________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ - પ્રવચન નવનીતઃ ભાગ-ર ઓલા (પંચમહાવ્રતાદિના) શુભરાગથી પવિત્ર થતો નથી. (પણ) શુભરાગને છોડે છે ત્યારે પવિત્ર પરિણામથી પવિત્ર થાય છે. આહા.... હા? આવી વાતું !!
પ્રભુ શમરસનો તો દરિયો છે. પુણ્ય-પાપનો ભાવ તો એકલો વિષમભાવ છે, દુ:ખભાવ છે. ભગવાન તે સમતારૂપ-આનંદરૂપ ભાવ છે; એમાં એકાગ્ર થતાં એને સમતારૂપી જળનાં બિંદુઓ પ્રગટ થાય છે; એનાથી વિષમભાવનો નાશ થઈને, પવિત્ર થાય છે. એનો અર્થ કેઃ શુભભાવ છે એ અપવિત્ર છે. આહા... હા! પદે પદે આત્માની પવિત્રતા અને રાગનો દોષ વર્ણવ્યો છે !
જ્ઞાનીને રાગ થાય પણ એને એમ થાય (લાગે) છે કે: અરેરે ! આ ક્યાં મારા નિજઘરમાંથી નીકળીને બહાર આવ્યો; આ બોજો? આ બોજો-દુ:ખ સહન થતું નથી. આહા... હા! સમજાણું કાંઈ ? વાતે વાતે ફેર છે.
શમરૂપી સમુદ્રના જળનાં બિંદુઓના સમૂહથી પવિત્ર થાય છે”- પર્યાય હોં! આહા... હા! સમતારૂપી દરિયો, એનાં જળબિંદુઓ-પર્યાયમાં વીતરાગતાનાં બિંદુઓ આવ્યાં-એનાથી તે આત્મા (-પર્યાય ) પવિત્ર થાય છે. આહા.. હા... હા !
તે આ પવિત્રપુરાણ” – એવો જે પવિત્ર સનાતન ભગવાન, આહા... હા! “પવિત્રપુરાણ “(–સનાતન)” છે ને...! (–સનાતન) “આત્મા મળરૂપી કલેશનો ક્ષય કરીને” આહા... હા ! શુભાશુભ પરિણામરૂપી મેલ, તેનો નાશ-ક્ષય કરીને “લોકનો ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે.” “ઉત્કૃષ્ટ સાક્ષી ”-જ્ઞાન-સમકિતમાં તો સાક્ષી છે જ પણ આ તો સિદ્ધ થતાં ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે. આહા... હા ! સમજાણું કાંઈ ? આવી વાતો છે !!
પવિત્રપુરાણ (સનાતન) આત્મા મળરૂપી કલેશનો ક્ષય કરીને લોકનો ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે.” -કેવળજ્ઞાની (થાય છે). સાક્ષી તો સમકિતી ય છે જ. આહા. હા! આ (કેવળજ્ઞાની) તો ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે. સમજાણું કાંઈ ?
પુણ્ય અને પાપના શુભાશુભ ભાવ બે ય દોષ છે, ઝેર છે, વિષમ છે, દુઃખ છે. આહા... હા! પૈસા ને સ્ત્રી-કુટુંબ એ દુઃખ નથી, એ તો દુઃખના નિમિત્તો છે. દુઃખ તો અંદર જે વિષમભાવ ઉત્પન્ન થાય છે તે છે. એને છોડી; સમતાના જળથી ભરેલો ભગવાન આત્મા; એમાંથી સમતાનાં જળબિંદુઓ કાઢયાં એનાથી તે પવિત્ર થાય છે અને કલેશથી છૂટી જાય છે અને ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે. એ ૮૫ (ગાથા) થઈ. હવે ૮૬.
(... શેષાંશ પૃ. ૨૪૮ ઉપર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com