________________
અષ્ટક પ્રકરણ
૩૦૬
કહેલા અર્થનું દૃષ્ટાંતથી સમર્થન કરતા ગ્રન્થકાર કહે છે—
શ્લોકાર્થ— જેવી રીતે ખાડા આદિમાંથી ખેંચીને પણ સર્પ આદિથી પુત્રાદિનું રક્ષણ ક૨ના૨ માતા વગેરે દોષને પાત્ર નથી, તે રીતે બીજા કોઇપણ પ્રકારે મહાન અનર્થથી રક્ષણનો અસંભવ હોવાથી તીર્થંક૨ દોષિત નથી. ટીકાર્થ— ખાડા આદિમાંથી ખેંચીને— અહીં આદિ શબ્દથી નિસરણી વગેરેનું ગ્રહણ કરવું. જો કે ખેંચવામાં હડપચી (=જડબું) અને ઢીંચણ (=ઘુંટણ) વગેરેનું ઘર્ષણરૂપ અનર્થ થાય, પણ બીજી રીતે તેનું રક્ષણ થઇ શકે તેમ ન હોવાથી આમ ક૨વું પડે છે.
પ્રશ્ન— ભગવાન અલ્પ પણ દોષ ન થાય તે રીતે મહાઅનર્થથી રક્ષણ કેમ કરતા નથી ?
૨૮-રાજ્યાદિદાનદૂષણનિવારણ અષ્ટક
ઉત્તર— (અન્યથાઽસખવા=) અલ્પ પણ અનર્થનો આશ્રય ન લેવો પડે તે રીતે મહાન અનર્થથી રક્ષણ થઇ શકે તેમ ન હોવાથી અલ્પદોષનો આશ્રય લેવો પડે છે.
તીર્થંકર દોષિત નથી— રાજ્યાદિ આપનાર તીર્થંક૨ ઘર્ષણ સમાન અનર્થ થવા છતાં સર્પાદિથી રક્ષણ સમાન મહાન અનર્થથી નિવારણરૂપ ઉપકાર કરવાથી દોષિત નથી.
કહ્યું છે કે-“શિલ્પકલા આદિનું શિક્ષણ આપવામાં મુખ્યગુણ અધિકદોષોનું નિવારણ છે. આથી જેમ બાળકનું સાપ આદિથી રક્ષણ કરવામાં તેને ખેંચવાનો દોષ હોવા છતાં માતાનો યોગ શુભ છે. તેમ જગદ્ગુરુ ભગવાનની શિલ્પાદિ શિક્ષણની પ્રવૃત્તિ શુભ જ છે. (પંચાશક ૭-૩૮)
ખાડાના ઊંચા-નીચા કિનારે પ્રિયપુત્રને રમતો જોઇને અરે ! બાળક ખાડામાં પડી જશે એમ બાળકના અનર્થથી (=અનર્થની શંકાથી) ભય પામેલી માતા તેને લેવા માટે તેની પાસે ગઇ. (પંચાશક ૭૩૯) તેવામાં તેણીએ સર્પને ખાડામાંથી બાળકની સામે ઝડપથી આવી રહેલો જોયો. આ જોઇને માતાએ બચાવવાના ભાવથી બાળકને ખેંચવામાં પીડા થવા છતાં ખેંચી લીધો. (પંચાશક ૭-૪૦) (૭)
अधिकदोषनिवारणार्था प्रवृत्तिरस्य किञ्चिद्दोषवत्यपि न दुष्टेत्येतस्य पक्षस्यानभ्युपगमे
बाधामाह
इत्थं चैतदिहैष्टव्य-मन्यथा देशनाप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद् दोषायैव प्रसज्यते ॥ ८ ॥
.
वृत्ति: - 'इत्यं' च अनेनैवान्तरोक्तेन गुरुतरानर्थनिवारकत्वलक्षणेन, चशब्दोऽवधारणे, ‘તત્’ અનન્તરોન્તિ રાખ્યપ્રવાના િવસ્તુ, ‘' પ્રમે, ‘ધૃવ્યું’ અમુપાન્તવ્યમ્, ‘અન્યથા' વ્રતસ્થાનક્યુપામે, ‘નેશનાપિ' તત્ત્વપ્રણવળાપિ, આસ્તાં રાખ્યાવિદ્વાન ટોષાયૈવેતિ યોગઃ, ‘ŕ' અત્યર્થમ્, ત કૃત્યાદ'कुधर्माः' शाक्यादिप्रवचनान्यादिर्येषां श्रुतचारित्रप्रत्यनीकत्वादिभावानां ते तथा तेषां 'निमित्तं' हेतुस्तद्भावस्तत्त्वं तस्मात्, जिनदेशना हि नयशतसमाकुला, नयाश्च कुप्रवचनालम्बनभूताः, 'दोषायैव' अनर्थायैव न पुनर्गुणाय, ‘प्रसज्यते’ प्राप्नोति, न च भगवद्देशनाया अनर्थनिबन्धनत्वमभ्युपगन्तव्यम्, अनन्योपायत्वेनार्थप्राप्तेरभावप्रसङ्गादिति ॥८॥