________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૬ - ૨૫૯ કાળ છે. એમાં એક ક્ષણ વધે નહીં અને ઘટે નહીં. દેહ છૂટવાનો સમય નિશ્ચિત છે. જે ક્ષેત્રે, જે કાળે, જે સંયોગે (દહ) છૂટવાનો તે છૂટશે, છૂટશે, છૂટશે. નિશ્ચિત જ એ વસ્તુ (સ્થિતિ) છે. તો જેટલી ક્ષણો અને દિવસો જાય છે તે બધાં મૃત્યુની સમીપ જાય છે. દેહ છૂટવાની સમીપ જાય છે. આહા.... હા ! એ જાણે છે કે “હું મોટો થયો. બાહુબળથી પૈસા વધાર્યા!' ભગવાન કહે છે કે તું મૃત્યુની સમીપ જાય છે.
(અહીંયાં કહે છે કે:) “અતુલ નિવૃત્તિ કરીને, ચૈતન્યસામાન્ય અને ચૈતન્યવિશેષરૂપ “જેનો પ્રકાશ છે એવા નિજદ્રવ્યમાં” નિજ દ્રવ્ય એટલે વસ્તુ. દ્રવ્ય એટલે આ તમારા પૈસા નહીં. નિજદ્રવ્ય વસ્તુ ભગવાન, અસ્તિ-અવિનાશી અનાદિ-અનંત એવી ચીજ છે. “છે” તેની ઉત્પત્તિ શી? “છે' તેનો નાશ શો? “છે” તેના સ્વભાવનો અભાવ શો? સ્વભાવ અંદર ત્રિકાળ પડ્યો છે. સમજાણું કાંઈ ? કોનો પ્રકાશ? –જેનો દર્શન અને જ્ઞાન પ્રકાશ છે, એવા નિજદ્રવ્યમાં
સર્વતઃ સ્થિતિ કરો.” -દર્શન અને જ્ઞાન પ્રકાશસ્વરૂપ એવો ભગવાનઆત્મા, એવા નિજપદાર્થમાં સ્થિતિ કરો. પ્રભુ! તમારે મુક્તિ જોઈતી હોય તો ત્યાં સ્થિર થાઓ. પરમાનંદનો ભાવ અને પરમદુઃખનો અભાવ, એમ જો કરવું હોય તો આ કરો. નહીંતર તો રખડો છો, રખડો. સમજાણું કાંઈ?
આયુષ્યની પળ જે છે તેટલી જ રહેશે... હોં! લાખ ઉપાય કરે તો કાંઈ ? ઉપાય કરે, તો આયુષ્ય વિશેષ વધી ગયું! બધી જૂઠી વાત છે. આયુષ્ય નિશ્ચિત છે તેટલું જ ત્યાં રહેવાની યોગ્યતા આત્માની છે.
જિજ્ઞાસાઃ જેટલા શ્વાસ લેવાના હોય તેટલા લ્ય. ધીમેથી લે તો વધારે વખત જીવે ?
સમાધાન: એ ય ખોટી વાત છે. એ બધી ખોટી વાત છે. (એ ય) લાઠીમાં જોયું હતું. ઘણાં વર્ષો પહેલાંની, સંવત ૧૯૭૧ની વાત છે. (એક) વૃદ્ધ હતા. ધીમે ધીમે હાલે. એને મેં પૂછ્યું કે શરીર તો નીરોગ છે તો આ કેમ એમ ચાલો છો ? ધીમે ધીમે ચાલવાથી શ્વાસ બહુ ન લેવા પડે તો આયુષ્ય વધી જાય. (શ્રોતા ) રૅક્ટર બહુ કહે છે! (ઉત્તર) ટૅક્ટરો ય બધા ગ૫ મારે. (શ્રોતા:) આરામ લેવાનું તો કહે છે ને ? (ઉત્તર) તો શું આરામ અંદર છે કે બહાર છે? દુનિયાની વિરુદ્ધ છે ને... બાપા ! દુનિયાની બધી ખબર છે, બાપા ! આખી જિંદગી આમ (નિવૃત્તિમાં ) કાઢી છે. પ્રવૃત્તિ થોડી. પાંચ વર્ષ-તેસઠથી અડસઠ-પાલેજમાં દુકાન ચલાવી હતી.. બસ! પછી છોડી દીધું બધું. તેને છાસઠ વર્ષ થયાં. (અત્યારે) દુકાન મોટી ચાલે છે. ત્રીસપાંત્રીસ લાખ રૂપિયા છે. એક વર્ષની ત્રણચાર લાખની પેદાશ છે. અમારા ભાગીદારનો છોકરો છે. –ધૂળમાં ય ક્યાંય નથી. (શ્રોતાઓ) પેલા વખાણ કરો પછી તમે કહો છો ધૂળ ! (ઉત્તર:) ધૂળમાંય... હેરાન થઈને મરી ગયો. અહીં તો (કહે છે કેઃ) પુણ્યભાવ આવે છે અને (જો) એમાં રોકાય તો હેરાન થઈને દુઃખી થાય. આહા... હા ! એ પુણ્યભાવ જેને સત્કાર્ય કહે, એ દુઃખ છે, વિકલ્પ છે, રાગ છે, વિકાર છે.
આહા... હા! એનાથી (પુણ્યભાવથી) ભિન્ન ભગવાન-ભગવાન પોતાનું સ્વરૂપ હોં ! નિજદ્રવ્ય લીધું ને..! –નિજદ્રવ્યમાં સર્વતઃ– ચારે બાજુથી–સ્થિતિ કરો. ત્યારે મુક્તિ મળશે. ત્યારે અતીન્દ્રિય આનંદનો લાભ થશે. અને અનંત દુ:ખથી મુક્તિ થશે. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com