________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૭૪ - ૮૭ પરમાત્મદ્રવ્યનું ધ્યાન કરે છે. હમણાં (આ ટીકા પર અગિયાર) વ્યાખ્યાન થઈ ગયાં છે. બધું બહાર આવશે. વિસ્તારથી વાત આવશે. વ્યવહારની રુચિવાળાને આકરું પડે એવું છે. વ્યવહારથી (નિશ્ચય) થાય, (શુભ) કરતાં કરતાં (શુદ્ધ) થાય-એને (એવી માન્યતાવાળાને) આકરું પડે, પ્રભુ ! શું કરવું?!
(અહીંયાં કહે છે કેઃ એવા જે બધા પુદ્ગલના અર્થાત્ ) પરના ભાવો તે ખરેખર અમારા નથી. - “આમ જે તત્ત્વવેદી” (અર્થાત્ ) તત્ત્વને જાણવાવાળા, તત્ત્વનું વેદન કરવાવાળા, “સ્પષ્ટપણે કહે છે” પાઠમાં ત્રીજું પદ એમ છે ને...! “ફલ્થ વ્યવર્ત વિત્ત સ્ત વેલી” – આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે, સ્પષ્ટરૂપથી કહે છે, એનો અર્થ: સ્પષ્ટરૂપથી જાણે છે. કહે છે, એ તો વાણી છે, ભાષા છે; એની પ્રરૂપણા પણ એવી હોય છે; પણ એનો ભાવ એવો હોય છે; એમ કહેવું છે. સમજાણું કાંઈ ? એ પ્રશ્ન એક ભાઈ લાવ્યા હતા કેઃ “આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે” તો વાણી તો કહી શકતી નથી (છતાં કહ્યું કે, “કહે છે.' (ઉત્તર) અંદર વસ્તુતત્ત્વને સ્પષ્ટપણે જાણે છે. ઉપદેશ ભલે આવતો હોય, એ તો વાણીનો ભાવ છે. સમજાય છે. કાંઈ ? પાઠ તો એવો છે: રૂલ્ય વ્યવક્ત વવત્ત યસ્તત્વવેવી – આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે. “તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે.” આહા.... હા! “કહે છે” એનો અર્થ “જાણે છે” એમ કર્યો. “કહે છે' એ તો વાણી-ભાષા છે. (પરંતુ) એનું જે વાચ્ય છે તેને વેદે છે તેથી એમ કહેવામાં આવ્યું કેઃ “આમ જે તત્ત્વવેદી કહે છે.”
(“સમયસાર' ગાથા-૧માં) કુંદકુંદાચાર્ય કહે છે: “વોછામિ સમયપાદુઃ” અને બીજી બાજુ “પ્રવચનસાર” માં અમૃતચંદ્રાચાર્ય કહે કે હું વાણીનો કર્તા નથી અને મારી વાણીથી તમને જ્ઞાન થયું એમ (મોહથી) ન નાચો. કારણ કે વાણી જડ છે અને તમારી જ્ઞાનપર્યાય તમારામાં થાય છે. છેલ્લો શ્લોક છેઃ “ખરેખર પુદ્ગલો જ સ્વયં શબ્દરૂપે પરિણમે છે, આત્મા તેમને પરિણમાવી શકતો નથી; (અર્થાત્ ) “હું કહું છું” એમ નહીં, એ તો ભાષા થઈ; આત્મા તેમને (ભાષાને) પરિણમાવી શકતો નથી; (એટલે કે) ભાષાની પર્યાયને આત્મા કરી શકતો નથી.
તેમ જ ખરેખર સર્વ પદાર્થો જ સ્વયં જ્ઞયપણે–પ્રમેયપણે પરિણમે છે, ” અર્થાત્ પદાર્થ જે છે તે જ પોતે પ્રમેયપણે, શયપણે, જ્ઞાનપણે પરિણમે છે, “શબ્દો તેમને જ્ઞય બનાવી–સમજાવી શકતા નથી” એટલે કે શબ્દો છે તે શબ્દોની ચીજ ભિન્ન છે અને આની (જીવની) જ્ઞાન-પર્યાય ભિન્ન છે. શબ્દો ટીકા કરે છે તો એમનામાંથી (જીવન) જ્ઞાન શી રીતે થાય? (અર્થાત્ જ્ઞાન તો જ્ઞાનમાંથી થાય છે.) “માટે “આત્મા સહિત વિશ્વ (-છયે દ્રવ્ય) તે વ્યાખ્યય (સમજાવવા યોગ્ય) છે, વાણીની ગૂંથણી તે વ્યાખ્યા (સમજૂતી) છે અને અમૃતચંદ્રસૂરિ તે વ્યાખ્યાતા (વ્યાખ્યા કરનાર, સમજાવનાર) છે” એમ મોહથી જનો ન નાચો) (-ન ફુલાઓ).” આહા... હા ! એમ, હે જીવો ! ભ્રમણાથી ન નાચો. વાણી વાણીના કારણે નીકળે છે અને તમારા જ્ઞાનનું પરિણમન તમારા જ કારણે થાય છે. હું સમજાવવાવાળો છું અને શબ્દોથી તમને જ્ઞાન થાય છે, એમ નથી. “(પરંતુ) સ્યાદ્વાદવિધાના બળથી વિશુદ્ધ જ્ઞાનની કળા વડે આ એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરીને આજે અવ્યાકુળપણે નાચો (–પરમાનંદપરિણામે પરિણમો).” “આજે જ ' શબ્દ શ્લોક-૨૧ માં પણ આવે છે. હે જીવો! આ ટીકા શબ્દોથી થઈ છે; મેં બનાવી છે એમ નથી અને ટીકાથી તમને જ્ઞાન થાય છે એમ (પણ) નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com