________________
૩૧૧
અષ્ટક પ્રકરણ
ર૯-સામાયિક સ્વરૂપ નિરૂપણ અષ્ટક तदयोगेऽपि, 'चिन्त्यमानं' विचार्यमाणम्, 'न' नैव, 'तादृशं' सामायिकसदृशम्, यत्किल सामायिकादधिकतमतया सम्मतं परेषां तद्विचार्यमाणं तत्सममपि न भवतीति कथं तन्मोक्षामिति ॥३॥
હવે ઉક્તસ્વરૂપવાળા સામાયિકથી ભિન્ન બુદ્ધથી પરિકલ્પિત કુશલચિત્તનો મોક્ષના કારણ તરીકે નિષેધ કરતા ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્થ– પણ જે સામાન્યજનની દષ્ટિએ શુભ તરીકે પ્રતિષ્ઠા પામેલ છે તે (બુદ્ધ પરિકલ્પિત) કુશલચિત્ત સામાન્ય બુદ્ધિવાળા લોકને સંમત એવી ઉદારતાથી યુક્ત હોવા છતાં વિચારણા કરતાં સામાયિક તુલ્ય નથી. (૩)
ટીકાર્ય– સામાન્ય જનની દષ્ટિએ – લોકોત્તર જનની દષ્ટિથી તો વિચારાતું તે કુશલાભાસ જ છે.
ઉદારતાથી યુક્ત હોવા છતાં- ઉદારતાથી યુક્ત ન હોય તેવા કુશલચિત્તની વાત દૂર રહી, કિંતુ ઉદારતાથી યુક્ત પણ કુશલચિત્ત સામાયિક તુલ્ય નથી. જે કુશલચિત્ત બીજાઓને સામાયિકથી પણ ચઢિયાતા તરીકે સંમત છે તે કુશલચિત્ત વિચારણા કરતાં સામાયિક તુલ્ય પણ થતું નથી. આથી તે મોક્ષનું કારણ કેવી રીતે થાય ? અથતું ન જ થાય. (૩)
अथ तदेव मायापुत्रीयकल्पितं कुशलचित्तमुपदर्शयन्नाहमय्येव निपतत्वेत-ज्जगदुश्चरितं यथा । मत्सुचरितयोगाच्च, मुक्तिः स्यात्सर्वदेहिनाम् ॥४॥
वृत्तिः- 'मयि' इत्यनेन बोधिसत्त्व आत्मानं निर्दिशति, एवशब्दोऽवधारणे, तेन मय्येव न पुनः परत्र, 'निपततु' नितरामापद्यताम्, ‘एतत्' प्रतिप्राणिप्रत्यक्षमक्षुण्णं (लक्षणं) सांसारिकासुखकारणम्, 'जगतां' प्राणिनां 'टुचरितं' हिंसादिनिबन्धनं कर्म 'जगदुश्चरितम्', 'यथा' इत्युपदर्शनार्थः, तस्य चैवं सम्बन्धः-दृतत्तथौदार्ययोगेऽपि चिन्त्यमानं न तादृशं यथा एतन्मय्येवेत्यादि, तथा 'मत्सुचरितयोगात्' मदी
હિંસાદિનુષ્ઠાનસવા, રદ્દઃ સમુચ્ચયે, “પુતિઃ મોસઃ, “યા' , “સર્વહિના સત્તसंसारिणामिति कुशलचित्तमिति ॥४॥
હવે બુદ્ધપરિકલ્પિત તે જ કુશલચિત્તને બતાવતા ગ્રંથકાર કહે છે –
શ્લોકાર્થ– જેમકે જગતના સઘળા પ્રાણીઓનું આ દુશ્ચરિત મારામાં જ આવી પડો, અને મારા સુચરિત્રના યોગથી સઘળા પ્રાણીઓની મુક્તિ થાઓ, આવું ચિત્ત કુશલચિત્ત છે. (૪)
ટીકાર્ય– આ દરેક પ્રાણીમાં પ્રત્યક્ષ દેખાતું “અખંડ અને સાંસારિક દુઃખનું કારણ એવું દુશ્ચરિત. દુષ્યરિત– હિંસાદિનું કારણ બને તેવું આચરણ. મારામાં– આનાથી બોધિસત્ત્વ પોતાનો નિર્દેશ કરે છે, અર્થાત્ મારામાં એટલે બોધિસત્વમાં.
૧. બુદ્ધની માતાનું નામ માયા હતું. આથી માયાપુત્ર એટલે બુદ્ધ. માયાપુત્ર શબ્દથી સિદ્ધહેમ વ્યાકરણ ૬-૩-૧૬૦ સૂત્રથી તેનું
આ “એ અર્થમાં દ્ય પ્રત્યય આવેલ છે.” ૨. જગતમાં દુચરિત સતત થતું હોવાથી અખંડ છે.