________________
અષ્ટક પ્રકરણ
૧૪૩
૧૦-વેરાગ્ય અષ્ટક
તથા આત્માનું નિત્યપણું દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ઘટેલું જ છે, નહિ કે સર્વથા. કેમકે તે આત્મા પર્યાયાર્થિક નયની દષ્ટિએ અનિત્ય જ છે. કહ્યું છે કે-“દ્રવ્યના આધારે આત્માનું નિત્યત્વ સંગત જ છે. જો આત્મા કૂટસ્થ નિત્યતાના સંબંધવાળો હોય તો બંધ-મોક્ષ વગેરેની સંગતિ ન થાય. (૧) “પર્યાયથી તો આત્માનું અનિત્યપણું સિદ્ધ છે. કારણ કે બાલ્યાવસ્થા વગેરે અવસ્થાઓ જોવામાં આવે છે. અનિત્યતા વિના અવસ્થાની વિચિત્રતા (વિવિધતા) ન જ થાય.” (૨) “જેવી રીતે સર્ષની કુંડલાકારની અવસ્થા દૂર થાય છે. પછી તુરત જ સરળ અવસ્થા થાય છે. બંને અવસ્થામાં સર્પપણું અન્વયી બને છે.” (૩) એવી રીતે આત્માની પૂર્વ પૂર્વની અવસ્થાઓ નિવૃત્ત થાય છે. બીજી બીજી સુખ-દુઃખ વગેરે અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. અને તે બંને અવસ્થાઓમાં આત્મા અન્વયી બને છે. (૪) અવસ્થાભેદથી આત્મા સર્વથા જ ભિન્ન થતો નથી. જેમકે ક્રમપૂર્વક બોલાતા વર્ગોને સ્પર્શતું વિકલ્પજ્ઞાન, અર્થાત્ ક્રમપૂર્વક બોલાતા વર્ગોને સ્પર્શતું વિકલ્પશાન એક જ છે. (૫) જો વિકલ્પ પણ અનેક હોય તો વસ્તુનો વિશિષ્ટ નિશ્ચય ન થાય. વસ્તુના વિનિય વિના પ્રવૃત્તિ અને નિવૃત્તિ પણ ન થાય. (૬) વિરુદ્ધધર્મોનો યોગ (=સંબંધો પણ એકાંત ભેદ કરનાર નથી. જેમકે એકપણ પ્રત્યક્ષ ભ્રાન્તપણે અને અભ્રાન્તપણે મનાયું છે.” (૭)
તથા જો આત્માને સર્વથા બંધનો અભાવ હોય અથવા પ્રકૃતિને જે બંધ હોય તો આત્માનો મોક્ષ ન ઘટે. લોકમાં જે બંધાયો હોય તેનો જ મોક્ષ (8છૂટકારો) કહેવાય છે, બીજાનો નહિ. કહે છે કે-“જો પ્રકૃતિનો જ બંધ હોય તો પુરુષની મુક્તિ ન હોય, કેમકે બંધાયો નથી. નહિ બંધાયેલા પણ પુરુષની મુક્તિ થાય તો અયુક્ત બને.”
તથા સત્પરુષો ક્ષણિકપણાને પણ એકાંતે માનતા નથી. કારણ કે કથંચિત્ જ ક્ષણિકપણું મનાયેલું છે. આ વિગત હમણાં જ દ્રવ્યોથે ૨ નિત્યત્વે ઇત્યાદિ વચનરચનાથી જણાવી છે. વળી ક્ષણિકત્વની સિદ્ધિ કરવા માટે “દ ત્રદૃષિ વિષે ઇત્યાદિ જે કહ્યું તે પર્યાયની અપેક્ષાએ યુક્ત જ છે. દ્રવ્યની અપેક્ષાએ તો નિત્યપણું જણાવ્યું જ છે.
દિયવિદ્યાયિત્વેઇત્યાદિ જે કહ્યું તે વિષે કહેવામાં આવે છે-અર્થક્રિયાકારિત્વ (=અર્થક્રિયાનું ( કાર્યનું) કરવું એ) સત્વનું લક્ષણ નથી જ. કારણ કે દીપક આદિની અંત્યક્ષામાં વ્યભિચાર (=નિયમનો અભાવ) જોવામાં આવે છે. (દીપકની અંત્યક્ષણ સત્ છે. પણ તે કોઇ કાર્ય કરતી નથી.)
પૂર્વપક્ષ દીપક આદિની અંત્યક્ષણ જ્ઞાન ઉત્પન્ન કરે છે. માટે વ્યભિચાર નથી.
૧. અવસ્તુ વિષયક જે શાબ્દ બોધ થાય તે વિકલ્પ કહેવાય. જેમ કે પુરુષનું ચૈતન્ય એવો શબ્દ બોધ. આ બોધ અવસ્તુ વિષયક
હોવાનું કારણ એ છે કે “દેવદત્તની કામળી” આ વાક્યથી ઉત્પન્ન થયેલા બોધમાં દેવદત્ત શબ્દ પછી રહેલ ષષ્ઠી વિભક્તિ “ની" પ્રત્યય દ્વારા જેમ ભેદનો અધ્યવસાય થાય છે, તેમ પુરુષનું ચૈતન્ય આ વાક્યથી ઉત્પન્ન થયેલા બોધમાં પણ “પુરુષ” પદ પછી રહેલી છઠ્ઠી વિભક્તિ="નું” પ્રત્યય દ્વારા ભેદનું જ્ઞાન થાય છે, પરંતુ વસ્તુસ્થિતિ એ છે કે પુરુષ અને ચૈતન્યમાં કોઈ ભેદ નથી. પુરુષ કહો કે ચૈતન્ય કહો બંને એક જ પદાર્થને સૂચિત કરે છે. મતલબ કે પુરુષનો ભેદ જેમાં નથી તેવા ચૈતન્યમાં પુરુષના ભેદનો સમારોપ કરીને તેવી બુદ્ધિ થવાથી તે વિકલ્પાત્મક બુદ્ધિ અવસ્તુ વિષયક છે. માટે જ પાતંજલ યોગ સૂત્રમાં જણાવેલ છે કે શબ્દજ્ઞાનને અનુસરનારી હોવા સાથે જે વસ્તુ શૂન્ય હોય તે વિકલ્પ કહેવાય. (મુનિશ્રી યથોવિજયજી કૃત કાત્રિશત્કાત્રિશિકાના ગુજરાતી અનુવાદમાંથી સાભાર ઉદ્ધત).