તો અત્યંત અભાવ છે. અત્યંત અભાવ છે તો બીજા દ્રવ્યને) સ્પર્શે છે, એ ક્યાંથી આવ્યું? આહ.. હા ! આકરી વાત છે, બાપા ! આહા... હા ! આ આંખથી અને ચશ્માંથી જાણવામાં આવતું નથી. તો કોઈ કહે કેઃ તો ઉતારી લ્યો ચશ્માં! પણ બાપા! ઉતારે કોણ અને ચડાવે કોણ ? સાંભળ તો ખરો ! એ સમયમાં જ્ઞાનની પર્યાય પોતાનાથી ઉત્પન્ન થઈ છે. તે જ્ઞાનની પર્યાયનો ઉત્પત્તિ-જન્મક્ષણ છે. એ જન્મક્ષણના કારણે (જ્ઞાનપર્યાય) ઉત્પન્ન થઈ છે. આ એને (ચશ્માંને કે વિકલ્પને) કારણે (ઊપજી) નથી. આહા... હા... હા! એ ચમત્કાર નથી? દુનિયા કહે કેઃ કંઈક મહારાજનો હાથ ફરે તો પૈસા થઈ જાય ને. આ લાકડી ફરે તો પૈસા થઈ જાય ને-એમ લોકો વાતો કરે ! ધૂળમાંય નથી. અહીંયા ( અમારે) રોગ અંદર છે એ મટતો નથી ને..! એ તો જડની દશા! જડમાં થવાવાળી છે તે થશે ને થશે જ. તેમાં શું છે? પૈસા શું એનાથી (લાકડીની આ પટીથી) મળે છે? અહીં (વ્યાખ્યાન સાંભળવા) ઘણા કરોડપતિ આવે છે ને ? (તો બસ... લોકો એમ કહેતા હોય છે કે) આ મહારાજ (-કાનજીસ્વામી) લાકડી ફેરવે તો પૈસા થઈ જાય છે. ધૂળેય ન થાય! આ તો હાથમાં પરસેવો થાય તો શાસ્ત્રને અડવામાં (શાસ્ત્રની) અસાતના થાય છે; [ (એ ન થાય) માટે આ પટી હાથમાં રાખીએ છીએ ](તો એમાં અને હાથમાં) ચમત્કાર ધૂળે ય નથી. (ચમત્કાર) એ તો આત્મામાં છે!
આહા.. હા! અહીં તો ભેદ પણ મારામાં નથી; એ મારો ચમત્કાર છે! મારો ચમત્કાર તો અભેદ છે! ચૈતન્ય-ચમત્કાર, ભગવાન ત્રણલોકનો નાથ હું ચૈતન્યવિલાસી પ્રભુ અભેદ છું. હું તો ચૈતન્યવિલાસી આત્માને ભાવું છું. –આ ચમત્કાર છે!! આ ચમત્કાર જુએ નહીં અને (બહારમાં) બીજું જુએ!
આહા... હા! આ તો ભગવાન, ત્રણલોકનો નાથ ચૈતન્યવિલાસી પ્રભુ! એની દષ્ટિમાંઅભેદમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com