________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
(છે)! એક જ (આત્માને સર્વ) વ્યાપક માને અને વ્યાપકનો નિર્ણય કરવાવાળી ચીજ કોણ ? –તેને તો માને નહીં! પહેલાં વ્યાપક માનતા નહોતા અને પછી વ્યાપક માન્યા, (તો ) તે શેમાં માન્યા ? –એ માનવું પર્યાયમાં છે કે કોઈ ધ્રુવમાં છે? (શું કહ્યું) સમજાણું? દ્રવ્ય અને પર્યાય ન માને તો તો એને તત્ત્વની જ ખબર નથી.
આહા... હા ! એથી ( અહીં) ‘જે’ શબ્દ લીધો છે કે-સર્વ તત્ત્વોમાં જે... એટલે સર્વ તત્ત્વો છે ખરાં! આસ્રવ છે, સંવર છે, નિર્જરા છે, મોક્ષ છે. –એ છે ખરા! પણ “સર્વ તત્ત્વોમાં જે એક સાર છે.” ( એમ ) બે અસ્તિ સિદ્ધ કરી. પર્યાય તત્ત્વ છે; પણ એમાં સાર એક ત્રિકાળી જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, ભૂતાર્થભાવ, સામાન્યભાવ, એકભાવ, સદશભાવ, સ્વરૂપ પ્રત્યક્ષભાવ (છે). આહા... હા ! સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે. એનાથી એવો પ્રશ્ન નથી કે (તેમાં પર્યાયમાં સ્વરૂપ આવી જાય ?) એ ‘સ્વરૂપ પ્રત્યક્ષ’ એટલે સ્વભાવની અપેક્ષાએ વસ્તુ અંદર પ્રત્યક્ષ છે. છતી ચીજ છે. હયાત છે!
.
‘સમયસાર ’ ગાથા-૪૯. ‘અવ્યક્ત’ નાં તો વ્યાખ્યાન થઈ ગયાં છે. ત્યાં તો કહ્યું કેવ્યક્ત અને અવ્યક્તનું એકસાથે જ્ઞાન હોવા છતાં પણ વ્યક્તને અવ્યક્ત અર્થાત્ દ્રવ્ય સ્પર્શતું નથી. શું કહ્યું ? ફરીઃ વ્યક્ત અર્થાત્ જે પર્યાય છે તે વ્યક્ત છે. અને દ્રવ્ય છે તે અવ્યક્ત છે. –એમ કહ્યું છે. ‘અવ્યક્ત ’ કેમ કે ‘વ્યક્ત ’ છે તે બાહ્ય-પ્રગટ છે. એ અપેક્ષાથી અહીં (દ્રવ્યને ) અવ્યક્ત કહ્યું ! પણ અહીંયાં તો એ (દ્રવ્ય ) પોતે પ્રગટ છે. પર્યાય (જેમ ) વ્યક્ત છે તેમ. એ ચીજ ધ્રુવ ચિદાનંદ, એ સમ્યગ્દર્શનનો વિષય છે. ત્યાં જે નકાર કર્યો છે કે નથી, એમ નથી. (‘સમયસાર’) ૧૧મી ગાથામાં પર્યાયનો નકાર કર્યો હતો ને...! એ કઈ અપેક્ષાથી ? - (પર્યાયને ) ગૌણ કરીને અસત્યાર્થ કહી હતી. ( પર્યાયને ) અભાવ કરીને અસત્યાર્થ-અભૂતાર્થ નથી કહી.
ܙ
પણ અહીંયાં કહે છે કેઃ સર્વ તત્ત્વો છે. ભલે એ સંવર-નિર્જરા હોય કે પુણ્ય-પાપ હોય, પણ એનો અંશ પર્યાયમાં છે. એનું પણ અસ્તિત્વ છે. ઉત્પાદ જે થાય છે, વ્યય (જે) થાય છે તે પર્યાય છે અને એમાં જે ધ્રુવ ચીજ છે તે એક સાર છે, એમ બતાવવું છે. આહા... હા! જે ધ્રુવ છે તેનો નિર્ણય કરવાવાળી તો પર્યાય છે. અને ધ્રુવનું વેદન (તો) થતું નથી. વેદન તો પર્યાયનું થાય છે. તો પર્યાય છે–એવું સિદ્ધ કર્યું. સમજાણું કાંઈ ?
આવું તો આપણે આવી ગયું છે. સાર-સારનાં બધાં વ્યાખ્યાન, ૧૦૫ ઉ૫૨ હમણાં થઈ ગયાં. એમાં ‘અલિંગગ્રહણ' માં એક ૨૦મો બોલ આવ્યો હતોઃ પ્રત્યભિજ્ઞાન અર્થાત્ આ છે... આ છે... આ છે, એવું પ્રત્યભિજ્ઞાનનો વિષય જે ત્રિકાળદ્રવ્ય સામાન્ય, જેને અહીંયાં ‘સાર ’ કહે છે. તે દ્રવ્યને પર્યાય સ્પર્શતી નથી. ‘અ લિંગ ગ્ર હુ ણ' એ છ અક્ષરમાંથી વીસ અર્થ કાઢયા છે! જેનાં આપણે ૧૪ વ્યાખ્યાન થઈ ગયાં છે. બધાં છપાશે.
શું કહ્યું ? કે જે અંદર પર્યાય છે તેને ત્યાં ( અલિંગગ્રહણમાં ) વ્યક્ત કહી. અહીંયા પર્યાયને નાશવાન કહી. પછી (ત્યાં) કહ્યું કે પર્યાય છે તે જ આત્મા છે. કેમ ? વેદન તો પર્યાયનું થાય છે. મારે તો જે આનંદનું વેદન આવ્યું એ હું છું. એમ ત્યાં પર્યાયને આત્મા કહે છે. એ ત્રિકાળી આત્મા, તે વેદનનો સ્પર્શતો નથી. ત્યાં તો પર્યાયને જ આત્મા કહ્યો! કારણ કે વેદનમાં આનંદ આવે છે ને...! તો વેદનમાં આનંદ આવ્યો તો મારે તો વેદનમાં આવે તે આત્મા. આનંદ કાંઈ ધ્રુવનો આવતો નથી. ધ્રુવનો સ્પર્શ તો આનંદમાં નથી! આપણે બધું સ્પષ્ટ ઘણું થઈ ગયું છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com