________________
અષ્ટક પ્રકરણ
ર૯૪ ૨૭-તીર્થંકરદાનસફળતા સિદ્ધિ અષ્ટક म्बनसद्भावे यतेरप्यनुकम्पादानसम्भव इति न दोषः, अमुं चार्थ ग्रन्थकार एव व्यक्तीकरिष्यति, श्रूयते चागमे आर्यसुहस्त्याचार्यस्य रङ्कदानम्, न चानुकम्पादानं साधुषु न सम्भवति, "आयरियणुकम्पाए, गच्छो છુપો મહામાપો” કૃતિ વયનાલિતિ રૂા
પૂર્વોક્ત આક્ષેપના અન્ય પરિવારને કહે છે
શ્લોકાર્થ– પોતપોતાની ભૂમિકાને ઉચિત હોય તે પ્રમાણે અનુકંપાથી દાન (કરવું એ) પણ બધાય જીવોના ધર્મનું કારણ છે એ જણાવવા મહામતિ તીર્થંકરે દાન આપ્યું. (૩)
ટીકાર્થ– દાન ગમે તે રીતે ધર્મનું કારણ નથી, કિંતુ પોતપોતાની ભૂમિકાને ઉચિત હોય તે પ્રમાણે દાન ધર્મનું કારણ છે.
દાન પણ કેવળ શીલ વગેરે જ ધર્મનું કારણ છે એમ નથી, કિંતુ દાન પણ ધર્મનું કારણ છે. અહીં અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે–દાન ધર્મનું કારણ છે. કેમકે ભગવાન વડે આરંભાયેલું છે= પ્રવર્તાયેલું છે. શીલની જેમ.
બધાય જીવોના દાન કેવળ ગૃહસ્થના જ ધર્મનું કારણ નથી, કિંતુ સાધુ કે ગૃહસ્થ એ બધાય જીવોના ધર્મનું કારણ છે.
પૂર્વપક્ષ- ગૃહસ્થોને અનુકંપાદાન ઉચિત છે. કારણ કે “જિનોએ ક્યારેય અનુકંપાદાનનો નિષેધ કર્યો નથી.” એવું વચન છે. વળી એક સાધુ બીજા સાધુને આપે છે તે ભક્તિથી આપે છે, અનુકંપાથી નહિ. વળી અસંયતને દાન કરવું એ તો સાધુને ન સંભવે. કારણ કે “મુનિ ગૃહસ્થોની વેયાવચ્ચ (ગૃહસ્થોને ઉપકાર થાય તેવા તેનાં કાર્યો) ન કરે. અથવા અભિવાદન (=વચનથી નમસ્કાર) વંદન (કાયાથી પ્રણામ) અને પૂજન (=વસ્ત્રાદિથી સત્કાર વગેરે) ન કરે.” (દશર્વ. ચૂલિકા બીજી ગાથા-૯) એવું વચન છે. તેથી બધાય જીવોના એટલે બધા ય ગૃહસ્થોના એવો અર્થ કરવો જોઇએ.
ઉત્તરપક્ષ- એ પ્રમાણે કહેવું બરાબર નથી. કારણ કે વિશિષ્ટ પુષ્ટ આલંબનના સદ્ભાવમાં સાધુને પણ અનુકંપા દાનનો સંભવ હોવાથી દોષ નથી. આ અર્થને (હવે પછી) ગ્રંથકાર જ સ્પષ્ટ કરશે. આર્ય શ્રી સુહસ્તિસૂરિજીએ ભિખારીને દાન આપ્યું એમ આગમમાં સંભળાય છે. વળી અનુકંપાદાન સાધુમાં સંભવે છે. કારણ કે “આચાર્યની અનુકંપાથી (=ભક્તિથી) મહાનુભાવ ગચ્છની અનુકંપા (=ભક્તિ) કરેલી ગણાય.” (ઓઘનિર્યુભા. ૧ર૭) એવું વચન છે.
ધર્મનું– વિશિષ્ટ શુભ આત્મપરિણામનું. મહામતિ– વિસંવાદ રહિત જ્ઞાનવાળા ભગવાન. (૩) धर्माङ्गमेव दानं यतःशुभाशयकरं ह्येत-दाग्रहच्छेदकारि च ।
सदभ्युदयसाराङ्ग-मनुकम्पाप्रसूति च ॥४॥ ३२. आचार्यानुकम्पया गच्छोऽनुकम्पितो महाभागः ।