________________
અષ્ટક પ્રકરણ
૧૫૬
૧૧-તપ અષ્ટક
આવ્યું છે. તે આ પ્રમાણે-અપાર સમુદ્રને ઉતરવામાં, જંગલને પાર પહોંચવામાં અને જમીન ખેડવી વગેરે વિવિધ વ્યાપારોમાં તત્પર બનેલા રત્ન-સુવર્ણ-વસ્ત્ર વગેરેના વેપારીઓ અને ખેડૂત વગેરેને પોતાના કાર્યની સિદ્ધિ અવશ્ય થશે એવું નિશ્ચિત હોય ત્યારે ક્ષુધા-તૃષા-શ્રમ વગેરેથી થયેલી દેહપીડા માનસિક વિદ્યુલતાન કરનારી બનતી નથી. એ પ્રમાણે અપાર સંસારરૂપ સાગરને જલદી ઉતરવાની ઇચ્છાવાળા સાધુઓને અનશન, ઊણોદરી વગેરે તપથી થયેલી દેહપીડા માનસિક દુઃખ આપનારી થતી નથી. અહીં વિશેષ સંપ્રદાયથી કેટલાકોએ આ પ્રમાણે કહ્યું છે-કોઇક ગરીબ વેપારી દૂર રહેલા અન્યદેશમાં ગયો. ત્યાં જઇને તેણે અતિશય કષ્ટથી રત્નો મેળવ્યાં. પછી તેણે વિચાર્યું: ઘણા મૂલ્યવાળાં, સઘળી આશાઓને પૂરી કરનારાં આ મહારત્નોને ચોરોથી ભરેલા જંગલને
ઓળંગીને પોતાના નગરમાં જઇને ઉપભોગમાં કેવી રીતે લાવીશ? પછી તેને (સહસા) બુદ્ધિ ઉત્પન્ન થઇ. આથી રત્નોને એક સ્થળે મૂકી દીધાં. કાચ વિગેરેના ટૂકડાઓને પોટલીમાં બાંધ્યા. તે પોટલી દાંડાના આગળના ભાગમાં બાંધી. પછી ચોરોની પલ્લીમાં “અહો ! રત્ન વેપારી જાય છે” એમ મોટાશબ્દથી બોલતો તે જંગલ ઓળંગી ગયો. તે માર્ગમાં આવેલી પલ્લીઓમાં રહેલા લોકોએ તેને જોઇને સંભ્રમપૂર્વક તેની પાસે આવીને જોયું તો કાચ વગેરેના ટુકડાઓને જોયા.” આ ગ્રહથી પકડાયેલો છે ગાંડો છે એમ વિચારતા તેમણે તેનો અનાદર કર્યો ઉપેક્ષા કરી. પછી ફરી પણ તે જ પ્રમાણે જંગલમાં પાછો ફર્યો. તેમાં પણ જે લોકોએ તેને જોયો ન હતો તેમણે તેને તે જ પ્રમાણે જોયો. અને તેનો અનાદર કર્યો. એ પ્રમાણે ફરી પણ જંગલમાંથી પસાર થયો. તેથી ત્રીજી વખત અતિપરિચિત હોવાથી ચોરલોકોએ તેનો અનાદર કર્યો. તેથી તેણે હવે ચોક્કસ મને જંગલના માર્ગમાં કોઇપણ અલના પમાડશે નહિ–રોકશે નહિ એવો નિર્ણય કર્યો. પછી જંગલ પસાર કરીને ઇષ્ટ નગરની પ્રાપ્તિ થયે છતે તે રત્નોનો ઉપભોગ કરવા માટે રત્નોને લઇને જલદી જલદી જવા માટે પ્રવૃત્ત થયો. રત્નોને સાચવવામાં અતિશય ઉત્સુકતાપૂર્વક મહાપ્રયાણો કરતો તે ચાલવા લાગ્યો. રસ્તામાં સુધા-તૃષા-શ્રમ વગેરે ઘણાં દુઃખો થાય છે. પણ તે તેવાં દુઃખોની અવગણના કરે છે. અતિશય ઘણો માર્ગ ઓળંગ્યા પછી તૃષાથી હેરાન થયેલા તેણે વિચાર્યું: અહો ! હું આજે પાણી વિના મરી જઇશ અને રત્નના ઉપભોગનું પાત્ર નહીં બનું. આ પ્રમાણે વિચારતા, મરણથી ભય પામેલા અને રત્નોના ઉપભોગની ઇચ્છાવાળા તેણે સરોવર જોયું. તેમાં પાણી લગભગ કાદવવાળું હતું. કાદવમાં હરણ વગેરેના કલેવરો (મૃતકો) પડ્યાં હતાં. એ કલેવરોમાં રસી થઇ હતી. એ રસીમાં કીડાઓ પડ્યા હતા. સરોવરનું પાણી આવા કીડાઓથી પૂર્ણ હતું. એ સરોવર જુગુપ્સા ઉત્પન્ન કરનારું અતિ દુર્ગધવાળું, ખરાબ સ્વાદવાળું અને અલ્પ પાણીવાળું હતું. આવા સરોવરને જોઇને તેણે ગંધને સુંધ્યા વિના અને રસનો સ્વાદ લીધા વિના, અર્થાત્ દુર્ગધને અને બેસ્વાદને ગણકાર્યા વિના આંખો મીંચીને અંજલિઓથી પાણી પીધું. આ રીતે દુષ્કર કાર્યને કરતા તેણે ઉત્તમ સ્વાથ્યને પ્રાપ્ત કર્યું. પાણીથી બળવાન કરાયેલો અને તૃષાના દુઃખથી રહિત બનેલો તે જલદી ઇષ્ટપુરમાં પહોંચ્યો અને રત્નોના ઉપભોગના સુખને પામ્યો.
આ દષ્ટાંતનો ઉપનય તો પહેલાં જ કહી દીધો છે. (૭) तदेवं दुःखात्मकतां तपसो व्युदस्य क्रर्मोदयस्वरूपतां व्युदस्यन्नाहविशिष्टज्ञानसंवेग-शमसारमतस्तपः ।
क्षायोपशमिकं ज्ञेय-मव्याबाधसुखात्मकम् ॥८॥ ૧. સંપ્રદાય એટલે ગુરુપરંપરાથી ચાલ્યો આવેલો સિદ્ધાંત સંબંધી ઉપદેશ.