________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા પ૧-૫૫ – ૯૩ ઉત્પન્ન થઈ હોય તેને એ ભેદોપચાર-રત્નત્રય પરંપરાહેતુભૂત (છે).
“ભગવંત પંચપરમેષ્ઠી પ્રત્યેનું ચળતા-મલિનતા-અગાઢતા રહિત ઊપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યકત્વ છે.” (-વ્યવહારસમ્યકત્વની પરિભાષા:) ભગવંત પંચપરમેષ્ઠી પ્રત્યે ઉત્પન્ન થયેલી શ્રદ્ધા કે જે ચળતા, મલિનતા અને અગાઢતા રહિત નિશ્ચળ ભક્તિરૂપે છે, (તે જ સમ્યકત્વ છે). નિશ્ચળ હોં. નિશ્ચય નહીં; નિશ્ચળ વ્યવહારભક્તિ અર્થાત્ ભગવાન પ્રત્યેની નિશ્ચળભક્તિ! જેને નિશ્ચયસમ્યગ્દર્શન છે, સમ્યજ્ઞાન છે અને અંશે સ્થિરતા પણ છે તેને એ ભેદોપચાર-રત્નત્રય (જે મુક્તિનું પરંપરાતુભૂત છે, તે વર્તતું હોય છે.) શું કહ્યું? ચળતા, મલિનતા અને અગાઢતા રહિત નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યકત્વ છે. વ્યવહાર હોં! એ છે તો શુભરાગ, પણ એને ભેદનો ઉપચાર કરીને સમકિત કહ્યું. સમજાય છે કાંઈ ? હવે પછી નાસ્તિથી વાત કરે છે: “વિષ્ણુ બ્રહ્માદિકથિત વિપરીત પદાર્થસમૂહ પ્રત્યેના અભિનિવેશનો અભાવ તે જ સમ્યકત્વ છે- (એવો અર્થ છે).” આહા... હા! નિશ્ચયસમકિત તો સ્વરૂપના આશ્રયે થશે. અને અહીંયાં વ્યવહાર જે આવે છે એમાં (જે) પંચપરમેષ્ઠી પ્રત્યે (નિશ્ચળ) ભક્તિ-પ્રેમ-અનુરાગ છે તે બ્રહ્માવિષ્ણુએ કહેલા પદાર્થથી અભાવરૂપ છે; તે શ્રદ્ધા, વ્યવહારશ્રદ્ધા છે. તેને નિશ્ચય (શ્રદ્ધા) છે, એમ આગળ કહેશે. (વળી) પરમજિનયોગીશ્વર (પહેલા) પાપક્રિયાથી નિવૃત્તિરૂપ (વ્યવહારનયના ચારિત્રમાં હોય છે) એમ પણ આગળ કહેશે. (અર્થાત્ જે ) પરમજિનયોગીશ્વર છે તેને પાપ (ક્રિયાથી) નિવૃત્તિરૂપ વ્યવહાર છે (–એમ આગળ કહેશે.) સમજાય છે કાંઈ?
“સમયસાર” ગાથા-૪૧૩ માં આમ તો કહ્યું ને..! કે: આત્મજ્ઞાન અને આત્મદર્શન, આનંદના અનુભવના ભાન વિના જે વ્યવહાર છે તે તો વ્યવહારમૂઢ છે. કારણ કે જાણવાવાળા તેના જ્ઞાનને નિશ્ચયનો આશ્રય આવ્યો નથી, (તેથી) તે તો વ્યવહારમૂઢ છે. જ્ઞાની વ્યવહારમૂઢ નથી. (તેઓ) વ્યવહારને જાણવાવાળા છે. (ત્યાં) ૧રમી ગાથામાં કહ્યું ને..! “જાણેલો પ્રયોજનવાન છે” તે આ વાત.
(અહીંયાં કહ્યું કે, વિષ્ણુબ્રહ્માદિકથિત વિપરીત પદાર્થસમૂહ પ્રત્યેના અભિનિવેશ (અભિપ્રાય) નો અભાવ તે જ (વ્યવહાર) સમકિત છે–એવો અર્થ છે. પહેલા અસ્તિથી કહ્યું પછી નાસ્તિથી કહ્યું. (આ) વ્યવહારસમકિતની વાત છે. (ઉક્ત) વિકલ્પ-રાગને વ્યવહારસમકિત કહે છે. આહા.... હા ! સમજાણું કાંઈ ?
મોક્ષમાર્ગપ્રકાશક' સાતમા અધિકારમાં કહ્યું ને...! જેને નિશ્ચયસમ્યગ્દર્શન છે, તેને સાથે (જે) દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા (વર્તે છે, તેવા) ભાવને વ્યવહારસમ્યકત્વ કહેવામાં આવે છે. સમકિતનું નિરૂપણ બે પ્રકારે છે. સમકિત બે પ્રકારે નથી. એનું કથન બે પ્રકારે આવે છે-અભેદ અને ભેદ. પોતાનો શુદ્ધચૈતન્ય ભગવાન (આત્મા ); એના અવલંબનથી અતીન્દ્રિય આનંદનું જ્ઞાન અને આસ્વાદ આવ્યો; એવા અભેદ સમકિત (સાથે, જે) દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો ભાવ-રાગ છે તેને પણ વ્યવહારસમકિત કહેવામાં આવે છે.
(હવે વ્યવહારસમ્યજ્ઞાનની પરિભાષા કહે છે:) સંશય, વિમોહ ને વિભ્રમ રહિત (જ્ઞાન) તે જ (વ્યવહાર) સમ્યજ્ઞાન છે.” એ તો હજી ફકત એટલી વાત કહી. વિશેષ તો આગળ કહેશે.
(સંશય:) “ત્યાં જિન દેવ હશે કે શિવ દેવ હશે (-એવો શંકારૂપભાવ) તે સંશય છે.” નિશ્ચયસમકિતીને વ્યવહારસમકિતમાં એવી શંકા થતી નથી. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com