________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭) – પ્રવચન નવનીતઃ ભાગ-૨ કલાક સુધી વિચારમાં એટલો બધો મશગૂલ થઈ ગયો કે આને માટે શું કરવું અને કેમ કરવું? વરઘોડો વયો ગયો બજારમાં. પોતે હારે હોવો જોઈએ. એને ઠેકાણે ખૂણામાં બેઠાં વિચાર કરતાં એને કંઈ ખબર નહીં કે એ વરઘોડો ક્યાં ગયો? જુઓ! ધ્યાન કરતાં આવડે છે. બધું ભૂલીને ધ્યાન તો કરતાં આવડે છે. પણ ઊંધું! તો જેમ ધ્યાન આમ (ઊંધું ) આવડે છે એમ આમ (સીધું) કરતાં આવડે છે.
આહા.... હા! (પરમ યોગીને) “નિજ સ્વરૂપ સાથે સંબંધવાળું”—અનાદિનું તો રાગ અને વિકાર સાથે સંબંધવાળું ધ્યાન હતું, અપ્રતિક્રમણ હતું. અને “આ' નિજસ્વરૂપ સાથે સંબંધવાળું “વાસ્તવિક પ્રતિક્રમણ છે જ.” –ખરેખર તેને વાસ્તવિક-યથાર્થ પ્રતિક્રમણ કહેવાય છે. આહા... હા!
અહીં (સંપ્રદાયમાં) તો સાંજે જઈને પડિકમણ કર્યું અને થઈ રહ્યું (કર્તવ્ય), લ્યો! કાંઈ ન સમજે અર્થને. ન સમજે ભાવને. પડિકમણ હંમેશાં સવાર-સાંજ બે વાર કરીએ. અરે, ભાઈ ! પ્રતિક્રમણ તો “એને' કહીએ. કીધું ને.! તેને વાસ્તવિક પ્રતિક્રમણ છે જ. રાગને છોડીને, સ્વરૂપને ગ્રહીને, સ્થિર થાય છે તેને જ વાસ્તવિક પ્રતિક્રમણ છે જ. આહા.... હા! આવી પ્રતિક્રમણની વ્યાખ્યા !
[ હવે આ ૮૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે: ]
(અનુપુમ ) शल्यत्रयं परित्यज्य निःशल्ये परमात्मनि।
स्थित्वा विद्वान्सदा शुद्धमात्मानं भावयेत्स्फुटम्।। ११६ ।। [ શ્લોકાર્થ:- ] ત્રણ શલ્યને પરિત્યાગી, નિઃશલ્ય પરમાત્મામાં સ્થિત રહી, વિદ્વાને સદા શુદ્ધ આત્માને ફુટપણે ભાવવો. ૧૧૬.
બહુ ભણ્યો હોય અને (અભ્યાસો કર્યો હોય એ વિદ્વાન નહીં. અહીંયાં તો “ત્રણ શલ્યને પરિત્યાગી”, (–છોડીને), “નિ:શલ્ય પરમાત્મામાં સ્થિત ” (રહે) તેને વિદ્વાન કહીએ, (એમ) કહે છે. આહા.. હા! એટલે શું? કે પહેલાં કહ્યું હતું-ત્રિકાળી આત્મા, નિઃશલ્ય પરમાત્મા છે! એ નિઃશલ્ય પરમાત્મામાં સ્થિત “રહી વિદ્વાને ” ધર્માત્માએ, જ્ઞાનીઓએ “સદા શુદ્ધ આત્માને ” ત્રિકાળ ભગવાન પરમાત્મસ્વરૂપને [“ફુટપણે ”] પ્રગટપણે “ભાવવો.” આહા... હા! પર્યાયમાં તેની ભાવના કરવી. વસ્તુ તો વસ્તુ છે જ; પણ પ્રગટપણે તેની ભાવના કરવી. (એટલે કે:) અતીન્દ્રિય આનંદસ્વરૂપમાં પ્રગટપણે તે આનંદની ભાવના કરવી. (અર્થાત્ ) પર્યાયમાં આનંદરૂપે પરિણમન કરવું. એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
છે ને...! આત્માને-શુદ્ધ આત્માને એટલે ત્રિકાળ, તે સદા. વિદ્વાન-ધર્મી જીવે સદા શુદ્ધ આત્માને (પ્રગટપણે ભાવવો). સાંજ-સવારે પ્રતિક્રમણ કર્યું, એમ નહીં, (પણ) અહીં તો કહે છેઃ સદા શુદ્ધ આત્માને ભાવવો. એને ચોવીસે કલાક પ્રતિક્રમણ છે. ઓલા-સ્થાનકવાસી સાંજેસવારે પ્રતિક્રમણ કરે ને...? આહા... હા! અહીં તો કહે છેઃ સદા. જ્ઞાનીએ સદા શુદ્ધ આત્માને પ્રગટપણે-પ્રત્યક્ષપણે ભાવવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com