________________
અષ્ટક પ્રકરણ
૨૩૮
૨૧-સૂમબુદ્ધિ અષ્ટક
अङ्गेष्वेव जरां यातु, यत्त्वयोपकृतं मम । नरः प्रत्युपकाराय, विपत्सु लभते फलम् ॥६॥
वृत्तिः- किल सुग्रीवेण तारावाप्तौ रामदेव एवमुक्तः, अहेवेव मदीयगानेष्वेव, 'जरां' जरणपरिणामम्, 'यातु' गच्छतु, मा प्रत्युपकारद्वारेण प्रतियातनीयं भवत्वित्यवधारणार्थः, किं तत्, वाले: सकाशात् तारां विमोच्य मम तदर्पणेन, 'त्वया' भवता, 'उपकृतम्' उपकारः कृतः, 'मम' इत्यात्मानं सुग्रीवो निर्दिशति, तस्मात् किमित्येवमित्याह- 'नरः' उपकारकारिमानवः, उपकारं प्रतीत्याश्रित्योपकारः तस्मै ‘प्रत्युपकाराय' उपकृतनरेण क्रियमाणाय, सम्पद्यते यत् फलम्, 'विपत्सु' व्यसनेषु सत्सु, 'लभते' प्राप्नोति, तत् ‘फलम्' उपकारकारिक्रियायाः साध्यम्, अयमभिप्रायः- उपकारको व्यसनगत एव उपकारक्रियायाः फलमुपकृतेन कृतं लभते, न पुनरन्यदा व्यसनाभावे निरवसरत्वेन तदसम्भवादिति, किमुक्तं भवति ? मा त्वमापदं प्राप यस्यामहं भवन्तमुपकरोमीति । अन्ये त्वाहुः- 'नरः' उपकृतमानवः 'प्रत्युपकारार्थ' विपत्सु उपकारकारिव्यसनेषु, 'लभते फलं' फलहेतुत्वादवसरमिति ॥६॥
લોકાર્થ– (રામચંદ્રજી સુગ્રીવની પત્ની તારાને વાલીરાજા પાસેથી છોડાવીને સુગ્રીવને આધીન કરે છે ત્યારે સુગ્રીવ રામચન્દ્રજીને કહે છે.) આપે મારા ઉપર કરેલો ઉપકાર મારા અંગોમાં જ જરણ પરિણામને (વિનાશને) પામો, અર્થાત્ એ ઉપકારનું ફળ આપને ન મળો. કારણ કે ઉપકાર કરનાર માણસ ઉપકારનું ફળ વિપત્તિમાં મેળવે છે. (૬)
ટીકાર્થ– અહીં મારા અંગોમાં જ વિનાશને પામો એવું કથન “પ્રત્યુપકાર દ્વારા સામો પ્રયત્ન ન થાઓ.” એવા ભાવની પુષ્ટિ કરવા માટે છે.
અહીં આ અભિપ્રાય છે-અહીં સુગ્રીવે ઉપકારનો બદલો વાળવાનો પ્રસંગ ન આવે એવી ભાવના વ્યક્ત કરી છે. ઉપકારનો બદલો વાળવાનો પ્રસંગ આવે એવી ઇચ્છા કરવી એ અધર્મ રૂપ છે. કારણ કે ઉપકારીને આપત્તિ આવે ત્યારે જ ઉપકારનો બદલો વાળી શકાય. આથી ઉપકારનો બદલો વાળવાના પ્રસંગની ઇચ્છા કરવી એટલે ઉપકાર કરનારની આપત્તિ ઇચ્છવી. આપત્તિ સિવાય પ્રત્યુપકારનો અવસર ન હોવાથી પ્રત્યુપકાર થઇ શકે નહિ.
બીજાઓ આ શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે કરે છે– નર: એટલે જેના ઉપર ઉપકાર કરવામાં આવ્યો છે તે મનુષ્ય. તેવો મનુષ્ય પ્રત્યુપકાર કરવા માટે ઉપકાર કરનારને વિપત્તિ આવે ત્યારે અવસરને પામે છે. આ અર્થમાં પત્ત પદનો અવસર એવો જે અર્થ કર્યો છે તે અવસર ફલનો હેતુ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને કર્યો છે. (૬) - एवं तावद्धर्मार्थप्रवृत्तावपि धर्मव्याघातो भवत्यनिपुणबुद्धीनां ग्लानभैषज्याभिग्रहप्रवृत्ताविवेति समर्थितम्, अधुनैवमेव सर्वास्वपि प्रवृत्तिष्विति दर्शयन्नाह