________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬) – પ્રવચન નવનીત: ભાગ-૨
ધ્રુવનું ધ્યાન કરું છું, એમ કહે છે... લ્યો! ધ્રુવ કેવી ચીજ છે? કેઃ ચૈતન્યવિલાસસ્વરૂપ ભગવાન આત્મા, જેમાં અનંતગુણના બગીચા પડ્યા છે. બેને (બહેનશ્રી ચંપાબહેને) કહ્યું ને...! અંદર અનંતગુણના ઓરડા છે. એમ એક એક ગુણ અનંતગુણનો ઓરડો છે. એક એક ગુણમાં અનંતી શક્તિ. અનંત ગુણનો આનંદ છે-એક એક ગુણનો આનંદ છેઃ અસ્તિત્વનો આનંદ. વસ્તુત્વનો આનંદ. કર્તાનો આનંદ, કર્તા શુદ્ધ હોં! કર્તાશક્તિ છે ને અંદર! એનો આનંદ. કર્મ અર્થાત્ કાર્ય એ શક્તિ અંદર ધ્રુવ છે એનો આનંદ. કરણ અર્થાત્ સાધન એ શક્તિ અંદર ત્રિકાળ છે એનો આનંદ. સંપ્રદાન એટલે પોતાનું કરીને પોતાનામાં રાખવું એવી અંદર સંપ્રદાનશક્તિ છે એ પણ મોટો ઓરડો છે, એ સંપ્રદાનનો આનંદ. અંદર અનંત શક્તિ છે, બાપુ! અપાદાન એમાં પ્રગટ થાય છે (એનો આનંદ). આધાર (નો આનંદ). એવી અનંતશક્તિ !
૪૭ શક્તિમાં એક “અનંતધર્મત્વશક્તિ' આવે છે ને...! એક અનંતધર્મત્વશક્તિ. અને એક એક શક્તિમાં એનું રૂપ. એવો અનંતધર્મત એનો છે. આહા... હા! અનંતધર્મત નામનો એક ગુણ છે; એમાં બીજા અનંતગુણોનું રૂપ છે અને એનું રૂપ અનંતગુણમાં છે. આહા.... હા ! આવો ભંડાર ભગવાન અંદર પડ્યો (વિધમાન) છે. સમજાણું કાંઈ?
(અહીંયાં કહ્યું, “હું તિર્યંચપર્યાયને કરતો નથી.” તિર્યંચપર્યાયમાં નિગોદથી માંડીને બધી (પર્યાય) લેવી. એ તિર્યંચપર્યાયનો હું કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી અને કારણ પણ નથી. હું તો “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” સ્વાભાવિક ચૈતન્યનો વિલાસ જેમાં ભર્યો છે એવો ભગવાન આત્મા, જે મારી દષ્ટિનો વિષય છે, એ તો ચૈતન્યના વિલાસથી ભરેલો પ્રભુ છે! આહાહા!
| (વર્તમાનમાં) જે પ્રવાહ છે, એનાથી આ વાત (જુદી) આવે તો લોકોને આકરી લાગે, અને એટલે એવી લાગે કે- આ એકાંત છે, નિશ્ચયાભાસ છે; એમ લાગે. પરંતુ વસ્તુ (સ્થિતિ) તો આ છે! ભવનો અંત લાવવાની ચીજ તો આ છે! જેનાથી ભવ મળે એ તો કલંક છે. યોગસાર' માં કહ્યું છે કે ભવ કરવો એ કલંક છે. તો જે ભાવથી ભવ મળે એ ભાવ પણ કલંક છે.
અહીંયાં કહે છે કે એ કલંકના ભાવ, તેને હું કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો નથી અને તેનું કારણ (પણ) નથી. હું તો ચૈતન્યવિલાસસ્વરૂપને ભાવું છું. અંતસન્મુખમાં મારી ભાવના છે. આહા... હા! જ્યાં ભગવાન ચૈતન્યસ્વરૂપ બિરાજે છે, તે તરફની મારી ભાવના છે, આહા... હા ! સમજાય છે કાંઈ ?
મનુષ્યપર્યાયને કરતો નથી.” ઘણાં વર્ષ પહેલાં અહીં એક પંડિત આવ્યા હતા (તેણે કહ્યું કે, જો મનુષ્યપણું હોય તો વ્રતથી કેવળજ્ઞાન થાય છે; મનુષ્યપણા સિવાય ક્યાંય થાય છે? માટે મનુષ્યપણાની કિંમત છે! (પણ) અહીં તો કહે છે કે મનુષ્યપણું ચીજ એક તો શરીર છે, અને મનુષ્યની જે (અંદર) યોગ્યતા છે તેપણ વિકાર-વિભાવ છે! (તેઓ એમ પણ કહતા હુતા કેઃ) મનુષ્યપણું વજવૃષભનારાચસંહનન, એ બધા ધર્મમાં સહાયક છે. (પણ) અહીં તો કહે છે.) એ ચીજ પરદ્રવ્ય છે. (ધર્મમાં) પરદ્રવ્ય તો સહાયક નથી પણ અંદર વિકલ્પ ઊઠે છે, અરે ! ભેદ ઊઠે છે તે પણ સહાયક નથી.
અરેરે! આ આકરી વાત છે. આ સત્યનો ક્રાંતિ-કાળ છે ને...! એટલે લોકોને ઝટ ન રુચે. કારણ કે એ (સ્વલક્ષી) દિશા તરફ (ક્યારેય) ગયો નથી ને..અને એ દિશા તરફ કેમ જવાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com