________________
અષ્ટક પ્રકરણ
૧-મહાદેવ અષ્ટક
મહાદેવની આજ્ઞાનો અભ્યાસ જ ફસાધક છે. આથી મહાદેવ વિષમવૃત્તિવાળા છે એવો દોષ ક્યાંથી હોય? અર્થાત્ મહાદેવમાં આવો દોષ નથી. (૬)
एतदेव दृष्टान्तेन समर्थयन्नाह- . सुवैद्यवचनाद् यद्वद्, व्याधेर्भवति संक्षयः । तद्वदेव हि तद्वाक्याद्, ध्रुवः संसारसंक्षयः ॥७॥
वृत्तिः-'सुवैद्यवचनात्' भिषग्वरोपदेशात् 'यद्वत्' येन प्रकारेण, 'व्याधेः' कुष्ठादिरोगस्य, 'भवति' ખાતે, “સંક્ષય:' સીરિત્યેન પુતિયા વિનાશ, “
તવ' તેનૈવ વાળ, તર્થવ ત્યર્થ, “તશ' देवविशेषस्य, 'वाक्यम्' उपदेशः, 'तद्वाक्यम्' तस्मात्, धुवो'ऽवश्यम्भावी, संसरणं संसारः, तस्य संक्षयोऽत्यन्तविनाशः 'संसारसंक्षयो' भवति, इह संसारशब्देन भवाद्भवान्तरसंचरणमुच्यते, तेन च परलोकसत्ताऽऽवेदिता। तत्र चेदं प्रमाणम्- "कार्य कार्यान्तराज्जातं, कार्यत्वादन्यकार्यवत् । जन्मेदमपि कार्यत्वं, न व्यतिक्रम्य वर्तते ॥१॥" जन्म च ज्ञानसन्तानविशेषरूपमतस्तद्रूपमेव तदुपादानकारणभूतं जन्मान्तरमनुमीयते, न पित्रादिरूपं, तस्योपादानकारणत्वे हि तद्धर्मानुगमप्रसङ्ग इति ॥७॥
આજ્ઞાનો અભ્યાસ નિયમ ફળ આપે છે એનું દૃષ્ટાંતથી સમર્થન આ જ વિષયનું દષ્ટાંતથી સમર્થન કરતા ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્થ– જેમ કુશળ વૈદ્યના વચનથી વ્યાધિનો સંક્ષય થાય છે તે જ રીતે મહાદેવના ઉપદેશથી અવશ્ય સંસારનો સંક્ષય થાય છે. (૭).
ટીકાર્થ– વ્યાધિનો સંક્ષય = કોઢ વગેરે રોગનો ફરી ન થાય તે રીતે સંપૂર્ણપણે વિનાશ.
સંસારનો સંક્ષય- સંસારનો અત્યંત ( ફરી ન થાય તે રીતે) વિનાશ. અહીં સંસાર શબ્દનો એકભવમાંથી બીજા ભવમાં જવું એવો અર્થ છે. આનાથી પરલોકની સત્તા જણાવી. તેમાં આ પ્રમાણે છે-“કોઇપણ કાર્ય અન્ય કારણથી ઉત્પન્ન થાય છે. કેમ કે કાર્ય છે. જેવી રીતે અન્ય (જન્મ સિવાય) કાર્ય અન્ય કારણથી ઉત્પન્ન થાય છે તે રીતે. આ જન્મ પણ કાર્ય હોવાથી કારણ વિના થતો નથી.” જન્મ જ્ઞાનના સંતાન(=પ્રવાહ)વિશેષ રૂપ છે. તેથી તસ્વરૂપ ( જ્ઞાન સ્વરૂપ) જ તેના =જન્મના) ઉપાદાન કારણ રૂપ અન્ય જન્મનું અનુમાન કરવામાં આવે છે. જન્મનું ઉપાદાન કારણ જ્ઞાનસ્વરૂપ છે, પણ પિતા વગેરે નથી. જો પિતા વગેરે જન્મનું ઉપાદાન કારણ હોય તો બાળકમાં પિતાના ધર્મોનું અનુસરણ થવાનો પ્રસંગ આવે. (ઉપાદાન કારણ પોતે જ કાર્યરૂપે પરિણત થાય છે. આથી ઉપાદાન કારણરૂપ અન્ય જન્મ જ્ઞાનસ્વરૂપ જ હોવું જોઇએ. માટે જ અહીં જન્મના ઉપાદાન કારણનું તત્વા ( જ્ઞાન સ્વરૂપ) એવું વિશેષણ મૂક્યું છે. આમ કહીને એ જણાવ્યું કે આત્મા પાંચ ભૂત સ્વરૂપ નથી, કિંતુ જ્ઞાન સ્વરૂપ છે. જીવનો જન્મ થાય છે એટલે શું થાય છે ? આત્મા જ અન્ય સ્વરૂપે પરિણમે છે. દેવાદિ સ્વરૂપે રહેલો આત્મા જ મનુષ્યાદિ રૂપે પરિણમે છે. આમ આત્મામાં આત્માના જ્ઞાનાદિ ધર્મોનું અનુસરણ થાય છે. આમ આત્મા પાંચભૂત સ્વરૂપ નથી.) (૭)