________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૪ - ૨૪૧ અંદરમાં ગયો નથી, એ દરબારમાં પેઠો નથી; ભિખારાવેડામાં એ રખડ્યો છે. આહા. હા! ભગવાન ભિક્ષા માગે છે! રાગની ભિક્ષા માગે છે. રાગ કંઈ આપો. રાગ કરું તો લાભ થાયઅરે! ભિખારી.
અહીંયાં કહે છે: “જે આત્મા જન્મ-મરણ ને કરનારા, સર્વ દોષોના પ્રસંગવાળા”- એમાં શુભભાવ પણ સર્વ દોષોનો પ્રસંગ છે.
આહા... હા! આવી વાત આકરી પડે. પછી (લોકો) સોનગઢને એમ કહે. નેસોનગઢમાં આમ છે ને આમ છે. બાપુ! કહો, ભાઈ ! માર્ગ તો આ છે, ભાઈ ! અને તે તારા હિતનો પંથ છે આ. બાકી અનંતકાળ દુઃખી થઈને મરી ગયો છે.
અહીંયાં કેટલા શબ્દ વાપર્યા જન્મ-મરણને કરનારા, સર્વ દોષો-જોયું! એ પુણ્ય અને પાપ સર્વ દોષ, અને પ્રસંગવાળા-એનો (પુણ્ય પાપનો) સંગ કર્યો, સહવાસ કર્યો, સંબંધ કર્યો, જોડાણ કર્યું એનાથી રખડી મર્યો છે.
... વિશેષ કહેશે.
* * *
પ્રવચનઃ તા. ૨૪-૨-૧૯૭૮ નિયમસાર” ગાથા ૮પનો શ્લોક-૧૧૪. “જે આત્મા જન્મ-મરણને કરનારા” – જન્મ અને મરણ, ચોર્યાશીના અવતાર કરનાર “સર્વ દોષો” – એ બધા શુભ અને અશુભભાવ જન્મ-મરણને કરનારા સર્વ દોષ છે. હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગવાસના, એ તો પાપ છે, જન્મ-મરણને ઉત્પન્ન કરનારા (છે જ.) પણ (જે) દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભ ભાવ છે એ પણ જન્મ-મરણને કરનારા દોષ છે. એ “સર્વદોષોના” –શુભ અને અશભના અસંખ્ય પ્રકાર (એના) “પ્રસંગવાળા” – દોષોના સંગ, સંબંધ, સહવાસ, એટલે કે શુભ રાગનો સહવાસ, સંગ અને શુભરાગમાં જોડાણ, એ બધા જન્મ-મરણને કરનારા છે એવા
અનાચારને” –એ બધા અનાચાર છે. આહા... હા! જે પાંચ મહાવ્રત અને વ્યવહાર સમિતિ, ગુતિને લોકો ધર્મ કહે છે (તેને) અહીં કહે છે કે તે રાગ છે, અનાચાર છે.
એક તો સમસ્ત દોષ અને તેનો સંગ-સહવાસ-પરિચય વારંવાર અનંતકાળથી કર્યો છે. એવા સંગવાળા (–પ્રસંગવાળા) અનાચારને “અત્યંત છોડીને” – અહીંયાં તો નિશ્ચયપ્રતિક્રમણ છે ને...! પહેલાં સમસ્ત રાગથી આત્માને ભિન્ન કરીને આત્માના આનંદની ભાવના કરવી એ તો પ્રથમ ભેદજ્ઞાનની દશા છે. (પણ અહીં એથી વિશેષ વાત છે).
(આત્મ) સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન (છે). આત્મા “નિરુપમ સહજ આનંદ-દર્શન-જ્ઞાનવીર્યવાળો” (છે). આહા... હા! કેવો છે આત્મા અંદર? કેઃ સહજ આનંદ, સહજ દર્શન,
સ્વાભાવિક જ્ઞાન, સ્વાભાવિક વીર્ય (વાળો છે). અનંત ચતુષ્ટય લીધું. આહા.... હા! અંતર આત્માના સ્વભાવમાં બેહદ-અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત દર્શન છે. જેનું ધ્રુવસ્વરૂપ, એમાં અનંત આનંદ આદિ ભરેલો છે. –એવા અનંત આનંદ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય-એવાળા- એ આ ચાર ગુણ આદિવાળા “આત્મામાં ”–આત્મા એને કહીએ. (એમ) કહે છે કે જેમાં અતીન્દ્રિય-અનાકુળ આનંદ અનંત ભર્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com