________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૪૭ છું! આહા.. હા! એવો પરમભાવસ્વભાવ જેનો સ્વભાવ છે એવા મને એ ગુણસ્થાન, જીવસ્થાન અને માર્ગણાસ્થાનના ભેદો મારામાં થી. સમજાણું કાંઈ ?
એક સ્થાનકવાસી ‘નિયમસાર” વાંચતા હતા. ૪૧ ગાથા આવી, “ો વડુમાવવી.” – (ત્યાં કહ્યું કે.) આવું શાસ્ત્ર આ? સિદ્ધમાં ક્ષાયિકભાવ છે; અને અહીં કહે છે કેઃ જીવમાં ક્ષાયિકભાવ નથી. તો જડમાં છે ક્ષાયિકભાવ? અરે ભાઈ ! અહીં એમ કહેવું છે કે એ પર્યાયનો ભેદ, એ ત્રિકાળીમાં નથી. (પણ) પર્યાય, પર્યાય તરીકે નથી, એમ નથી. અરે ભાઈ ! બાપુ! એ ક્ષાયિકભાવ તો પર્યાય છે. એ પર્યાય ( ત્રિકાળી) દ્રવ્યમાં નથી. તો એ અપેક્ષાએ ક્ષાયિકભાવ ( જીવમાં) નથી. પર્યાયમાં ક્ષાયિકભાવ અને ઉદયભાવાદિ બરાબર છે. ચૌદમા (ગુણસ્થાન) સુધી અસિદ્ધત્વને ઉદયભાવ લીધો છે. અને “બોધપાહુડ' માં કેવળીને માર્ગણાસ્થાનમાં લીધા છે. ત્યાં બધું લીધું છેઃ (તેઓ) મનુષ્યગતિમાં છે, પર્યાપ્ત છે, આ છે ને તે છે; એ કઈ અપેક્ષાએ? એ તો જ્યારે પર્યાયનું વર્ણન હોય તો તે અપેક્ષાએ તેને જણાવે કે નહીં?
અહીંયાં તો એમ કહ્યું : “પરમભાવસ્વભાવવાળાને”–પરમભાવસ્વભાવ, ત્રિકાળ પરમભાવસ્વભાવ; એમાં એ (ચૌદ ભેદવાળાં) માર્ગણાસ્થાન, જીવસ્થાન અને ગુણસ્થાન) નથી. એવા (ભેદ) મને નથી. પરમભાવસ્વભાવવાળાને નથી અર્થાત્ પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને નથી, એમ ખુલાસો કર્યો. બધા (બોલ) માં એમ આવ્યું છે ને..! મને... નથી. હું.. વિહીન છું, મારે.. નથી. એટલે અહીંયાં આ રીતે અર્થ કર્યો. મને નથી. આહા.. હા!
(હવે કહે છે કે “મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી (ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાસ્થાધિરૂપ અનેક સ્કૂલ-કૃશ વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાયે મારે નથી.” આહા.... હા ! હું બાળ પણ નથી. યુવાન પણ નથી. વૃદ્ધ પણ નથી. અને સ્થવિર પણ નથી. - એ શરીરના વયકૃત વિકાર છે. ત્યાં પાઠમાં તો એ કહ્યું કે એનું હું કારણ પણ નથી. બાળ-યુવાનાદિ અવસ્થાનું હું કારણ નથી. હું કર્તા નથી. હું કારયિતા નથી. અને અનુમોદક પણ નથી. આહા.. હા! સમજાણું કાંઈ ?
- મિથ્યાત્વ એ જીવની બાળઅવસ્થા છે. અને અંતરમાં આત્માનું ભાન એટલે સમ્યગ્દર્શન થયું એ યુવાન અવસ્થા છે. અને કેવળજ્ઞાન અને વૃદ્ધાવસ્થા છે. -એ (બધી) અવસ્થા મારામાં નથી. ત્યાં તો પહેલાં સમ્યગ્દર્શન-અંતરાત્મા (ક) કેવળજ્ઞાનની એ પર્યાય પણ મારામાં નથી, એમ લીધું છે. એ (જે) (બાળ-યુવાનાદિરૂપ અનેક ભેદ) એ તો મારામાં નથી અને એ તો મારી પર્યાયમાં પણ નથી. (પરંતુ ) આની (પરિણમનની) અપેક્ષાએ એ આ (સમ્યગ્દર્શનઅંતરાત્મા, કેવળજ્ઞાનની જે પર્યાય) છે એ મારામાં છે.
વિશેષ કહેશે...
*
*
*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com