________________
અષ્ટક પ્રકરણ
૩૦૯
ર૯-સામાયિક રવરૂપ નિરૂપણ અષ્ટક
પ્રવર્તે છે.” (ઉપદેશમાલા-૪૨૪).
| સર્વજ્ઞોક્ત- શું સ્વમતિથી કલ્પિત સામાયિક મોક્ષનું કારણ છે ? ના, આથી કહે છે-સર્વજ્ઞોક્ત સામાયિક મોક્ષનું કારણ છે. અથવા સામાયિક મોક્ષનું કારણ છે એ કેવી રીતે જાણ્યું ? એમ કોઇ પૂછે તો કહે છે-સર્વશે કહેલું છે=સર્વશે રચેલું છે, માટે મોક્ષનું કારણ છે એમ જાણ્યું. મોક્ષ વગેરે અતીન્દ્રિય છે અને તે અતીન્દ્રિયભાવો સર્વજ્ઞના વચનથી જ જાણી શકાય તેવા છે. કારણ કે તેમાં અન્ય પ્રમાણની પ્રવૃત્તિ થઇ શકતી નથી. (અર્થાત્ સર્વજ્ઞવચન સિવાય અન્ય પ્રમાણથી અતીન્દ્રિય ભાવો શ્રદ્ધાનો વિષય બનતા નથી.)
વાસી-ચંદન કલ્પ– શું આ સામાયિક બધાઓને હોય ? ના, આથી કહે છે-વાસીચંદન કલ્પ જીવોને હોય છે. વાસી લુહારનું (કલુહારે બનાવેલું) ઉપકરણ વિશેષ છે. (વાસી=વાંસલો, કુહાડો). જે વાસીના જેવો હોય તે વાસી કહેવાય છે. અર્થાત્ વાસી એટલે અપકારકારી.
વાસીને (=અપકારકારીને) દુષ્કતોને છોલવામાં નિમિત્ત બનવાના કારણે ઉપકારી થવાથી ચંદન જેવો કલ્ય=માને તે વાસીચંદનકલ્પ. કહ્યું છે કે-“જે મારા ઉપર અપકાર કરે છે તે પરમાર્થથી ઉપકાર કરે છે. જેમ શિરામોક્ષ ( નસો વધીને તેમાં ક્ષાર નાંખવો) વગેરે ઉપાયથી નિરોગી કરતો વૈદ્ય દેખાવથી અપકાર કરવા છતાં પરમાર્થથી ઉપકાર કરે છે તેમ.”
અથવા વાસીમાં અપકારીમાં ચંદનના કલ્પની છેદની જેમ જે ઉપકાર કરનારો બને છે તે વાસીચંજનકલ્પ. (ચંદન છેદનાર વાસીને પણ સુગંધ આપે છે. ચંદનને છેદનાર વાસી ચંદન ઉપર અપકાર કરે છે, આમ છતાં ચંદન તેને સુગંધ આપીને તેના ઉપર ઉપકાર કરે છે.) કહ્યું છે કે-“મહાપુરુષો અપકાર કરવામાં તત્પર પણ બીજા ઉપર ઉપકાર જ કરે છે. છોલાતું પણ ચંદન વાસીને સુગંધિત કરે છે.”
અથવા વાસીમાં ચંદન જેવો કલ્પ–આચાર જેમનો છે તે વાસી ચંદનકલ્પ છે. અથવા જેઓ વાસીમાં ચંદનકલ્પ =ચંદનતુલ્ય છે તે વાસીચંદનકલ્પ છે. ભાવના તો જાણેલી જ છે. વાસીચંદનકલ્પ સિવાયના બીજાઓને સામાયિક ન હોય.
મહાત્માઓને કયા વાસીચંદનકલા મનુષ્યોને સામાયિક હોઇ એ પ્રશ્ન કોઇ કરે એથી કહે છેમહાત્માઓને= ઉત્તમ સત્ત્વવાળાઓને. વાસીચંદન-કલ્પ જે મનુષ્યો ઉત્તમ સત્ત્વવાળા હોય તેમને સામાયિક હોય તેમ આપ્યોએ કહ્યું છે.(૧)
___सामायिकं फलतः स्वामितश्च निरूपितम्, अथ स्वरूपतस्तदेव निरूपयन्नाह, अथवा मोक्षाङ्गं सामायिकं यत आह
निरवद्यमिदं ज्ञेय-मेकान्तेनैव तत्त्वतः । कुशलाशयरूपत्वात्, सर्वयोगविशुद्धितः ॥२॥
वृत्तिः- निर्गतमवद्याद्गर्हितकर्मणो हिंसादिक्रोधादेरिति निरवद्यं स्वरूपेण, इदं सामायिकम्, 'ज्ञेयं' ज्ञातव्यम्, एकान्तेनैव सर्वथैव न पुनरंशेनापि सावद्यम्, तथाविधस्य तस्याविशुद्धत्वात्, यदाह-पडिसिद्धेसु