________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૨ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ કરીને, ક્રમશ: અતુલ નિવૃત્તિ કરીને, ચૈતન્યસામાન્ય અને ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજદ્રવ્યમાં સર્વત: સ્થિતિ કરો.”] ]
ઝીણી વાત છે. ચૈતન્યધન અનંત આનંદ, અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે. અને જે શુભભાવ દેખાય છે તે બધા દુઃખરૂપ છે. એ દુઃખરૂપ ભાવથી ભેદજ્ઞાન કરીને (આનંદમૂર્તિની દષ્ટિ કરવી એ ધર્મ.) અને એ પુણ્ય-પાપના ભાવ, ચાહે શુભભાવ હોય તોપણ, છે તો એ અધર્મ. (કેમકે ) અંદર આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ છે એનાથી એ ભાવ વિરુદ્ધ છે. એમ પહેલેથી શરૂઆતમાં શુભ અને અશુભભાવથી (ભેદજ્ઞાન કરીને) આનંદસ્વરૂપ જ્ઞાયકની રુચિ કરીને, અનુભવ દષ્ટિમાં કરવો એ પ્રથમ ધર્મની શરૂઆત છે. ઝીણી વાત છે. શુભથી શુદ્ધ થયો એમ નહીં, એમ કહે છે. શુભથી હુઠીને (શુદ્ધ થવાય છે). જેને શુભરાગ-દયા, દાન, વ્રતાદિ શુભરાગ આવે છે એમાં જેને પ્રેમ છે તેને ચિદાનંદ ભગવાન પૂર્ણાનંદ જ્ઞાયકસ્વરૂપ પ્રત્યે દ્વેષ છે. ઝીણી વાત છે, ભાઈ ! આ વાત અત્યારે તો (સંપ્રદાયોમાં પ્રચલિત નથી પણ આ) પરમ સત્ય વાત છે. આહા.... હા! આનંદધનજી કહે છે ને...! “ઢષ અરોચક ભાવ.”
આત્મા અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનની મૂર્તિ (છે). જેમ શેરડીમાં રસ ભર્યો છે (તેમ આત્મામાં એકલો અતીન્દ્રિય રસ ભર્યો છે). સમજાણું કાંઈ ? વાત (લોકથી) બહુ ફેર (વાળી) છે, ભાઈ ! અંદર આનંદકંદ પ્રભુ, સત્ ચિદાનંદ- “સ” અર્થાત્ શાશ્વત-સનાતન, ‘ચિત્' અર્થાત્ જ્ઞાન અને આનંદ-ના પૂર્ણરૂપથી ભર્યો પડ્યો છે; એનો-નિર્વિકલ્પસ્વભાવનો અનુભવ, પુણ્ય અને પાપના વિકલ્પથી ભિન્ન થઈને, પહેલાં કરવો; ત્યારથી ધર્મની પ્રથમ શરૂઆત (થાય છે) એ પહેલી સીડી છે. આહા... હા ! ઝીણી વાત છે, ભાઈ !
લોકો તો બહારથી (ધર્મ) માનીને બેઠા છે. એમ અનંતકાળ ચાલ્યો ગયો. અનંતવાર સ્ત્રી-કુટુંબ છોડયાં. અનંતવાર બાળબ્રહ્મચારી થયો. અને અનંતવાર પંચમહાવ્રત-અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્યનો ભાવ-લીધાં, પણ એ તો રાગ છે, ભાઈ ! તને ખબર નથી. (જેમ) ઝેર પીતા પીતાં, લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવે? તેમ એ શુભભાવ કરતાં કરતાં ધર્મનો ઓડકાર આવે ? -ત્રણ કાળમાં નહીં. બહુ ઝીણી વાત, બાપુ ! પ્રભ! તારો માર્ગ ( અલૌકિક છે )! તારી પ્રભુતા એટલી અંદર છે! એ તો અનંત આનંદ અને અનંત ચૈતન્યરત્નની ખાણ છે. ખાણમાંથી જેમ રતન નીકળે તેમ અંદરમાંથી શાંતિ અને આનંદ નીકળે એવી ખાણ-નિધાન આત્મામાં છે.
અહીંયાં પહેલાં એ કહ્યું, જુઓ: “એ પ્રમાણે વિશિષ્ટ આદરવાળા પુરાણપુરુષોએ સેવેલું”—આ શબ્દો નહીં આ તો પાછળ-અંદર ભાવ ભર્યા છે. જેમ “સાકર” શબ્દ છે ને...? તો
સાકર' શબ્દમાં કંઈ “સાકર' વસ્તુ નથી. “સા કે ર” –એ ત્રણ અક્ષર છે. તો એ ત્રણ અક્ષરમાં સાકર” છે? અને “સાકર” માં એ ત્રણ અક્ષર છે? એ ત્રણ અક્ષર, એ તો સાકર પદાર્થમાં છે નહીં. “સાકર' એ શબ્દ થયો, એ શબ્દમાં સાકર વસ્તુ નથી. અને સાકર વસ્તુમાં, એ સાકર એવા ત્રણ અક્ષર નથી. બરાબર છે? લોજિક (ન્યાય) થી છે. એમ ભગવાન આત્મા! - “આત્મા” એ તો શબ્દ છે; પણ એનો વાચ્ય વસ્તુ જે છે તે તો અતીન્દ્રિય આનંદ અને અનંત જ્ઞાનની ખાણ છે-એ વાચ્ય છે. આત્મા વાચક-શબ્દ છે એનો એ વાચ્ય છે. એ વાચ્યમાં વાચક-શબ્દ નથી અને આત્મા શબ્દ છે એમાં વાચ્ય-વસ્તુ નથી. ન્યાય (છે ને..!) અહીં એમ કહે છે કે પ્રભુ આત્મા અંદર ચૈતન્યરત્ન (છે). આ જમ્બુદ્વીપ, લવણ સમુદ્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com