________________
અષ્ટક પ્રકરણ
૧૬૩
૧૨-વાદ અષ્ટક
ખ્યાતિ પ્રસિદ્ધિ. દુઃસ્થિત=દરિદ્ર અથવા માનસિક દુઃસ્થિતિવાળો. અમહાત્મા અનુદારચિત્તવાળો.
આવા પ્રતિવાદીનો પરાજય થાય તો તેને વિષાદ થાય, અથવા તેની વૃત્તિનો (=આજીવિકાનો) ભંગ થાય વગેરે દોષોનો પ્રસંગ આવે. એથી સાધુને પરલોકની બાધા થાય. (=પરલોકમાં સદ્ગતિ ન થાય.) આ કારણથી વાદનું વિરુદ્ધપણું થાય. આ જ કારણથી આ વાદને પહેલા વાદથી વિશેષતાવાળો (=ભિન્ન) કર્યો છે. ગાથામાં “” શબ્દ શુષ્કવાદ અને વિવાદ એ બે વાદમાં વિશેષતાનો સૂચક છે.
છલ=વાકછલ વિગેરે. (વાદીના વચનનો વાદીને ઇષ્ટ અર્થથી જુદો અર્થ કરીને વાદીને જુઠ્ઠો કરવો એ છલ છે.) તે આ પ્રમાણે નવવસ્વાત્રોડય દેવત્ત: આ વચનથી “દેવદત્ત નવી કામળી વાળો છે.” એમ વાદીનું કહેવું છે. એના બદલે નવ શબ્દનો નવ સંખ્યા અર્થ કરીને દેવદત્ત પાસે તો એક જ કામળી છે. નવ ક્યાં છે ? આથી તમારું વચન અસત્ય છે. એમ કહીને વાદીને જુઠ્ઠો ઠરાવવો.
જાતિ હેતુમાં ખોટાં દૂષણો બતાવવા તે જાતિ. (વાદી પોતાના મતને સિદ્ધ કરવા કોઇ હેતુ કહે ત્યારે તેમાં પોતાને કોઇ દોષ ન દેખાવાથી ગમે તેમ કોઇક અવાસ્તવિક પ્રતિeતુ કહીને વાદીના હેતુમાં દૂષણ આપવું એ જાતિ છે. જાતિના સાધર્મ આદિ ચોવીશ ભેદો છે. આ ભેદો ષદર્શન સમુચ્ચય ગ્રંથમાં બતાવ્યા છે.) જેમકેશબ્દ અનિત્ય છે. કેમકે કૃતક (=કરાયેલો) છે. ઘડાની જેમ. આ હેતુમાં દૂષણ છે. તે આ પ્રમાણે-જો કૃતકત્વ હેતુ ઘટમાં રહેલું છે તો તે કૃતકત્વ શબ્દથી સિદ્ધ થયું નથી. (=શબ્દમાં સિદ્ધ થતું નથી) હવે જો તકત્વ શબ્દમાં રહેલું છે તો તે કૃતકત્વ અનિત્યત્વની સાથે વ્યાપ્ત સિદ્ધ ન થયું. આ પ્રમાણે અહીં અસાધારણાનેકાંતિક હેતુ છે (૪)
कस्माद्विवादोऽयं स्मृत इत्याहविजयो ह्यत्र सन्नीत्या, दुर्लभस्तत्त्ववादिनः । तद्भावेऽप्यन्तरायादि-दोषोऽदृष्टविघातकृत् ॥५॥
વૃત્તિ – વિનય' વિવામિજવા નવા, “દિ' યસ્માત, ‘મત્ર' છત્રાલિકાને વિવા, 'सन्नीत्या' शोभनेन न्यायेन, यतस्तत्र सन्नीत्युद्ग्राहणपरस्यापि छलापशब्दादिना निग्रहस्थानावाप्तिः स्यात्, 'दुर्लभः' न सुलभः, कस्येत्याह- 'तत्त्ववादिनः' वस्तुतत्त्ववदनशीलस्य साधोः, अथात्यन्ताप्रमादितया छलादिपरिहरतो विजयस्य लाभो भवति, तत्रापि दोषमाह- 'तद्भावेऽपि' आस्तां विजयाभावे दोषस्तद्भावेऽपि परनिराकरणेपि अन्तरायः प्रतिवादिनो लाभख्यात्यादिविघात आदिर्यस्य शोकप्रद्वेषादेः स तथा, स चासौ दोषश्च इति 'अन्तरायादिदोषः,' सम्भवतीति गम्यते, स हि पराजितो राजादिभ्यो न किञ्चिल्लभते लब्धं चास्य हियते, किंविधो दोष इत्याह- 'अदृष्टविघातकृत्' परलोकव्याहतिकारीति ॥५॥
આ વાદને વિવાદ કેમ કહ્યો છે તે કહે છે –