________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૭૪ - ૮૫ કે.) અતિ ને નાસ્તિ; એક પર્યાયમાં અનંતી સપ્તભંગી, કારણ કે- એક પર્યાય પર્યાયપણે છે, તે (ગુણ) પણે નથી, દ્રવ્યપણે નથી, નિમિત્તપણે નથી, પૂર્વપર્યાયપણે નથી, અને પછીની (ઉત્તર) પર્યાયપણે પણ નથી; એમ એક એક પર્યાયમાં (અનંતી) સપ્તભંગી ઊઠે છે. આહા.. હા! આવી મોટી ચીજ!
અહીં કહે છે કે હું આ ( ભિન્ન લક્ષણવાળા ભાવો) નહીં; હું તો શુદ્ધ ચૈતન્યજ્યોતિ છું. એ મારે આશ્રય કરવા લાયક, સેવન કરવા લાયક છે અને ધ્યેય બનાવીને એકાગ્ર થવા લાયક હોય તો એ જ ચીજ છે બસ ! – આમ આ સમકિતીની દષ્ટિ-દશા છે. સમજાય છે કાંઈ ?
વળી, (આ ૫૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :તથા દિ
(શાનિની) न ह्यस्माकं शुद्धजीवास्तिकायादन्ये सर्वे पुग्दलद्रव्यभावाः। इत्थं व्यक्तं वक्ति यस्तत्त्ववेदी सिद्धिं सोऽयं याति तामत्यपूर्वाम्।।७४।।
[ શ્લોકાર્થ:-] “શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી' – આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. ૭૪.
આ ટીકા કરનાર મુનિ છે. એ શ્લોક બનાવ્યો છે. આ ગાથાના ( પ્રણેતા) તો આચાર્ય (કુંદકુંદદેવ) છે. અને આ ટીકાના (કરનાર) પદ્મપ્રભમલધારિદેવ મુનિ છે.
આહા. હા! “શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય’ (જુઓ) “શુદ્ધ જીવથી અન્ય' એમ ન લીધું. કેમ? કે: અસ્તિકાય અસંખ્યપ્રદેશી જીવ છે તે સર્વજ્ઞ સિવાય (બીજે ક્યાંય-કોઈમાં (ધર્મ-દર્શનમાં) નથી, માટે આખું અસ્તિકાય લીધું છે. “શુદ્ધ એકલો જીવ’ એમ ન લીધું; શુદ્ધ જીવાસ્તિકાય” (લીધું છે. શુદ્ધ જીવાસ્તિકાય અસંખ્યપ્રદેશી છે. એ સર્વજ્ઞ જિનેશ્વર સિવાય કોઈએ જાણ્યું નથી અને કોઈ એ કહ્યું નથી. સમજાય છે કાંઈ? વસ્તુ એવી અસંખ્યપ્રદેશી પહોળી છે.
“પંચાસ્તિકાય” માં (જીવન) લોકપ્રમાણ એકપ્રદેશી (દ્રવ્ય અખંડ છે તે અપેક્ષાએ) કહ્યો છે અને (“સમયસાર') ૪૭-શક્તિમાં અસંખ્યપ્રદેશી (કહ્યો છે.) . નિયતશક્તિ અર્થાત્ નિશ્ચયશક્તિ અસંખ્યપ્રદેશ છે, એમ લખ્યું છે. અહીં એ કહ્યું: શુદ્ધ જીવાસ્તિકાય. શુદ્ધ જીવ છે પણ એ અસંખ્યપ્રદેશનો કાય અર્થાત્ સમૂઠું છે. એ કાય (અસંખ્યપ્રદેશી) એની છે. સમજાણું કાંઈ?
શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે” (અહીં) “અન્ય એવા જે ' (એમ કહ્યું). અને ત્યાં (કળશ ૧૮૫માં) “આ જે ભિન્ન લક્ષણવાળા” કહ્યું હતું ને...? અને “હું પરમ જ્યોતિ છું” એમ કહ્યું હતું. એને અહીં ટૂંકું કરી નાખ્યું. “બધા પુદગલદ્રવ્યના ભાવો” આહા.... હા ! આવી વાત છે !! એ બધા પુદ્ગલદ્રવ્યના ભાવ છે. અહીંયાં એકસમયની નિર્મળપર્યાયને પણ પદ્રવ્ય કહી છે. નિમિત્તથી ભેદ પડ્યો ને..! એટલે કહે છે: પુદગલ તો નિમિત્ત છે એનાથી ભેદ લક્ષમાં આવે છે. નિમિત્તથી ભેદ લક્ષમાં આવે છે એટલે ભેદ છે એ પુદ્ગલ છે, ( એમ કહ્યું). આહા. હા! સમજાણું કાંઈ? આહા.. હા! (લોકોને) કઠણ પડે. “ત્રિકાળી વસ્તુ” પહેલાં કહી હતી ને..! એ શુદ્ધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com