________________
અષ્ટક પ્રકરણ
૧૮૧
૧૪-એકાન્તનિત્યપક્ષખંડન અષ્ટક
ટીકાર્થ– સુનીતિથી=પ્રસ્તુત અષ્ટકની બીજી-ત્રીજી ગાથામાં કહેલ સુનીતિથી.
યમ આદિનું એ સ્થળે આદિ શબ્દથી નિયમો સમજવા. તેમાં હિંસા વગેરેની નિવૃત્તિ એ પાંચ યમ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વપ્રણિધાન એ પાંચ નિયમ છે.
અસતુ જ છે=અવિદ્યમાન જ છે.
મોહયુક્ત જ છે – કદાચ કોઇ ઉપચારથી સતું માને તો તેને જવાબ આપતા કહ્યું કે ઉપચારથી સત્ પણ મોહયુક્ત=અજ્ઞાન-યુક્ત જ છે. તે આ પ્રમાણે-એક સ્વરૂપવાળા આત્માની મુક્તિનો સંભવ ન હોવાથી તેના માટે યમ આદિનું આસેવન અજ્ઞાનયુક્ત જ છે. (૪)
नित्यात्माभ्युपगमे दूषणान्तरमाहशरीरेणापि सम्बन्धो, नात एवास्य सङ्गतः। . तथा सर्वगतत्वाच्च, संसारश्चाप्यकल्पितः ॥५॥
वृत्तिः- न केवलमहिंसादयो नित्ये सत्यात्मनि न सङ्गच्छन्ते, 'शरीरेणापि' देहेनापि सह, 'सम्बन्धः' संयोगः, 'न' नैव, 'अत एव' निष्क्रियत्वादेव हेतोः, निष्क्रियस्य हि सम्बन्धक्रिया नोपपद्यते, अथवा, 'अत एव' इति नित्यत्वादेवेत्यर्थः, नित्यस्य हि शरीरसम्बन्धः पूर्वरूपत्यागे वा स्यादत्यागे वा, अत्यागे चेत्तदा शरीरेणासम्बद्ध एवासौ स्याच्छरीरासम्बद्धत्वलक्षणस्य पूर्वरूपस्य तदवस्थत्वात्, त्यागे चेत्तदा तदनित्यत्वम् स्वभावत्यागस्यानित्यत्वलक्षणा (णत्वात्, 'अस्य' इति नित्यात्मनः, 'न' नैव, 'सङ्गतो' युक्तः । 'तथा' इति वाक्यान्तरोपक्रमार्थः, 'सर्वगतत्वात्' सकलभुवनव्यापकत्वात्, इष्यते च कैश्चिदात्मनो विभुत्वम् । यदाह-"मदीयेनात्मना युक्तं, दूरदेशादिवर्त्यपि । क्षित्यादि मूर्तिमत्त्वादे-रस्मदीयशरीरवत् ॥१॥" चकारो निष्क्रियत्वान्नित्यत्वाद्वा, किमित्याह- 'संसारश्चापि', न केवलं शरीरसम्बन्धोऽस्य न सङ्गतः, संसारश्चापि तिर्यङ्नरनारकनाकिनिकायसंसरणलक्षणो न सङ्गत्तः, संसरणं हसर्वव्यापकस्यैव युज्यते सक्रियस्य कथञ्चिदनित्यस्य चेति, 'चापि' इति निपातद्वयमपि समुच्चयार्थम्, अपि च इत्यादिवत्, तथाहि- सर्वगतत्वे निष्क्रियत्वे नित्यत्वे वा सत्यात्मनः सर्वत्र च भावान्न संसारः सङ्गतः, किं सर्वथा न सङ्गत इत्यत आह- 'अकल्पितः' तात्त्विकः, कल्पितस्तु सङ्गच्छमानोऽपि न हेयोपादेयकोटिमारोहति नभोऽम्भोरुहवदिति ॥५॥
આત્માને એકાંતે નિત્ય સ્વીકારવામાં બીજું દૂષણ કહે છે
શ્લોકાર્થ– નિત્ય આત્મા નિષ્ક્રિય હોવાથી આત્માનો શરીરની સાથે સંબંધ પણ ન ઘટે. સર્વગત આત્માનો અકલ્પિત સંસાર પણ ન ઘટે. નિત્ય આત્માનો અકલ્પિત ( તાત્ત્વિક) સંસાર પણ ન ઘટે.
ટીકાર્થ– જો આત્મા નિત્ય હોય તો કેવળ અહિંસા વગેરે ન ઘટે એમ નહિ, કિંતુ નિત્ય આત્મા નિષ્ક્રિય હોવાથી જ (અથવા નિત્ય હોવાથી જ) નિત્ય આત્માનો શરીરની સાથે સંબંધ પણ ન ઘટે. નિત્ય આત્માનો શરીરસંબંધ પૂર્વરૂપનો ત્યાગ કરીને થાય કે ત્યાગ વિના થાય એમ બે વિકલ્પો છે. તેમાં જો પૂર્વરૂપના ત્યાગ વિના