________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
પ્રવચન નવનીત: ભાગ-૨
"
પર્યાયમાં લીન ' એમ (અહીં ) નથી. ( પણ ) ધ્રુવ અંતર આનંદસ્વરૂપમાં લીન જ છે. આહા... હા! એ ૭૩મી ગાથામાં તો બતાવ્યું ને...? ( અહીંયાં ) સુખની અનુભૂતિમાં લીન “એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ”- જુઓ! ખાસ આત્મતત્ત્વ- પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, અરે ! (જેનો ) સર્વજ્ઞસ્વભાવ પૂર્ણ (છે).
‘સમયસાર ’ ગાથા-૧૬૦, પુણ્ય-પાપ અધિકારમાં આવે છેઃ “સો સવળાળરિસી- તે આત્મા ( સ્વભાવથી ) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ ( “ મ્મર ળિયેળાવન્દ્વો ” પોતાના કર્મમળથી ખરડાયો- વ્યાપ્ત થયો (છે). આહા... હા! ભગવાન (આત્મા ) છે તો સર્વજ્ઞ અને સર્વદર્શી... ત્રિકાળ હોં! (અહીં ) પર્યાયની વાત નથી. ભાઈ! એ ચર્ચા પેલા (વિદ્વાન ) સાથે થઈ હતી ને..? તેણે તો ઊંધો અર્થ કર્યો હતો. પણ તેને બિચારાને ગમ પડે તો ને...? તો એને વિચાર કરવો પડશે ને... બાપુ! ક્યાં ક્યાં કઈ અપેક્ષાએ કથન છે? તેને જાણવું જોઈશે કે નહીં ? કઈ નયનું કથન છે? (અહીં ) આ તો નિશ્ચયનયના વિષયનું કથન છે. અને અનુભવ છે તે મોક્ષમાર્ગ છે. અને તેપણ નિશ્ચયથી તો વ્યવહાર છે. દ્રવ્ય એ નિશ્ચય છે, તો નિશ્ચયમોક્ષમાર્ગ એ વ્યવહા૨ છે.
એ ‘મોક્ષમાર્ગપ્રકાશક' ની પાછળ ‘પરમાર્થ વનિકા' માં આવ્યું છેઃ નિર્મળપર્યાય એ વ્યવહાર છે, ભાઈ ! નિશ્ચયમોક્ષમાર્ગ એ સદ્દભુતવ્યવહાર છે ને.. ! રાગાદિ એ તો અસદ્દભૂતવ્યવહાર છે.
–
આહા... હા ! જે વિવક્ષાએ) ‘સમયસાર’ ગાથા-૭૩ ની ટીકામાં અમૃતચંદ્ર આચાર્યે કહ્યું તેનું અનુસરણ અહીંયાં પદ્મપ્રભમલધારિદેવે કર્યું છે. તેમાંથી ઘણો આધાર એમાં લેવામાં આવ્યો છે. એટલે ત્યાં ૭૩મી ગાથામાં જ્યારે એમ લીધું કે : ‘સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી, અર્થાત્ (સર્વ) પર્યાયથી પાર-ભિન્ન, અંદર અનુભૂતિસ્વરૂપ ભગવાન, ત્રિકાળ શુદ્ધ ધ્રુવ, એને ત્યાં અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ કહ્યો છે. ત્યારે એને અહીંયાં “અનુભૂતિમાં લીન ” કહ્યું છે. ત્રિકાળી હોં! ત્રિકાળ અનુભૂતિ જે સ્વભાવ, તેમાં વસ્તુ લીન પડી છે. બસ ! આહા... હા ! આનંદસ્વરૂપ ત્રિકાળ, પૂર્ણાનંદસ્વરૂપ, પૂર્ણ જ્ઞાનસ્વરૂપ (એવી એ વસ્તુ છે!)
',
એમાં એ વાંધો ઉઠાવ્યો હતો ને..? ‘સમયસાર ’ ગાથા-૧૬૦: “ સો સવળાળ વરિસી” છે ને..! એમાં “ મ્મરણન નિયેળાવચ્છો” જુઓ, આ (કર્મ) ૨જ આવ્યું. કર્મને લઈને (આત્માને ) આચ્છાદન છે! -એમ નથી; કહ્યું કે ટીકા જુઓ, ટીકામાં “પોતાના અપરાધથી આચ્છાદન છે.” એવો પાઠ છે. એ “[H] રન” નો અર્થ તમે કર્મ૨જ નાખી ધો એ વાત અહીં છે જ નહીં. અહીં તો સંસ્કૃત ટીકામાં અમૃતચંદ્ર આચાર્યએ કહે છે કેઃ પોતાના અપરાધથી સ્વરૂપની દૃષ્ટિની ખબર નથી અને એનું જ્ઞાન નથી, તો પોતાના અપરાધથી, (જે પોતાનો ) સર્વજ્ઞ-સર્વદર્શી પૂર્ણ સ્વભાવ છે પણ તે, ઢંકાયેલો છે. અહીં તો કહે છે કે ભાઈ ! શાંતિનો માર્ગ છે, બાપુ! આ કોઈ વાદ-વિવાદથી (નક્કી ) કરવા જાય (તો થાય તેમ નથી ). એવો માર્ગ છે, પ્રભુ ! અહીંયાં સમ્યગ્દર્શનનો વિષય બતાવે છે: સુખની અનુભૂતિમાં ત્રિકાળ લીન એવા વિશિષ્ટ, અર્થાત્ ખાસ, આત્મતત્ત્વને “ગ્રહનારા ”–એ તો નય-પર્યાય છે—“ શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહરાગદ્વેષ નથી.” –આ અપેક્ષાએ હોં! એ (મોહરાગદ્વેષ ) પર્યાયમાં છે. પણ એ વસ્તુની દૃષ્ટિમાં અને વસ્તુના સ્વરૂપમાં જ નથી. (અનંતાનુબંધી ) મોહ-મિથ્યાત્વ તો એને (જ્ઞાની–મુનિને ) તો પર્યાયમાં પણ નથી. પણ ( મુનિને ) જરી મોહ એટલે (ચારિત્રમોહજન્ય ) રાગાદિ-૫૨ તરફની
Please inform us of any errors on rajesh@Atma Dharma.com