________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ મિથ્યાદર્શન શલ્ય છે. એ જિનમાર્ગ નથી! આહા... હા! માર્ગ એવો છે, ભાઈ !
અહીં કહે છે કે એ ભાવ (વિભાવગુણપર્યાયો) બધા હેય છે. “શા કારણથી (હેય છે)?” કારણ કે તેઓ પરસ્વભાવો છે.' એ શબ્દ લીધો છે: “પરસ્વભાવો છે.” આહા... હા ! કેવળજ્ઞાન પરસ્વભાવ છે. -કઈ અપેક્ષાએ? –ત્રિકાળી જ્ઞાયકભાવની અપેક્ષાએ પર્યાય (માત્ર) ને પરસ્વભાવ કહેવામાં આવ્યો છે. સમજાણું કાંઈ ? “પરસ્વભાવો છે.' લ્યો ! પરદ્રવ્યના ભાવને પરસ્વભાવ કહે, રાગને પરસ્વભાવ કહે (એ તો ઠીક, પણ ) અહીં તો નિર્મળપર્યાયને પરસ્વભાવ કહ્યો ! આવી વાત છે, પ્રભુ!
આહા. હા! ત્રિલોકનાથ ચૈતન્ય, પૂર્ણ ભગવાન-એક સમયની પર્યાયની પાછળ-અંદર બિરાજે છે. એની દષ્ટિ કરવી. એ સિવાય સમ્યગ્દર્શન ક્યારેય થતું નથી. લાખ ક્રિયાકાંડ કરીને મરી જાય... ને, અને જ્ઞાનનો ક્ષયોપશમ કરીને ૧૧ અંગ અને નવ પૂર્વ ભણી જાય, એમાં શું આવ્યું? આહા... હા! અહીં એ પરમભગવાન, પરમસ્વભાવભાવની અપેક્ષાથી પર્યાય માત્રને પરસ્વભાવ કહેવામાં આવ્યા છે.
. વિશેષ કહેશે.
* * *
પ્રવચન: તા. ૬-૨-૧૯૭૮ નિયમસાર' ૫૦-ગાથા. “જે કોઈ વિભાવગુણપર્યાયો છે”- અહીં ક્ષાયિકભાવને પણ વિભાવગુણપર્યાય કહે છે! એક સમયની પર્યાયથી ભિન્ન એવો જે ત્રિકાળી જ્ઞાયકભાવ, પર્યાયને
સ્પર્શતો ય નથી. ઉદય તો રાગ-વિકાર છે એ તો ક્યાંય રહી ગયા. દ્રવ્યસ્વભાવ એવો જ ત્રિકાળી ચૈતન્યરસકંદ, એની અપેક્ષાએ અહીં કહે છે કેઃ ક્ષાયિકભાવ હોય, ઉપશમ હોય કે ક્ષયોપશમ હોય એ બધા પર્યાયો વિભાવગુણપર્યાયો છે.
એ પહેલાં ૪૯મી ગાથામાં વ્યવહારનયના કથન દ્વારા (વિભાવગુણપર્યાયોને) ઉપાદેય અર્થાત્ જાણવા લાયક કહેવામાં આવ્યા હતા. ઉપાદેયનો અર્થ ગ્રહણ કરવો. અને ગ્રહણનો અર્થ જાણવું. આ વિષય “મોક્ષમાર્ગપ્રકાશ' સાતમા અધ્યાયમાં નિશ્ચયાભાસ-વ્યવહારાભાસમાં આવી ગયો છે-વ્યવહારનયને ગ્રહણ કરવા કહ્યું છે ને....! ત્યાં ગ્રહણનો અર્થ જાણવું છે.
અહીં કહે છે: “પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે,” એટલે કે ત્રિકાળી શુદ્ધસ્વભાવના નય અર્થાત્ નયનો વિષય, એના બળથી (તેઓ (-વિભાવગુણપર્યાયો) હેય છે.)
નય તો શ્રુતજ્ઞાનનો એક ભાગ છે. શ્રુતજ્ઞાન પ્રમાણ છે. ભાવશ્રુતજ્ઞાન હોં! છે પર્યાય; પણ તે પ્રમાણ છે, અવયવી છે; અને તેમાં નિશ્ચય અને વ્યવહારનય બે અવયવ છે. નિશ્ચયનય પણ એક અવયવ છે અને વ્યવહારનય પણ એક અવયવ છે. પ્રમાણ છે તો
છે તો પર્યાય. જેમાં ત્રિકાળી ભગવાન આત્મા જાણવામાં આવ્યો, ધ્રુવસ્વરૂપ-નિર્વિકલ્પશાંતિમાં-વેદનમાં જાણવામાં આવ્યો, એને અહીં ભાવશ્રુતજ્ઞાન કહ્યું. એ ભાવશ્રુતજ્ઞાન છે પ્રમાણ પણ છે. પર્યાય. નિશ્ચય અને વ્યવહાર એના બે ભેદ-અવયવ છે. એ પ્રમાણના બે ભેદ છે. નય છે તે અવયવ છે અને પ્રમાણ છે તે અવયવી છે. છે તો બેય પર્યાય. સમજાય છે કાંઈ?
અહીં તો શુદ્ધનિશ્ચયનય પણ પ્રમાણનો એક અંશ છે. એ અંશ પણ ત્રિકાળીને પકડે છે.
તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com