________________
અષ્ટક પ્રકરણ
૪-અગ્નિકારિકા અષ્ટક शुद्धिमोक्षयोरेव सम्पादकत्वात्, “विपुलं' विस्तीर्णं, 'राज्यं' राजभावो भवति, तत्कारकस्येति गम्यते, तथा 'अग्निकार्येण' अग्नावग्निना वा कार्यं कृत्यमग्निकार्य, तेन द्रव्याग्निकारिकयेत्यर्थः, न तु भावाग्निकारिकया, तस्या ध्यानरूपत्वेन मुक्तिसाधकत्वात्, 'सम्पदः' समृद्धयः, भवन्तीति गम्यम्, तथा 'तपोऽनशनादि, 'पापविशुद्ध्यर्थ' अशुभकर्मक्षयाय भवति, तथा 'ज्ञान'मवबोधविशेषो, 'ध्यानं च' शुभचित्तैकाग्रतालक्षणम्, 'च' शब्दः समुच्चये, 'मुक्तिदं' मोक्षप्रदं भवतीति शिवधर्मोत्तरग्रन्यसूत्रार्थ इति ॥३॥
શિવધર્મના શાસ્ત્રમાં વિધાન. તે જ સૂત્રને બતાવતા ગ્રંથકાર કહે છે–
શ્લોકાઈ– પૂજાથી વિશાળ રાજ્ય મળે છે. અગ્નિકાર્યથી સમૃદ્ધિ મળે છે. તપ પાપવિશુદ્ધિ માટે છે. शान-ध्यान भोक्ष मा. छ. (3)
ટીકાર્થ– પૂજાથી વિશાળ રાજ્ય મળે છે– દેવની પુષ્પાદિથી કરેલી પૂજાથી પૂજા કરનારને વિશાળ રાજ્ય મળે છે, તેનાથી અન્ય (ભાવ) પૂજાથી નહિ. કારણ કે તેનાથી=પુષ્પાદિ પૂજાથી અન્યપૂજા તપ-જ્ઞાન સ્વરૂપ હોવાથી પાપવિશુદ્ધિ અને મોક્ષને જ આપે છે.
અગ્નિકાર્યથી સમૃદ્ધિ મળે છે- અગ્નિમાં થતું જે કાર્ય તે અગ્નિકાય. અથવા અગ્નિવડે થતું કાર્ય તે અગ્નિકાર્ય, અર્થાત્ અગ્નિકારિકા. દ્રવ્યઅગ્નિકારિકાથી સમૃદ્ધિ મળે છે, નહિ કે ભાવાગ્નિકારિકાથી. કારણ કે ભાવાગ્નિકારિકા ધ્યાનરૂપ હોવાથી મુક્તિ સાધી આપે છે.
તપ પાપવિશુદ્ધિ માટે છે– અનશન વગેરે તપ પાપવિશુદ્ધિ માટે=અશુભકર્મના ક્ષય માટે થાય છે.
જ્ઞાન-ધ્યાન મોક્ષ આપે છે– જ્ઞાન એટલે બોધવિશેષ ધ્યાન એટલે શુભચિત્તની એકાગ્રતા. જ્ઞાન અને ધ્યાન મોક્ષ આપનાર થાય છે.
मा प्रभारी शिवधर्भन उत्तरअंथनो सूत्रार्थ छ. (3)
एवं तावत्पराभ्युपगमेनैव द्रव्याग्निकारिकाकरणं दीक्षितस्य दूषितम् । अथ तस्यैव पूजां पुनरग्निकारिकां च प्रकारान्तरेण दूषयन्नाह
पापं च राज्यसम्पत्सु, सम्भवत्यनघं ततः । न तद्धत्वोरुपादान-मिति सम्यग्विचिन्त्यताम् ॥४॥
वृत्तिः- न केवलं मुमुक्षोरग्निकारिकाकरणमपार्थकं, 'पापं चाऽ'शुभकर्म च 'राज्यसम्पत्सु' नरपतित्वसमृद्धिषु पूजाग्निकारिकाकरणानन्तरफलभूतासु सतीषु, 'सम्भवति' संजायते यत एवं 'तत' स्तस्माद्, 'अनघं' निरवद्यं, 'न' नैव भवति, 'तद्धत्वोः' राज्यसम्पत्कारणयोः पूजाग्निकारिकारूपयोः, 'उपादान'माश्रयणम्, 'इति' एतदनन्तरोक्तं पूजाग्निकारिकयोरुपादानस्य सपापत्वं, 'सम्यक्' स्वसिद्धाताविरोधेन, 'विचिन्त्यतां' पर्यालोच्यतामिति । सुपयलोचितकारिणो हि भवन्ति मुमुक्षव इति ॥४॥