________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૫ – ૨૩૫ નીચે ( ફૂટનોટમાં) કહ્યું છે: “સહજચૈતન્યવિલાસાત્મક નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને ભાવવુંઅનુભવવું તે જ આચારનું સ્વરૂપ છે.” – ભગવાન આનંદસ્વરૂપને અનુભવવો એ જ આચારનું સ્વરૂપ છે.
આહા હા ! (ભગવકુંદકુંદાચાર્ય આ શાસ્ત્ર) પોતાની ભાવના માટે કર્યું છે અને જગતને જાહેર કરે છે કે: માર્ગ ‘આ’ છે, બાપુ! (આ શાસ્ત્રને) બન્યાં બે હજાર વર્ષ થયાં અને હજુ તો રહેશે.
એવા આચારમાં જે પરમ તપોધન”- મુનિ, તારૂપી ધન છે જેને. અતીન્દ્રિય આનંદમાં ઠરવું એ ત૫. અતીન્દ્રિય આનંદમાં હરવું-જામી જવું એવા જે તપોધન, જેને તપરૂપી ધન છે. તે તપોધન “સ્થિરતા કરે છે.”—આવા આચારમાં (જે) સ્થિરતા કરે છે તે તપોધન. [“તે પોતે જ પ્રતિક્રમણ છે.” ]
અનશન અને ઉણોદરીને જે તપ કીધાં તે તો વ્યવહાર કીધો. વ્યવહાર (એ) વિકલ્પ છે, એ તો અનાચાર કીધો. બાર પ્રકારનાં તપ છે ને..? તે તો વિકલ્પ છે. તે તો નિશ્ચયથી અનાચાર છે. એને છોડીને, (જ) તપોધન (અર્થાત્ ) જેને અમૃતના આનંદના અનુભવના સ્વાદ આવે છે એવા તપોધન; જેના અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ રાગનો સ્વાદ જેને ઝેર જેવો, દુઃખ જેવો લાગે છે; પંચમહાવ્રતના પરિણામ કે ભક્તિ (નો) ભાવ એ (જેને) દુ:ખરૂપ લાગે છે; અને ભગવાન આત્માના આરાધનામાં લીનતા એ (જેને) આનંદરૂપ લાગે છે; [ એવા જે તપોધન તે પોતે જ પ્રતિક્રમણ છે.)
આહા.... હા! આવી ચોખ્ખી વાત શાસ્ત્રમાં પડી છે. શાસ્ત્રમાં તો છે ને..! એક ભાઈએ તો પૂછયું હતું ને..? કીધું: આ (વાત) તમારા સંપ્રદાયમાં નથી, શાસ્ત્રમાં છે (એ) વાત સાચી, શાસ્ત્રમાં છે આ. (શ્રોતા:) (શાસ્ત્ર) બધાં મંદિરના ભંડારમાં પડયાં છે. (ઉતર:) એના અર્થ ઉકેલતાં આવડે નહીં. શાસ્ત્રનું પ્રયોજન શું છે? શાસ્ત્ર ભણીને પણ પ્રયોજન શું છે? -પ્રયોજન તો “અંતરમાં જવું' તે છે. કેમકે દરેક શાસ્ત્રનું પ્રયોજન વીતરાગતા છે. “પંચાસ્તિકાય” ગાથા-૧૭ર માં આવ્યું નેઃ જૈનદર્શનના ચાર અનુયોગનાં શાસ્ત્રો, તેનું તાત્પર્ય વીતરાગતા (છે). તો એ “વીતરાગતા” કેમ થાય? કે: સ્વનો આશ્રય કરે તો થાય. એનો અર્થ જ એ આવ્યો કે “સ્વનો આશ્રય” તે જ શાસ્ત્રનું તાત્પર્ય છે. આહા. હા! શું થાય?
(અહીંયાં કહે છે:) “જે પરમ તપોધન સ્થિરતા કરે છે તે પોતે જ પ્રતિક્રમણ છે.” પોતાની ભાવના માટે (શાસ્ત્ર) કર્યું પણ એવા જે હોય તે પોતે જ પ્રતિક્રમણ છે એમ કીધું. તપોધન મુનિ, વસ્તુનો સ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય આનંદ, તેમાં જે રમે છે, નિજધામમાં જેણે રમતું માંડી છે તે તપોધન પોતે પ્રતિક્રમણ છે. એ (પોતે) પ્રતિક્રમણસ્વરૂપ જ છે. આહા.. હા ! સમજાણું કાંઈ ?
(ભાવનાસ્વરૂપ) આચારમાં “જે (પરમ તપોધન) સહજવૈરાગ્યભાવનારૂપે”-પરથીરાગથી સહજ વૈરાગ્ય છે અંદર. આહા.... હા
* સહજચૈતન્યવિલાસાત્મક નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને ભાવવું અનુભવવું તે જ આચારનું સ્વરૂપ છે; એવા આચારમાં જે પરમ તપોધન સ્થિરતા કરે છે તે પોતે જ પ્રતિક્રમણ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com