________________
અષ્ટક પ્રકરણ
૮૩
૫-ભિક્ષા અષ્ટક
વૃત્તિ - “પ્રવજ્યાં સર્વવિરતિનut, “પ્રતિપનો’sષ્ણુપતિઃ સન, “ઃ 'પ્રાણી, “દિયોથેન' પ્રવज्याविरोधेन मूलगुणोत्तरगुणविराधनारूपेण पूर्वोक्तध्यानज्ञानगुर्वाज्ञानपेक्षत्वलक्षणेन वा हेतुना, 'वर्तते' चेष्टते, 'तस्य' इति प्रव्रज्याविरोधवर्तिनः, किंविधस्य 'असदारम्भिणः' असदशोभनं भूतोपमर्दादिकं वस्त्वारभत इत्येवंशीलो यः स तथा तस्य, 'पौरुषत्री' उक्तनिर्वचना, भिक्षेति प्रकृतम्, 'इति' अनेनानन्तरोक्तेन वक्ष्यमाणेन वा कारणेन, 'कीर्तिता' संशब्दिता । ननु प्रव्रज्याविरोधाभिधानादेवासदारम्भित्वस्यावगतत्वात्किमेतद्ग्रहणेनेति, सत्यं, किन्तु विवक्षितभिक्षाहेतुत्वेनाभिधानमस्येति न दोषः, तथा च यतोऽसौ असदारम्भी इतिहेतोस्तस्य पौरुषनीति कीर्तितेति वाक्यार्थः स्यात्, अथवा तस्य प्रव्रज्याविरोधवर्तिनः प्रवजितस्यासदारम्भिणश्चाशोभनारम्भस्य गृहिण इत्यर्थः, असर्वदारम्भकस्य वाऽष्टम्यादिष्वारम्भवर्जकस्येत्यर्थः, इह च व्याख्याने समुच्चयार्थचशब्दाभावेऽपि समुच्चयः प्रतीयते । “अहरहर्नयमांनो (ऽपि), गामश्वं पुरुष पशुम् । वैवस्वतो न तृप्येत, सुराया इव दुर्मदी ॥१॥" इत्यादाविवेति ॥४॥
પૌરુષબી ભિક્ષાનું સ્વરૂપ હમણાં જે કહ્યું તેનાથી વિપરીત વર્તનથી પોષબી ભિક્ષા થાય છે. આથી તેનું સ્વરૂપ જણાવવા માટે ગ્રન્થકાર કહે છે–
શ્લોકાર્થ– જે પ્રવજ્યાને સ્વીકારીને તેનાથી વિરુદ્ધવર્તન કરે છે, અસત્ આરંભી છે, તેથી તેની ભિક્ષા પૌરુષબી કહી છે. (૪).
ટીકાર્થ–પ્રવજ્યાને- સર્વવિરતિરૂપ પ્રવ્રજ્યાને
તેનાથી વિરુદ્ધવર્તન કરે છે– તેનાથી એટલે પ્રવજ્યાથી. મૂલગુણ ઉત્તર ગુણોની વિરાધનારૂપ વિરુદ્ધવર્તન કરે છે, અથવા પૂર્વોક્ત ધ્યાન, જ્ઞાન અને ગુર્વાજ્ઞાની અપેક્ષા ન રાખવાથી વિરુદ્ધવર્તન કરે છે.
અસ આરંભી છે જેમાં જીવની પીડા-હિંસા થાય તેવા આરંભને કરવાના સ્વભાવવાળો છે. તેથી- હમણાં જ કહેલા કારણથી, અથવા હવે પછીની ગાથામાં) કહેવાશે તે કારણથી.
પૂર્વપક્ષ- પ્રવ્રયાથી વિરુદ્ધવર્તન કરે છે એમ કહેવાથી જ “અસદ્ આરંભી છે” એમ સમજાઇ જતું હોવાથી “અસદ્ આરંભી છે” એવો ઉલ્લેખ કરવાની જરૂર નથી.
ઉત્તરપક્ષ– તમારું કહેવું સાચું છે. કિંતુ વિવણિત ભિક્ષાના હેતુ તરીકે એનો ઉલ્લેખ કર્યો હોવાથી દોષ નથી. અર્થાત્ અસદ્ આરંભ પૌરુષની ભિક્ષાનું કારણ છે એમ જણાવવા માટે “અસદ્ આરંભી છે” એમ જણાવ્યું હોવાથી દોષ નથી. તેથી વાક્યર્થ આ પ્રમાણે થાય- આ અસદ્ આરંભી છે માટે તેની ભિક્ષા પૌરુષષ્મી કહી છે.
અથવા આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે- દીક્ષાથી વિરુદ્ધવર્તન કરનાર દીક્ષિતની અને અસદ્ આરંભીની ભિક્ષા પૌરુષક્ની કહી છે. અહીં અસ આરંભી એટલે અસુંદર આરંભવાળો ગૃહસ્થ, અથવા (સલાડમ =) સર્વકાળે આરંભ ન કરનાર ગૃહસ્થ, અર્થાત્ આઠમ આદિ તિથિઓમાં આરંભનો ત્યાગ કરનાર ગૃહસ્થ.
આ ગાથાના બીજા અર્થમાં દીક્ષાથી વિરુદ્ધવર્તન કરનાર દીક્ષિત અને અસત્ આરંભી ગૃહસ્થ એ બેની ભિક્ષા પૌરુષબી છે એમ કહ્યું. આ વ્યાખ્યાનમાં મૂળગાથામાં સમુચ્ચય અર્થવાળો = શબ્દ ન હોવા છતાં સમુચ્ચય ૧. વનિર્વાના એટલે જેનો વ્યુત્પત્તિથી થતો (પોર્ષ નિ રતિ પૌત્રી) અર્થ કહી દીધો છે તે.