________________
અષ્ટક પ્રકરણ
૧૭૪
૧૩-ધર્મવાદ અષ્ટક
ગાથાર્થ-ટીકાર્થ–“સત્ય ચાય જો અનિર્ણિત લક્ષણવાળા પ્રમાણથી પ્રમાણના લક્ષણનો નિર્ણય થઇ શકે તો પ્રમાણ પ્રતિપાદનનું (=પ્રમાણલક્ષણના પ્રતિપાદનનું) કોઇ પ્રયોજન નથી. કારણ કે જેમ અનિર્ણિત લક્ષણવાળા પ્રમાણથી પ્રમાણના લક્ષણનો નિર્ણય થાય છે તેમ લક્ષણ રહિત પ્રમાણથી વિષયનો=પ્રમેયનો નિર્ણય થઇ શકે. આથી પ્રમાણના લક્ષણનું પ્રતિપાદન વ્યર્થ છે.
તત પવવિનિશ્ચિત્ય જેમ પ્રમાણથી નિર્ણય કરીને પ્રમાણના લક્ષણનું પ્રતિપાદન (પૂર્વોક્ત યુક્તિથી) મૂઢતા છે, તેમ પ્રમાણથી નિર્ણય કર્યા વિના પ્રમાણના લક્ષણનું પ્રતિપાદન પણ બુદ્ધિની અંધતા=અજ્ઞાનતા જ છે.' (૭)
एवं प्रमाणलक्षणविचारस्य निष्प्रयोजनतामनुपायतां चोपदोपसंहारतः प्रक्रान्तां धर्मवादस्यैव विधेयतां दर्शयन्नाह
तस्माद् यथोदितं वस्तु, विचार्यं रागवर्जितैः । धर्मार्थिभिः प्रयत्नेन, तत इष्टार्थसिद्धितः ॥८॥
वृत्तिः- 'यस्मात्' प्रमाणादिलक्षणविचारः प्रयोजनादिविरहितः 'तस्मात्' हेतोः 'यथोदितं' पूर्वोक्तवस्तुनोऽनिवृत्तम्, "क्व खल्वेतानि युज्यन्त" इत्यादिरूपम्, 'वस्तु' धर्मसाधनस्वरूपमर्थजातम्, 'विचार्य' विवेचनीयम्, किंविधैः कैरित्याह- 'रागवर्जितैः' स्वदर्शनपक्षपातरहितैः, उपलक्षणत्वाच्चास्य परदर्शनद्वेषवियुक्तरित्यपि दृश्यम्, 'धर्मार्थिभिः' धर्मप्रयोजनवद्भिः, तदन्यैस्तु वस्त्वन्तरमपि विचारणीयं स्यादिति विशेषणफलम्, कथं ? 'प्रयत्नेन' आदरेण, किमित्येवमित्याह- 'ततो' धर्मसाधनविषयविचारात्, 'इष्टार्थसिद्धितो' धर्मलक्षणवाञ्छितार्थप्राप्तेः कारणादिति ॥८॥
| ત્રયોદશાદવિવર પમ્સમાતમ્ શરૂા
૧. અહીં મૂળ શ્લોક છઠ્ઠાના પૂર્વાર્ધમાં બે વિકલ્પો છે. બાદ ટીકામાં પ્રથમ વિકલ્પના બે વિકલ્પો બતાવ્યા છે. પુનઃ પ્રથમ
વિકલ્પના બે વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પના બે વિકલ્પો બતાવ્યા છે. આમ કુલ ત્રણ બે વિકલ્પો છે. તેમાં ત્રીજા (તે જ પ્રમાણાથી કે પ્રમાણાંતરથી એ) બે વિકલ્પોનું સમાધાન ટીકામાં જ છે. ત્રીજા બે વિકલ્પોના સમાધાનથી બીજા બે વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પનું સમાધાન થઇ જાય છે. તથા બીજા બે વિકલ્પોમાંથી બીજા વિકલ્પનું નિરાકરણ છઠ્ઠા શ્લોકના ઉત્તરાર્ધમાં અને સાતમાના પૂર્વાર્ધમાં છે. આમ બીજા વિકલ્પના બંને વિકલ્પોનું સમાધાન થઇ જવાથી પ્રથમ બે વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પનું પણ સમાધાન થઇ જાય છે. તથા પ્રથમ બે વિકલ્પોમાંથી બીજા વિકલ્પનો ઉત્તર સાતમા શ્લોકના ઉત્તરાર્ધમાં આપ્યો છે.
પ્રમાણ, લક્ષણ, (પ્રમાણથી લક્ષણ) (નિશ્ચિત) (અનિશ્ચિત) (લણથી પ્રમાણ) નિશ્ચિત
અનિશ્ચિત તે જ પ્રમાણાથી
પ્રમાણાંતરથી