________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ સંવત-૯૪માં બનાવ્યું હતું. છતાય મેં તો પહેલાં જ કહ્યું હતું કે, જુઓ ભાઈ ! તમે ભલે આ સ્વાધ્યાયમંદિર બનાવો છો તો હું અહીં જ રહું એવો પ્રતિબંધ મને નથી; જો મને અંતરવૈરાગ્યવીતરાગતા વિશેષ વધી જાય તો હું છોડી જઈશ ! (પછી પણ જ્યારે) નાનાલાલભાઈ જસાણી રાજકોટવાળાએ કહ્યું કે મારે આ (જિન) મંદિર બનાવવું છે; (ત્યારે પણ) મેં કહ્યું નથી કે બનાવો. ત્યાં આપણે કોઈને કહ્યું નથી. (અહીં તો વ્યાખ્યાનમાં) ન્યાય અને ઉપદેશ આવે તેમાં સમજવું હોય તે સમજી લે ! (છતાં) અહીં તો લાખો રૂપિયા આવે છે. આવે. આવવાનું હોય એ આવે, જવાનું હોય એ જાય. જે રજકણ જ્યાં આવવાનાં હોય એ આવે. એને લાવે કોણ અને રાખે કોણ ? અહીંયાં તો કહે છે કે-એ હું છું જ નહીં!
જુઓ! કહે છે: “(નિશ્ચયથી) હું કર્તા નથી, કારયિતા નથી, અને (પુદગલકર્મરૂપ) કર્તાના અનુમોદક નથી.” આહા.. હા! વ્યવહારરત્નત્રયનો રાગ આવે એનો કર્તા નથી, એનો કરાવનાર નથી (અને અનુમોદક પણ નથી ).
આહા.... હા ! (“સમયસાર”) પુણ્ય-પાપ અધિકાર, ગાથા-૧૪૫માં એ આવે છે ને...! કેઃ “તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે?” પુણ્યભાવ પણ કુશીલ છે. કેમકે એ સંસારમાં દાખલ કરે છે. આવે ભલે! હોય છે. જો ન હોય તો વીતરાગ થઈ જાય. પણ એ પુણ્યભાવ કુશીલ છે, એને સુશીલ કેમ કહીએ? એ કુશીલ તો સંસારમાં દાખલ કરે, આ ભવ (વૃદ્ધિ) કરે (છે).
અહીંયાં તો કહે છે કેઃ એ બધા (વિભાવપર્યાયો) નો હું કર્તા નથી, કારયિતા નથી અને પુદ્ગલકર્મરૂપ કર્તાનો” (-વિભાવ૫ર્યાયના કર્તા જે પુદ્ગલકર્મો તેમનો-) અનુમોદક નથી. (એમ વર્ણવવામાં આવે છે).”
.. વિશેષ આવશે.
* * * પ્રવચન: તા. ૧૬-૨-૭૮
(નિયમસાર) પરમાર્થ-પ્રતિક્રમણ. અહીંયાં (સુધી) આવ્યા છીએઃ “હવે, આ (ઉપરોકત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી)” એટલે કે ચૌદ ગુણસ્થાન, ચૌદ જીવસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન આદિ બધા ભેદોથી “ભરેલા વિભાવપર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી.” આહા... હા! રાગનો તો કર્તા નથી પણ ભેદોનો ય કર્તા નથી. અભેદમાં ભેદ ભાસતા નથી. જે અંદર ગુણ આદિ છે છતાંય તે ભેદ, અભેદદષ્ટિમાં ભાસતા નથી. માટે કહે છે કેઃ ભેદ મારામાં છે જ નહીં. ગુણ-ગુણીના ભેદ કે જ્ઞાનની પાંચ અવસ્થા આદિના ભેદ એ-હું અભેદ ચૈતન્યમૂર્તિ છુંએમાં નથી. એનું નામ સારું પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આહા... હા ! એ (બધા વિભાવપર્યાયો નિશ્ચયથી) હું નથી, એનો હું કર્તા અને કારયિતા પણ નથી (અને અનુમોદક પણ નથી). (હું) રાગનો તો કર્તા નથી, કારયિતા નથી; પણ ભેદોનો પણ કર્તા નથી, કારયિતા નથી અને ભેદ કરતા હોય તેનો અનુમોદક પણ નથી. આહા.... હા! પુદ્ગલકર્મરૂપ કર્તાનો (અનુમોદક હું નથી). નહીંતર વિકારીપર્યાય તો પુગલકર્મના નિમિત્તથી થઈ (છે, એવી) પુદ્ગલકર્મરૂપપર્યાયનો કર્તા પુદ્ગલકર્મ (છે) તેમનો (હું) અનુમોદક નથી. એમ વર્ણન કરવામાં આવે છે. આહા... હા ! આ તો બહું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com